nasta recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમને શિયાળામાં ગરમાગરમ ચા મળી જાય તો તમને મજા આવી જાય છે અને જો તેની સાથે સ્વાદિષ્ટ નાસ્તો મળી જાય તો સોનામાં સુંગંધ. સાંજ પડતાં મન કંઈક ચટપટું ખાવાનું મન કરે છે. એવામાં દરરોજ શું બનાવવું તેનું ટેન્શન હોય છે. ક્યારેક તો આપણે બજારમાં જઈને નમકીન લાવીએ છીએ જેથી ચા સાથે કંઈક તો ખાવાનું મળે.

પરંતુ જો તમે કેટલાક નાસ્તા બનાવીને રાખો તો તમારે લાંબો સમય સુધી ચાલશે. આજે આ લેખમાં અમે તમને આવા જ કેટલાક નમકીન નાસ્તાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ નાસ્તો તમને સાંજે લાગતી ભૂખને સંતોષશે અને તમારે રોજેરોજ કંઈક નવું બનાવવાની ચિંતા પણ નહી કરવી પડે.

શક્કરપારા : આ ક્રિસ્પી નાસ્તો ચા સાથે નમકીન કરતા પણ સરસ લાગે છે. તેને બનાવવો પણ ખૂબ જ સરળ છે અને જો તમને થોડું હેલ્ધી જોઈતું હોય તો તમે તેને તળવાને બદલે બેક કરી શકો છો.

સામગ્રી : 2 કપ મૈંદા લોટ, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ

શક્કરપારા બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલ લઈને તેમાં મૈંદા નો લોટ નાખીને તેમાં મીઠું, અજમો અને થોડું તેલ ઉમેરીને ગૂંથી લો. લોટને ગુંથતી વખતે ધ્યાન રાખો કે લોટ પુરી જેવો થોડો સખ્ત હોવો જોઈએ. લોટ બંધાઈ ગયા પછી તેને લગભગ 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો.

હવે કણકના બોલ તૈયાર કરો અને તેને રોટલીની જેમ વણી લો. પછી છરીની મદદથી વણેલી રોટલીને તમારી પસંદગી પ્રમાણે લેમ્બ ચોરસ અથવા ચતુષ્કોણમાં કાપો. એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને પછી આ ટુકડાઓને ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે ગરમા ગરમ શક્કરપારા. તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તમારી સાંજની ચા સાથે આનંદ લઇ શકો છો

ભાખરવાડી : આ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન નાસ્તો છે જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો તમે કંઇક નવું ટ્રાય કરવા માંગતા હોય તો તમે ચા સાથે ભાખરવાડી નાસ્તાની મજા માણી શકો છો.

ભાખરવાડી માટે સામગ્રી : મૈંદા 1 કપ, બેસન 1 કપ, તેલ 1/2 કપ, અજમો 1/2 ચમચી, હળદર, સ્વાદ માટે મીઠું, તેલ તળવા માટે, તલ 1 ચમચી, શેકેલી ખસખસ 1 ચમચી, છીણેલું નારિયેળ 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, જીરું પાવડર 1/2 ચમચી, ધાણાજીરું પાવડર 1/2 ચમચી, ખાંડ પાવડર 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી

ભાખરવાડી બનાવવાની રીત : સૌથી પહેલા મૈંદા અને ચણાના લોટને ચાળી લો અને તેમાં મીઠું, અજમો, હળદર અને થોડું તેલ નાખીને મિક્સ કરો અને પછી પાણીથી કઠણ લોટ બાંધો.

બાંધેલા લોટને લગભગ અડધો કલાક ઢાંકીને સેટ થવા માટે રાખો. હવે એક પેનમાં ખાંડ અને લીંબુના રસ સિવાયની બધી સામગ્રીને ડ્રાય રોસ્ટ કરી લો. હવે આ સામગ્રીની સાથે ખાંડ ઉમેરીને તેને બરછટ પીસી લો. હવે તેમાં લીંબુનો રસ અને થોડું તેલ નાખીને મિક્સ કરો. હવે કણકના ગોળા બનાવો અને તેના કરતા 8 ઇંચ મોટી પુરી વણો. પુરીમાં સ્ટફિંગ ફેલાવો અને પછી ફરીથી રોલ કરો.

પછી પાણીથી બંને બાજુથી કિનારીઓને ચોંટાડો. હવે છરીથી રોલને અડધા ઇંચના ટુકડામાં કાપી લો. પછી આ ટુકડાને થોડો દબાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તે ટુકડાઓને તળી લો. તો તૈયાર છે તમારી ક્રિસ્પી ભાકરવડી.

કેળા ચિપ્સ : આ એક દક્ષિણ ભારતીય નાસ્તો છે અને તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો અને તમારી સાંજની ચા સાથે તેનો આનંદ માણી શકો છો. આવો જાણીએ તેને કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી : 3-4 કાચા કેળા, સ્વાદ પ્રમાણે મીઠું,, તળવા માટે તેલ

કેળા ચિપ્સ બનાવવાની રીત : સૌપ્રથમ કાચા કેળાને છોલી લો પછી એક બાઉલમાં પાણી અને મીઠું નાંખો અને તેમાં કેળા નાખીને 10 થી 15 મિનિટ માટે રાખો. આ પછી છરી વડે કેળાને પાતળા આકારમાં કાપી લો. આ ટુકડાને કોટનના કપડા પર ફેલાવી દો જેથી તેનું પાણી સુકાઈ જાય.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને સૂકા કેળાના ટુકડાને સારી રીતે તળી લો. તમારી કેળાની ચિપ્સ તૈયાર છે હવે તેને દરરોજ ચા સાથે તેનો આનંદ માણો. તમે જોયું ને કે ચા માટે નમકીન નાસ્તો તૈયાર કરવો કેટલો સરળ સરળ છે. તમે ઘરે જ બનાવો આ નમકીન રેસિપી અને તમારી ચાની મજાને બમણી કરો. અમને આશા છે કે તમને આ રેસિપી જરૂરથી ગમી હશે. તમે બીજી આવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા