Kitchen tips and tricks in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

૧- દુધ કેવી રીતે ગરમ કરવું જેથી ઉભરાળી ને નીચે ન આવે: – તમે દૂધને ધીમા તાપે ગરમ કરવા મૂકો છો તો ઘણીવાર એવું થાય ને નીચે પડી જતું હોય છે. તો એ સમયે તમે એક મોટા ચમચા ને તપેલી ના વચ્ચેના ભાગમાં મૂકી દો. જ્યારે દુધ ધીમે ધીમે ગરમ થઇ ને ઉપર આવતું હસે જ્યારે તે ઉભરાઈ ને નીચે ઢોળાઇ જતું જોવા મળશે નહિ. તો હવેથી તમે દૂધ ને ગરમ કરવા મૂકો તો પહેલેથી ચમચો મૂકી દેજો. દુધ નીચે પડશે નહિ.

૨- સીતાફળને કેવી રીતે સરળતાથી ખાઈ શકાય: – સીતાફળ લઈ તેના બે ભાગ કરી તેમાંથી જે મલાઈ હોય તે ઠળિયા સાથે એક બાઉલ માં કાઢી લો. અહિયાં સીતાફળ ની છાલ ન આવે તેનું ધ્યાન રાખવું. હવે એક મિક્સર બાઉલમાં તેને લઈ ને મિક્ષર ને ચાલુ બંધ કરો. અહિયાં એસ સાથે ચાલુ રાખવાનું નથી. તમારે ચાલુ બંધ કરીને મિક્સર ને ચલાવવાં નું છે. હવે તમે જોશો તો તમારે ઠળિયા અને મલાઈ એકદમ જુદા થયેલા જોવા મળશે. જેથી તમે સરળતાથી સીતાફળ ખાઈ શકો છો.

૩- લસણ ને કઈ રીતે સાફ કરવું:  લસણ ને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું અને પછી તેને ઠંડુ થવા દેવાનું. ત્યાર બાદ તેને આપણા બંને હાથની હથેળીઓ થી મસળી લેવાનુ.તો તમે ખુબજ ઝડપથી લસણ ને સાફ કરી શકસો.

૪- લીલા ધાણા/ કોથમીર ને કઈ રીતે સ્ટોર કરવી: – લીલાં ધાણા ની પાછળની દંડીઓને કાપી લેવાનાં. પછી તેને ડબ્બામાં નીચે ટીશ્યુ પેપર પાથરી પછી માં ધાણા મૂકવાના. ત્યારબાદ તેની ઉપર ફરીથી ટીશ્યુ પેપર મૂકવાનુંં. ટિશ્યૂ પેપરથી ધાણાને પૂરેપૂરું કવર કરી દેવાનુંં. તમે ટીશ્યુ પેપર ની જગ્યાએ ન્યુઝ પેેેપર પણ લઈ શકો છો. ત્યારે બાદ તેને એરટાઇટ ડબ્બામાં થી બંધ કરી દેવાનું અને પછી ફ્રિજમાં મૂકવાનુંં. આનાથી ઘણા લાંબા સમય સુધી ફ્રેશ રહેતા હોય છે.

૫-  દૂધમાંથી ઝાડી મલાઈ કેવું રીતે કાઢી શકાય:  દૂધને ઉકાળતા પહેલાં તપેલીમાં આપણે થોડું પાણી નાખીને ચારેબાજુથી ભીની કરી લેવાની છે. અને પછી આપણે એમાં દૂધ ઉમેરવું. દુધ ઉકળીને ગરમ થઈને બહાર આવે એ પહેલાં જ ગેસને ધીમો કરી લેવાનો. અહિયાં દુધ માં જે મલાઈ વાળો ભાગ દેખાય છે તે કવર ને તમારે તૂટવા નથી દેવાનુ. કવર તૂટે નહિ તે રીતે ધીમા તાપે ૧૫ મિનિટ સુધી થવા દો. જો મલાઈ નું કવર તૂટી જસે તો મલાઈ નું કવર જાડું નહિ થાય. દુધ ઠંડું થાય એટલે ફ્રીઝ મા મુકી દો. બીજે દિવસે તમે જોશો તો મલાઈ જાડી જોવા મળશે.

૬- પાણીને લઈને:– જ્યારે તમે કોઈ કડાઈમાં પાણીને ગરમ કરો છો તો તેની અંદર તમારે લીંબુના ટુકડા મૂકી દેવાનાંપછી કોઈ વસ્તુ તેની ઉપર ગરમ કરવાથી જે પાણી નો ક્ષાર આજુ બાજુ જમાં થઈ જાય છે તે જમાં નહિ થાય અને આસાનીથી તમે સાફ કરી શકસો.

૭- લસણ ને દસ્તા વડે કેવી રીતે ખાંડવું: – જ્યારે તમે લસણ ને દસ્તા વડે ખાંડો છો ત્યારે લસણ ઉછળીને બહાર આવીન જાતાં હોય છે. તો તમારે લસણ ની સાથે થોડું મીઠું એડ કરી ને દસ્તા વડે ખાંડસો તો લસણ ઉછળીને બહાર નહિ આવે.

૮-  ખારેકને સાફ કેવી રીતે કરવી.:-  જ્યારે તમે ખારેકને સાફ કરો છો એટલે કે કટ કરો છો ચપ્પાથી તો ખૂબ જ મહેનત લાગતી હોય છે અને ગણી વાર તમને ચપ્પા વાગી પણ જતું હોય છે. તો એના કરતાં તમે આ ખારેકને એક રૂમાલ ઉપર મૂકી દો અને પછી દસ્તા વડે તોડો તો ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમે ખારેક ને સાફ કરી શકશો.

૯- ભીંડા ને કેવી રીતે શાક માટે કાપી શકો: – તમે ભીંડા ને કપો છો ત્યારે તેમાંથી ચીકણો પદાર્થ નીકળતો હોય છે જેને આપણે રેસા કહીએ છીએ. જો તમે ભીંડા ને કાપતા પહેલા ચપ્પા પર લીંબૂ નો રસ લગાવો અને પછી ભીંડા કાપશો તો તેમાંથી ચીકણો પદાર્થ નહિ આવે.

૧૦- મરચા ને લાંબો સમય કેવી રીતે સ્ટોર કરવા: –  મરચાં ઘરે વધુ પ્રમાણ માં લાવ્યા હોઈએ છીએ તો તે બગડી જતા હોય છે. પણ જો મરચાને સ્ટોર કરતા પહેલા તેનો આગળ નો દંડી વાળો ભાગ કટ કરીને પછી જો સ્ટોર કરવામાં આવે તો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા