ભલે તમે ગૃહિણી છો કે કામ કરતી માતા, તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારા માટે પ્રથમ પગલું હોવું જોઈએ. કારણ કે આપણે સ્ત્રીઓ બીજાની સંભાળ કેવી રીતે રાખીશું, જો આપણે પોતે બીમાર પડીશું તો? મહિલાઓમાં હોર્મોનલ ફેરફારો, ડિલિવરીઅને વારંવાર મલ્ટિટાસ્કિંગના આધારે સ્ત્રીની પોષણની જરૂરિયાતો દર વર્ષે બદલાતી રહે છે.
આના પર ધ્યાન ના આપો તો મહિલાઓ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. આ લેખમાં કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહયા છીએ, જેનાથી વધુ મહેનત કર્યા વગર મહિલાઓ પોષણ અને સ્વાસ્થ્યને નિયંત્રણ રાખી શકે છે.
વિટામિન ડી પૂરતા પ્રમાણમાં લો : દરેક સ્ત્રીના સ્વાસ્થ્ય માટે વિટામીન-ડી જરૂરી છે. તે મેટાબોલિઝમ માટે પણ એટલું જ જરૂરી છે. તમારા માટે વિટામિન ડી મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે કે કુદરતી વિટામિન ડીને શોષવા માટે દિવસના પહેલા ભાગના તડકામાં ચાલવા જાઓ. તેને તમારા આહારમાં સામેલ કરવાની બીજી રીત છે દૂધ, બદામ અને ઈંડા, નારંગીનો રસ વગેરે ખાઓ.
દિવસની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરો : કેલ્શિયમની ઉણપ સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય સમસ્યા છે. જયારે તમારું શરીર તેની દરરોજ કેલ્શિયમ જરૂરિયાતોને પૂર્ણ નથી કરી શકાતું, તો તે તમારા હાડકાંમાંથી લેવાનું શરૂ કરે છે અને તે તમને કમજોર બનાવી શકે છે. જો કે કેલ્શિયમના કુદરતી સ્ત્રોતો જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, અનાજ, ટોફુ વગેરેમાંથી તમે કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરી શકો છો.
પાણીની બોટલ ભરીને તૈયાર રાખો : પાણી પોષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ફિટ રહેવા માટે હાઇડ્રેશનની એક મૂળભૂત જરૂરિયાત છે. તેથી દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ મહિલાઓ ઘણીવાર આ જરૂરિયાતને પુરી કરી શકતી નથી.
તેથી જ્યારે તમે કામ કરો ત્યારે તમારી સાથે એક પાણીની બોટલ રાખો અને તમે તેને દિવસના અંત સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ફ્રુટ ઇન્ફ્યુઝર ઉમેરી શકો છો.
મીઠું અને રીફાઇન્ડ ખાંડથી બચો : વધારે પડતું મીઠું હાઈ બ્લડ પ્રેશરને વધારી શકે છે. તેથી તમારા ખાવામાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું મહત્વપૂર્ણ છે. ઘણી મીઠાઈઓ અને વાનગીઓમાં રિફાઇન્ડ ખાંડ હોય છે. જો કે તમને ગોળ અને મધ જેવા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો તરફ જવામાં મદદ મળી શકે છે.
હાઈ પ્રોટીન, પર્યાપ્ત ફાઇબર અને લો કાર્બોહાઇડ્રેટ : સંતુલિત આહાર રાખવા માટે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સના ગુણોત્તરની કાળજી લેવી જરૂરી હોય છે. તમે તમારા પ્રોટીનનું પ્રમાણ વધારે રાખો છો તેની ખાતરી કરવાનો સારો માર્ગ એ છે કે ખોરાકની પ્લેટ ધ્યાનથી જોવો અને મોટાભાગે પ્રોટીનયુક્ત ખોરાકને રાખો. શાકાહારી અને માંસાહારી બંને ખોરાકમાંથી પ્રોટીન મેળવી શકાય છે.
પૂરતા પ્રમાણમાં ફાઇબર ખાવું એ પણ સ્વસ્થ આહારનો એક ભાગ છે. તમે તેને સમાવિષ્ટ કરવા માટે દાળ, ઓટમીલ, બ્રાઉન રાઇસ, તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
નટ્સ ખાઓ : નટ્સ નો સમાવેશ કરવો એ વધુ પોષણ ઉમેરવાનો સૌથી સરળ માર્ગ છે. તે માત્ર પૌષ્ટિક જ નથી પણ વિટામિન્સથી ભરપૂર હોય છે અને આહારમાં તેનો સમાવેશ કરવો ખૂબ સરળ છે. તમે રોટલી, શાકભાજી અને સલાડમાં નટ્સ જેમ કે અળસી, સૂર્યમુખી વગેરે સમાવેશ કરો.
દરરોજ કસરત કરો : દરરોજ થોડો સમય આપીને કસરત કરવાથી મહિલાઓ લાંબા સમય સુધી યુવાન અને ફિટ રહી શકે છે. મોટાભાગની સ્ત્રીઓને લાગે છે કે કસરત કરવામાં એક કલાક જેટલો સમય લાગશે અને તેથી જ તેમને ફિટ થવામાં મુશ્કેલી પડે છે. જો તમે 20 મિનિટ માટે કાર્ડિયો કરો છો તો તે કંઈ ના કરવા કરતાં વધારે સારું છે.
કોઈ ક્લાસ અથવા ગ્રુપમાં જોડાઈને તમે દરરોજ કસરત કરી શકો છો. આ સિવાય ફિટ રહેવા માટે તમે ડાન્સ, યોગ અને જોગિંગ પણ કરી શકાય છે. ગૃહિણીઓ સૌથી પહેલા તમારી સંભાળ રાખો અને તંદુરસ્ત જીવન માટે આવી જ વધારે ટીપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.