Mag Khavana Fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફણગાવેલા મગ ના ફાયદા: આજે  તમને એક એવા ખાદ્ય કઠોળ વિશે વાત કરવાના છીએ જે સાજા અને માંદા બન્ને ને પણ ખૂબ જ ઉપયોગી છે જેને આપણે મગ કહીએ છીએ. એક લિટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ ૧૦૦ ગ્રામ મગથી ઉત્પન્ન થાય છે.  જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે એટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .

 

સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે. મગ પચવામાં હલકા છે પણ ઝાડો સાફ લાવનાર છે અને દૂધ જેટલું જ પોષણ આપનાર પણ છે.  કાળા મગ પચવામાં ખૂબ જ હલકા છે. જર્મન નાં  વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો કે મગ સહિત બધા જ કઠોળ જુદા જુદા કૃષિબલમાં રાખી, તેમાં પાણી રેડી સરખી રીત ગરમી આપીને ટેસ્ટ કરીઓ તો મગનો તમામ પ્રોટીન મગના પાણી માં જલ્દી આવી ગયેલું જોયું, જ્યારે બીજા કઠોળનું અંશતઃ ડીસોલ્વ થયું હતું. ત્યારે એ લોકો એ પણ કહ્યું કે મગનું પાણી માંદા નો શ્રેષ્ઠ ખોરાક છે.

મગના અપરંપાર અર્ણવિયે તો તે અધૂરા ગણાય છે. હદય રોગ માં લોહી ની નળી બ્લોક હોય તો તેવા રોગોમાં પણ મગનું સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે. ડાયાબિટીસ માં પેંકરિયાસ બ્લોક હોય તો આ બહુ વકરેલા રોગોમાં મગ ની પરેજી ખૂબ જ લાભદાયી છે.  ડાયાબિટીસના રોગીઓએ નિયમિત ૫૦થી ૧૦૦ ગ્રામ મગ ખાવા જોઈએ કારણ કે મગમાં રહેલું પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ને પચાવે છે. મેદસ્વી લોકોને પણ મગની પરેજી પર જ રાખવા જરૂરી છે જેથી તેનો મેદ ઓછો થવા માંડે. મગ નું પાણી જઠરાગ્નિને સતેજ કરે છે. મગ પચવામાં હલકા તથા શીતળ છે તે વર્ણન એ મટાડે છે. વાસડીની ઉપર ના રોગ અથવા તેની પીડાને શાંત કરે છે.

મગ દાહ ને ઓછો કરે છે. મગ પિત્તજન્ય તાવ, આમ ગણો તો તમામ પ્રકારના તાવમાં પથ્ય છે એટલે કે મગ જ ખાઈ શકાય છે, દાડમના દાણા, આમળા તથા મગનું પાણી સારી રીતે પકાવીને ખાવામાં આવે તો પિત્ત તથા વાયુને મટાડે છે. મગ એ મળનો સહેલાઈથી વિસર્જન કરે છે તે ઝાડા ને છૂટો પાડે છે એટલે કે મગ ઝાડા ને મટાડનારો છે. કેન્સર વાળાએ મગ નું ભોજન બહુ જ હીતકારી છે, માટે કેન્સર વાળાએ મગનું સેવન અવશ્ય કરવું જોઈએ. મગ હરસ, મસા, ભગંદર માટે ખૂબ જ ઉપયોગી છે. મગની વાયુ જન્ય રોગો શાંત રહે છે. માથાના રોગો કાબૂમાં રહે છે. મગ શીઘ્રપતનને અટકાવનાર છે.

તમામ રોગોમાં મગ અતિ પવિત્ર ગણવામાં આવ્યું છે. જે લોકોના શુક્રાણુ ઓછા થયા હોય તેમણે મગ અને જૂના ચોખા ખાવા જોઈએ જેથી વીર્યના દોષો દૂર થાય છે. મગ-ભાત સર્વ રોગોમાં તેમજ મૃત્યુ સુધી સર્વ શ્રેષ્ઠ ભોજન માનવામાં આવ્યું છે. બાળક સ્કૂલે જાય ત્યારે મગની વિવિધ વાનગીઓ આપો જેમકે વઘારેલા મગ, મગ નો ચેવડો,મગની ફાડા લાપસી વગેરે બાળકોને ખોરાકમાં અવશ્ય આપવી જોઈએ. મગ અપને પણ મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.

