tal gol na fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિયાળામાં મુખ્યત્વે ખાવામાં આવતી સામગ્રીઓનો તેમનો અલગ જ સ્વાદ અને મહત્વ હોય છે. શિયાળામાં લીલા શાકભાજી ખાવાની વાત જુદી હોય છે, તો બીજી તરફ આપણે ખોરાકમાં મુખ્યત્વે તલ અને ગોળનો પણ ઉપયોગ કરીએ છીએ.

તલ અને ગોળનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં બનાવવામાં થાય છે. જ્યાં એક તરફ આ બંને સામગ્રી શિયાળામાં શરીરને ગરમી પ્રદાન કરે છે અને આ સિવાય બંને સામગ્રીનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે બીજા ઘણા ફાયદા પણ આપે છે. આપણા હૃદયને સ્વસ્થ રાખવાથી લઈને શરીરને ઉર્જા પ્રદાન કરવા માટે, શિયાળામાં ગોળ અને તલનો ઉપયોગ આપણા માટે ફાયદાકારક છે.

ભારતમાં તલ અને ગોળના લાડવા અને તલ પાપડી અને બીજી અનેક પ્રકારની સામગ્રી બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવા ખાદ્ય પદાર્થો હંમેશા આયુર્વેદિક જ્ઞાન સાથે જોડવામાં આવે છે. ચાલો તો જાણીએ કે તેના ફાયદા અને તેને શા માટે આ બંને સામગ્રીનોને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

અનસેચ્યુરેટેડ ચરબીનો સારો સ્ત્રોત : શિયાળામાં પુષ્કર પ્રમાણમાં મળી આવતા તલમાં પુષ્કળ પ્રમાણમાં અનસેચ્યુરેટેડ ચરબી જોવા મળે છે. આ પ્રકારની ચરબીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે આપણે આવી કોઈપણ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

તેનો ઉપયોગ શરીરની સાથે હૃદયને પણ સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. જ્યારે લોકો તલ અને ગોળનું એકસાથે સેવન કરવામાં આવે તો તેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે : જે લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધવાની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં તલ અને ગોળનો સમાવેશ જરૂર કરવો જોઈએ. આ પ્રકારનો આહાર શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરંતુ તેને દવા તરીકે ન જોઈ શકાય, પણ તેનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

આયર્નનો સારો સ્ત્રોત : ગોળ અને તલનું મિશ્રણ એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને શરીરમાં લોહીની ઉણપ હોય છે. તે આયર્નનો સારો સ્ત્રોત છે, તેથી શરીરના હિમોગ્લોબિનને વધારવા અને એનિમિયાથી છુટકારો મેળવવા માટે તેમને આહારમાં જરૂર સમાવેશ કરો. તે શરીરમાં ઓક્સિજન સ્તરને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

બાળકો માટે પણ ફાયદાકારક છે : આ બંને સામગ્રીનું સેવન બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે અને શિયાળાની ઋતુમાં બાળકો પણ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરી શકે છે. જો કે તેનું વધારે પડતું સેવન કરતા પેહલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

વજનને નિયંત્રણ કરે છે : ગોળ અને તલનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને વજનને નિયંત્રણ કરે છે. તેમાંથી બનાવેલા નાસ્તાનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તેના કારણે તમે વધારે ખાવાથી બચી શકો છો અને વજનને નિયંત્રિત માં મદદ કરે છે. જો તમારે પણ વજન વધી રહ્યું છે તો તમે તેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

ઘણા વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર ગોળ અને તલનું મિશ્રણ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક થઈ શકે છે, પરંતુ વધારે માત્રામાં તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો તમને આ જાણકારી ગમી હોય તો, બીજી વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા