અત્યારે ઉનાળામાં દેશના દરેક ભાગમાં તાપમાન વધી રહ્યું છે. ખાસ કરીને ઉત્તર-ભારત અને દક્ષિણ-ભારતમાં ઉનાળાની ઋતુ થોડી લાંબી રહેતી હોય છે. તો આવી સ્થિતિમાં, ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો તમે ઉનાળાની ઋતુમાં થોડા બેદરકાર રહેશો તો તમે ગમે ત્યારે બીમાર પડી શકો છો.
ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે ઠંડક આપતા ખોરાકનું સેવન કરવું જરૂરી છે. આજે આ લેખમાં અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે તમારે ડાયટમાં તમે પણ સામેલ કરી શકો છો.
1. તરબૂચ : ઉનાળામાં તરબૂચ પુષ્કળ પ્રમાણમાં મળે છે. એટલા માટે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં તરબૂચનું ખૂબ સેવન કરે છે. એવું કહેવાય છે કે તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. તરબૂચ એક એન્ટીઑકિસડન્ટ ફળ છે જે શરીરને ઠંડુ રાખી શકે છે.
2. ફુદીનો : ઉનાળાની ઋતુમાં ફુદીનાને ભોજનમાં સામેલ કરવાથી માત્ર શરીરનું તાપમાન જ નિયંત્રણમાં નથી રહેતું પરંતુ તે દિવસ દરમિયાન ફ્રેશ રાખવાનું પણ કામ કરે છે. તમે ફુદીનાનું સેવન દહીં, છાશ કે રાયતામાં ઉમેરી શકો છો. આ સિવાય તમે તેની ચટણી બનાવીને પણ ફુદીનાનું સેવન કરી શકાય છે.
3. કાકડી : એવું કહેવાય છે કે કાકડીની તાસીર ઠંડી હોય છે, જે શરીરની ગરમીને ઓછી કરે છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે કાકડી ઉત્તમ દ્યપદાર્થ છે. તમે સલાડ, જ્યુસ, ડિટોક્સ ડ્રિંક્સ અને રાયતા વગેરેમાં પણ કાકડીનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કાકડીમાં લગભગ 90 ટકા પાણી રહેલું છે.
4. નાળિયેર પાણી : ઉનાળાની ઋતુમાં શ્રેષ્ઠ પીણાનું નામ લેવામાં આવે તો તેમાં નારિયેળ પાણીનું નામ ચોક્કસથી આવે છે. નારિયેળ પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ અને બીજા ઘણા પોષક તત્વો હોય છે. નારિયેળ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખવાની સાથે ઘણી બીમારીઓથી બચી શકાય છે.
5. લીંબુ : ઉનાળાની ઋતુમાં લીંબુ પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને તે અંદરથી ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે. તમે દિવસમાં એક કે બે વાર થોડી ખાંડ મિક્સ કરીને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. આ સાથે તે વજન ઓછું કરવા માટે લીંબુ પાણી ફાયદાકારક છે.
6. દહીં : ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે દહીંનું સેવન કરવું જોઈએ. દહીં પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તમે દહીંનું સેવન રાયતા અને લસ્સી વગેરે બનાવીને કરી શકો છો. જો કે, તમે પહેલાથી જ કોઈ રોગથી પીડાઈ રહયા છો તો તમારે દહી ખાવાનું ટાળવું જોઈએ.
7. સંતરા : એવું કહેવાય છે કે નારંગીના ફળમાં લગભગ 80 ટકા જ્યુસ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે . આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ અને ફ્રેશ રાખવા માટે સંતરા શ્રેષ્ઠ ફળ છે. એવું કહેવાય છે કે સંતરામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે ઉનાળાની ઋતુમાં જરૂરી માનવામાં આવે છે.
8. સાકાર : ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે સાકારનું સેવન પણ કરી શકાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા લોકો રાત્રે સાકરને પાણીમાં નાખે છે અને બીજા દિવસે તેનું સેવન કરે છે જેથી પેટ ઠંડુ રહે છે. તમે કોઈપણ ભોજનમાં ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરી શકો છો.
9. ટેટી : ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે ટેટીનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં કાકડીની જેમ ટેટીનો પણ સમાવેશ કરવો જોઈએ. આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી, મૂળો અને ગોઝબેરીનું પણ સેવન કરવું જોઈએ.
જો તમે પણ ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માંગતા હોય તો આ તમારા આહારમાં 9 ફૂડનો સમાવેશ કરો. જો તમને આ લેખ ગમ્યો હોય, આવા જ લેખ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.