Mag Khavana Fayda

મગ તરસ તથા દાહને સમાવે છેે. મગશીતળ છે, તેથી ભ્રમ, મૂર્છા તથા મેદના રોગોમાં આપવામાં આવે છે.  વજન ઘટાડવા માટે કોઈ પણ નબળાઈની ચિંતા કર્યા વિના પ્રથમ સાત દિવસ બાફેલા મગ નું પાણી પીવું જોઈએ તો આ પ્રયોગ કરવાથી વજન ઘટવામાં સરળતા રહે છે. દિવસમાં ત્રણ વખત એક એક ગ્લાસ મગનું પાણી પીવું જોઈએ. બીજું કશું જ ખાવાનું નથી. આ બરાબર યાદ રાખજો મિત્રો એક વાત બીજી પણ કહેવા માગું છું કે મગ એ સંપૂર્ણ ભોજન છે. મગ  બાફતી વખતે મીઠું, મરચું અને હળદર નાખી શકાય છે. આ પ્રયોગ હેરતભર્યા છે. પ્રથમ સપ્તાહમાં બેથી ત્રણ કિલો વજન ઘટી જાય છે. મગનું ભોજન કાચા આમનું પાચન કરે છે તેને કારણે ચડેલા સોજા પણ ઉતરી જાય છે.

ઘણી વખત મગને ખાનારા મગ વિશે કેવી વાત કરે છે કે તે સદતા નથી વાયુ કરે છે. તે પેટમાં આફરો કરે છે. નબળાઈ આવે છે. કોઇ વીપાક નથી. મગ બાફતી વખતે,  વઘાડતી વખતે લીંબુ અને સિઘવ મીઠું નાખવું, વાયુની તાસીર વાળાને કદાચ મગ વાયુ કરી શકે પરંતુ આવા રોગીઓને મગમાં હિંગ, ધાણાજીરું, લસણ, કોથમીર વગેરે નાખીને ખાવાથી મગજ બિલકુલ વાયુ કરશે નહીં અને વાયુને મટાડી દેશે.  મગથી કોઈ નબળાઈ આવતી જ નથી. મગ ખાવાથી થાકનો બિલકુલ અનુભવ થતો જ નથી. મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ ગમ માં રહેલી છે.  જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. મગ અને આમળાનું સેવન લાભદાયી છે.

Mag Khavana Fayda

મગ આંખો ને તેજસ્વી રાખનાર છે. લીલા મગ તથા મગના લીલા પાન, તેમજ સુકાયેલા મગ નો પાલો બકરી કે ગાયને ખવડાવવામાં આવે, તો તે ખવડાવ્યા બાદ તેનું દૂધ પીવાથી લાભ થતો જોવા મળ્યો છે. બાળક જન્મ પછી પાંચમી કે છઠ્ઠી મહિને સર્વપ્રથમ ખાવાની શરૂઆત મગના પાણીથી જ કરાવી જોઈએ અને મોટાભાગની સ્ત્રીઓ મગનું પાણી અને મગ તેના બાળકને આપતી જોઈ છે. મગનું ઓસામણ બાળકને આપવાથી બંધાયેલો કે અટકાયેલો મળ બહાર નીકળી જાય છે.

Mag Khavana Fayda

મગ ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ”  મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે. મિત્રો આજે મેં તમને જેટલી વાત કરી તે તે પણ ઓછી પડે તેટલા મગ ખાવાના ફાયદાઓ છે. મગ હંમેશા ખાવા જોઈએ. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી.  મિત્રો મગ વિશે અમે તમને જેટલી વાત કરી છે તમને પસંદ આવી હોય તો બીજા લોકોને પણ આવી કરજો અને મિત્રો સાથે શેર કરજો.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

5 replies on ““મગ લાવે પગ” જાણો આ કહેવતનું રહસ્ય આમ જ નથી પડી આ કહેવત – Mag Khavana Fayda”

Comments are closed.