તમારા રસોડામા ઘણી બધી સામગ્રી હોય છે. પરંતુ તમારા રસોડામાં ઘણી એવી ખાદ્ય સામગ્રી હશે, જે યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં ન આવે તો તે ઝડપથી બગડી જાય છે. જ્યારે એવી કેટલીક ખાદ્ય ચીજવસ્તુ હોય છે કે જેમાં કીડા પડી જાય છે. આ નાના જંતુઓ ખાવા-પીવાની સામગ્રીનો નાશ કરે છે.
સોજી કે રવાને લાંબો સમય રાખવાથી તેની અંદર કૃમિ થઈ જાય છે. નાના સફેદ રંગના જંતુઓને કારણે સોજી ખાવા યોગ્ય રહેતો નથી. તે સોજીને ખુલ્લો રાખવાથી,તેમાં ભેજ લાગવાથી પણ તે બગડી જાય છે. જ્યારે સોજીમાં કીડા પડી જાય અને તે ખાવા યોગ્ય ન હોય તો ગૃહિણીઓ સોજીને ફેંકવાનું યોગ્ય માને છે.
જેના કારણે તમારા પૈસા અને માલ બંનેનું નુકસાન થાય છે. જો કે સોજીના કીડા કાઢીને તેને સાફ કર્યા પછી તેનો ઉપયોગ કરી શકાય છે. સોજીમાં રોકાયેલા જંતુઓને સાફ કરવા માટે કેટલાક ઘરેલું ઉપચાર છે, જેને તમે અજમાવીને સોજીનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ રસોડાના આવા સરળ ઉપાયો જે સોજીને સ્વચ્છ રાખશે અને જંતુઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે.
સોજીને તડકામાં રાખો: જો સોજીમાં સફેદ રંગના જંતુઓ હોય તો સૌ પ્રથમ સોજીને ચાળણીની મદદથી સારી રીતે ચાળી લો. પછી તેને થોડી વાર તડકામાં રાખો. આમ કરવાથી, પહેલી વખત જ ચાળણી દ્વારા જંતુઓ સોજીમાંથી બહાર આવશે, જે બાકી છે તે સૂર્યના તડકામાં બહાર આવશે.
ધ્યાન રાખો કે સોજીને તડકામાં રાખ્યા પછી તેમાં થોડા સમયે તેમાં હાથ વડે હલાવતા રહો જેથી કીડા બહાર આવી જાય. ત્યાર બાદ સોજીને ફરી એકવાર ચાળણી વડે ચાળી લો.
લીમડાના પાનને સોજીમાં રાખો: રસોડામાં સોજીને હવાચુસ્ત ડબ્બામાં સારી રીતે ભરીને રાખો, પરંતુ તેમ છતાં જો રવામાં જંતુઓ આવી જાય, તો સોજીમાં લીમડાના પાન ઉમેરો. આ માટે લીમડાના 8-10 પાનને સાફ કરીને સોજીમાં રાખો. ધ્યાનમાં રાખો કે લીમડાના પાંદડામાં પાણી ન હોય, તે સૂકા હોવા જોઈએ. લગભગ અડધા કલાકમાં લીમડાના કારણે સોજીના કીડા દૂર થઈ જશે.
કપૂરનો ઉપયોગ: કપૂર ઘણા પ્રકારના જંતુઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સોજીમાં રહેલા જંતુઓને દૂર કરવા કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક વાસણમાં સોજી કાઢીને તેના પર એક છાપને ફેલાવો. છાપાની ઉપર કપૂરના ત્રણથી ચાર ટુકડા મૂકો. લગભગ અડધા કલાકમાં જંતુઓ કપૂરની ગંધથી ભાગી જશે. પછી સોજીને ચાળણી વડે ગાળી લો અને તેનો ઉપયોગ કરો.
હવે તમને જણાવીએ સોજી સ્ટોર કરવા માટેની ટિપ્સ: સોજી ઝડપથી બગડી જાય છે, આ વાત બધા જાણે છે. પણ આવું કેમ થાય છે? તો જાણીલો કે સોજીને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવાને કારણે તેમાં જંતુઓ થાય છે. આવી સ્થિતિમાં, સોજીને લાંબા સમય સુધી રાખવાની કેટલીક ટિપ્સ છે તે જાણી લો.
સૌ પ્રથમ, જે બોક્સમાં સોજી રાખવાની હોય તેનું ઢાંકણું સંપૂર્ણપણે ચુસ્ત હોવું જોઈએ. સોજીને માત્ર એર ટાઈટ બરણી અથવા કાચના બનેલા પાત્રમાં રાખો.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.