athana khavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશુ અથાણા બનાવવાનો સમય, અથાણા કઈ રીતે બનાવવા એના કરતા અથાણા કોને ખાવા, અને કોણે ન ખાવાં, એના વિશે કેટલીક રોચક વાતો આપને જોઇશુ. ભોજનમાં સ્વાદ લાવવા માટે આપણે સૌ આપણી રોજિંદી ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રકારના અથાણા, કચુંબર, ચટણી, ફરસાણ, મીઠાઈ વગેરે નો આહાર ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ વસ્તુઓ ખાતા હોઈએ છીએ.

athana khavani rit gujarati

ભારતીય પરંપરા મુજબ અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છની પ્રાચીન પરંપરા મુજબ પ્રત્યેક ઘરમાં અથાણા તો તૈયાર થાય છે. અથાણા નો તૈયાર ડ્બ્બો  હોય તેમ વિવિધ રસથી સભર એવા કેરી, લીંબુ, કેરડા, લીલા મરી, મરચાં, ગુંદા, આખા આમળાનો મુરબ્બો, કેરીનો છૂંદો જેવા અનેક પછી મિક્સ અથાણા હોય, ડુંગળી નું પણ અથાણું બને,  લસણનું અથાણું બને, લસણ અને મેથીનું અથાણું બને. આ બધાં સર્વ પ્રકારના રસ ધરાવતા સમુદાય સ્વરૂપ અથાણા તૈયાર થાય છે.

athana khavani rit gujarati

અથાણા ખૂબ ભાવતી વસ્તુ છે. જે મોટાભાગે ખાટો, ખારો, તીખો રસ અથાણામાં મુખ્ય હોય છે . મેથી રાઈ, મીઠું, તેલ, આ,દુ લીંબુ જેવા પદાર્થો દીપન-પાચન તથા મુખ અને આંતરડાના પાચક રસો વધારના,ર ભોજનમાં રુચી થવાથી ખોરાક પૂરતી માત્રામાં લેવાય છે. પરિણામે દીપન-પાચક ગુણથી ખોરાકના અન્ય ભારે પદાર્થો નું પણ પાચન થતું એટલે કે તેનું પાચન વ્યવસ્થિત થાય એવા અથાણા ની વાત છે. આયુર્વેદ અનુસાર તલના તેલ અથવા સરસવ તેલ નો પ્રયોગ ખૂબ સારું રહે છે. મીઠાને બદલે સિંધવ મીઠું ઉપયોગ કરવો ખૂબ સારું છે. એમા લવિંગ, મરી, લીંબુ જેવા પદાર્થ તો આરોગ્યપ્રદ તથા રુચિવર્ધક તથા આપણું પેટ એટલે કે કોઠામાં ગેસ વાયુ તથા આમ દોષને ઓછો કરનારુ છે.

સામાન્ય રીતે શરીરની પ્રકૃતિ અનુસાર અથાણા નો ઉપયોગ થવો જોઇએ. પિત્તપ્રકૃતિ વાળાએ, નાની ઉમરે સફેદ વાળ થવાવાળાએ,  પેટમાં બળતરા એસિડ જેવા લક્ષણો, પેશાબમાં બળતરા, હાથ પગના તળિયામાં બળતરા, આંખના નંબર જેમને વધઘટ થતા હોય, હાઇ બીપી, કિડની સંબંધી નાની-મોટી તકલીફો તેમણે અથાણા નો પ્રયોગ બંધ કરવો જોઈએ અથવા તો એકદમ ઓછી માત્રામાં તેણે અથાણા ખાવા જોઈએ. એમાં મીઠું ઉષ્ણ , તીખું તથા બ્લડ પ્રેશર વધારનાર છે. ચામડીના રોગ કરનાર છે. પરંતુ સિંધવ-મીઠું આરોગ્યપ્રદ અને શરીરને ઉપયોગી છે. કફ પ્રકૃતિવાળા મુરબ્બો, ખાટા ગળ્યા અથાણા ને બદલે તીખા, તૂરા, કડવા રસવાળાં અથાણાાનો પ્રયોગ કરવો.

athana khavani rit gujarati

ખાસ કરીને મેથીના અથાણા નો વધારે પ્રયોગ કરવો હિતાવહ છે. વાયુની પ્રકૃતિવાળા એ લવિંગ, મરી, પીપર, અજમો,સિંધવ, મેથી જેવા પદાર્થોથી તૈયાર કરેલ અથાણા ફાયદાકારક ગણવા જોઈએ અને તે ખાવા જઈએ.  વર્ષાઋતુમાં વાયુનો પ્રકોપ થતો હોય છે એ સમયે ભોજનમાં વાતશામક આહાર સાથે અથાણા નો ઉપયોગ ઇચ્છનીય છે.  મિત્રો આમળાને વ્યવસ્થાપન તથા  પથ્ય ફળો મા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી તેના અથાણા મા મુરબ્બો એનો કાળજીપૂર્વક તમામ ઋતુમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

ડાયાબિટીસ, હ્રદયરોગ, મેદસ્વિતા વાળા વ્યક્તીઓએ ખુબ ખાટા મીઠા વાળા તથા ખાંડ્વાળા અથાણા ન ખવાય. પરંતુ પ્રકૃતિને અનુરૂપ પ્રયોગ શરીરની ઇમ્યુનિટી વધારે તથા દીર્ઘ જીવન આપનાર છે. અથાણા બારેમાસ સચવાઈ રહે, તેમાં ફૂગ ન લાગે કે તેના તેલ કે રસ માં અલ્પતા રહે બગડે નહીં. 

athana khavani rit gujarati

ખૂબ ખટાશ ન પકડે તેેની કાળજી લેવી ખૂબ જરૂરી છે.  સીઝન અનુસાર જાંબુ, બોર, જામફળ, કેરી, કેળા, બીટ, ગાજર, લીલી હળદર જેવા પદાર્થો નો પણ વિવિધ વ્યંજન બનાવી સ્વાદિષ્ટ અથાણાની જેમ પ્રયોગ કરી શકાય. મિત્રો અથાણા એક એવી વસ્તુ છે તે બારમાસી ટકી શકે, એવાં શાકનાં સ્વવરૂ મા પણ એને ગણી શકાય કે જે બગડે નહીં.  મિત્રો ક્યારેક ભાખરી અથાણું, રોટલી ને અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એટલું ખાઈ શકાય છે. મિત્રો લસણ અને ચટણી, અને એમાં થોડું મીઠું અને લીંબુ નાખી અને જે તાજું બનાવેલું એ આપણે ખાઈએ તો પણ ખૂબ સ્વાદિષ્ટ અથાણાનો જ એક પ્રકાર છે. 

આ રીતે અથાણા ની દુનિયામાં આપણે ખૂબ સરસ રીતે નજર નાખીએ અને આપણી પ્રકૃતિને પારખી અને ઋતુ અનુસાર અથાણા નો પ્રયોગ કરીએ એ ખૂબ ઇચ્છનીય છે . ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા