stamina increase in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભલે તમે ઘરની આસપાસ બાળકની આસપાસ ભાગી રહયા હોય, સ્ટેમિના વધારવાના ઘણા કારણો હોઈ શકે છે. સ્ટેમિન એ એક એવી શક્તિ અને ઉર્જા છે જે તમને લાંબા સમય સુધી શારીરિક અથવા માનસિક પ્રયત્નોને ટકાવી રાખવા દે છે.

જ્યારે પણ તમે કોઈપણ ક્રિયા અથવા કામ કરી રહયા છો તો, ત્યારે તમારી સ્ટેમિના વધારવાથી તમને અસ્વસ્થતા અથવા તણાવનો સામનો કરવામાં મદદ મળે છે અને તેનાથી થાક પણ ઓછો લાગે છે. વધારે સ્ટેમિના હોવાથી તમે ઓછી ઉર્જાનો ઉપયોગ કરીને તમારી દૈનિક પ્રવૃત્તિઓને ઉચ્ચ સ્તરે કરી શકો છો.

તો તમે પણ સ્ટેમિના વધારી શકો છો, પણ તેને વધારવા માટે કેટલાક નિયમો છે. તો ચાલો આ લેખમાં આવા કેટલાક નિયમો વિશે વિગતવાર જાણીએ.

તંદુરસ્ત ખોરાક ખાઓ : ફણગાવેલી વસ્તુઓ, ગાયનું દૂધ, ઈંડા અને નટ્સ જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાથી સ્નાયુઓને (મસલ્સ) રિપેર કરવામાં અને સ્ટેમિના વધારવામાં મદદ મળે છે. આ સિવાય ફળો અને શાકભાજી જેવા કાર્બોહાઇડ્રેટ્સ આવશ્યક વિટામિન્સની સાથે ઊર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે અને તરત જ ઊર્જા અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

અશ્વગંધા : અશ્વગંધા જેવી જડીબુટ્ટીઓનું નિયમિત તેનું સેવન કરવાથી સ્ટેમિના વધારવામાં મદદ મળે છે. અશ્વગંધાનો ઉપયોગ સંપૂર્ણ આરોગ્ય અને જીવનશક્તિ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ સંજ્ઞાનાત્મક કાર્યને પ્રોત્સાહન આપવા અને તણાવને ઓછો કરવા માટે પણ થઈ શકે છે.

આ જડીબુટ્ટી મોટાભાગના લોકો માટે સલામત અને અસરકારક માનવામાં આવે છે, તેમ છતાં તમારે તેને લેતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

પ્રવાહી લો : નારિયેળ પાણી, છાશના રૂપમાં પ્રવાહી અને તાજા પાણી નિયમિતપણે લેવાથી પણ સ્ટેમિના વધારવામાં મદદ મળે છે. સાથે જ સવારના નાસ્તામાં દરરોજ એક ગ્લાસ બીટનો રસ પીવાથી ચમત્કારિક અસર પડે છે. બીટમાં સારી માત્રામાં નાઈટ્રેટ હોય છે જે સ્ટેમિનાને વધારવામાં મદદ કરે છે.

સવારે ગરમ પાણીની ચુસ્કી લેવાથી તમારા ચયાપચયને વધારવામાં અને પાચનને સુધારવામાં મદદ કરવા માટે એ એક અસરકારક રીત છે.

પુષ્કળ ઊંઘ લો : 8 કલાકની સારી ઊંઘ શરીર અને મન બંનેને સારો આરામ આપે છે અને સ્ટેમિનાને પણ સુધારે છે. પૂરતી ઉંઘ લેવી એ સ્વસ્થ જીવન તરફનું સૌથી મહત્વનું પગલું છે તેમ છતાં ઘણા લોકો ઘણી વાર તેની અવગણના કરે છે. જો તમારે સ્ટેમિના વધારવી હોય તો તમારે ક્યારેય ના કરવું જોઈએ.

દરરોજ કસરત કરો : દરરોજ કાર્ડિયો અને સ્ટ્રેટઃનિંગ વર્કઆઉટ શરીરની મુખ્ય શક્તિ બનાવે છે અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. દિવસમાં થોડીવાર ચાલવા જાઓ, સ્વિમિંગ જેવી હળવી કસરત કરવાથી તમને મજબૂત બનાવી શકે છે. દોડવાથી અથવા સાયકલ ચલાવવાથી પણ કેલરી બર્ન કરવા અને સ્ટેમિના વધારવાનો સારો માર્ગ છે.

આ સિવાય મેડિટેશન અને શ્વાસ લેવાની સામાન્ય કસરત મનને મજબૂત કરવામાં અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. અહીંયા જણાવાવમાં આવેલ આ ટિપ્સ અપનાવીને તમે પણ તમારો સ્ટેમિના વધારી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા