Tarabuch Nu Shak
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

તરબુચનું શાક:  અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે એટલે તમે તરબૂચ ઘરે લાવીને ખાતા હસો. આ ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું બહુજ ફાયદાકારક ગણવામાં આવે છે. પણ તમે આ તરબૂચ ખાઈને બાકી નો ભાગ તમે કચરામાં ફેંકી દેતા હસો. તો આજે આ ભાગ જે તમે કચરામાં ફેંકી દો છો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાના છીએ. તો એકવાર જોઈલો એકદમ નવું અને ટેસ્ટી તરબૂચ નું શાક.

  • સામગ્રી:
  • ૧ કિલોગ્રામ તરબૂચ ની છાલ નો સફેદ ભાગ
  • ૧૦૦ ગ્રામ તેલ
  • અડધી ચમચી રાઈ
  • અડધી ચમચી જીરૂ
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી હળદળ.
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ખાંડ
  • સીંગદાણા
  • એક ચમચી આદુ- મરચાંની પેસ્ટ

તરબૂચ નું શાક બનાવવણી રીત:

સૌ પ્રથમ એક ગેસ પર એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં વઘાર માટે રાઇ અને જીરા નો વઘાર કરી દો.હવે તેમાં આદું મરચાની પેસ્ટ એડ કરો. હવે તેમાં સીંગદાણા નો ભુક્કો એડ કરો( અહિયાં તમારે સીંગદાણા ને વાટી ને ઉપયોગ મા લેવાના છે). હવે બધું સારી રીતે થોડી વાર સાંતળો.

હવે તેમાં તરબૂચ નાં ટુકડાં, મરચુ, હળદળ, મીઠું, ખાંડ  વગેરે નાખી પ્રેશર કુકરમાં ૩ સીટી વાગે ત્યાં સુઘી થવા દો. ૩-૪ સીટી વાગ્યા પછી કુકર ને ખોલીને જોવું. જો કુકર મા પાણી વધુ દેખાય તો ફરીથી થોડું પાણી બાકી દેવું.

તો તૈયાર છે ચટપટું તરબૂચ નું શાક.તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા