sleeping exercise for weight loss
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધતું વજન ન માત્ર તમારી પર્સનાલિટી બગાડે છે, પરંતુ તે તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, કોલેસ્ટ્રોલ, હૃદય સંબંધિત વગેરે જેવી ઘણી બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે. તેથી, ચરબી બર્ન કરવા માટે, તમારે સારો આહાર લેવાની સાથે સાથે દરરોજ કસરત કરવી જોઈએ.

કસરત તમને ચરબી બર્ન કરવાની સાથે ઘણા ફાયદા આપે છે. જેમ કે, મૂડ સુધારે છે, હાડકાંને મજબૂત બનાવે છે અને ઘણા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે. આટલું જ નહીં, દરરોજ કસરત કરવાથી તમારા ચહેરા પર ચમક પણ આવે છે. પરંતુ, સ્ત્રીઓ ઘણીવાર કસરતને અવગણતી હોય છે. તે ઘર અને ઓફિસની જવાબદારીઓમાં એટલી વ્યસ્ત હોય છે કે તેને બહાર જવાનો કે જિમ જવાનો પૂરતો સમય નથી મળતો.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે 2 અસરકારક કસરતો લાવ્યા છીએ. સવારે ઉઠ્યા પછી પથારી પર સુતા સુતા તમે તેને સરળતાથી કરી શકો છો. દરરોજ માત્ર 10 મિનિટની કસરત કરવાથી તમે થોડા દિવસોમાં ઘણો બદલાવ અનુભવશો. આ વિશે માહિતી અમને ફિટનેસ ટ્રેનર જૂહી કપૂરે આપી છે.

1) લેગ ડ્રોપ્સ કસરત

 

View this post on Instagram

 

A post shared by Juhi Kapoor (@theyoginiworld)

કોર, ખાસ કરીને તમારા પેટનો ભાગ, સમગ્ર શરીરનું પાવરહાઉસ કહેવાય છે. મજબૂત કોર વિના, કસરત દરમિયાન પીઠનો દુખાવો અને સામાન્ય ઇજાઓનું જોખમ વધી જાય છે. પેટને મજબૂત કરવા માટે લેગ ડ્રોપ એ એક સરસ રીત છે. લેગ ડ્રોપ્સ એ પેટની કસરત છે જે પેટ અને પીઠના નીચેના ભાગને મજબૂત બનાવે છે અને તમારી પીઠનું રક્ષણ કરે છે.

પદ્ધતિ

 • આ કરવા માટે, સૌથી પહેલા પલંગ પર સીધા સૂઈ જાઓ.
 • પછી હાથને હિપ્સની નીચે રાખો.
 • હવે એક પગને 90 ડિગ્રી પર રાખો અને બીજા પગને નીચે કરો.
 • પછી બીજા પગ સાથે કસરતનું પુનરાવર્તન કરો.
 • આ કસરત ઓછામાં ઓછી 40 વખત બંને પગ સાથે કરો.

આ પણ વાંચો: આ 4 ટિપ્સ અપનાવશો તો માત્ર 1 જ મહિનામાં તમારા વજનમાં ફેરફાર દેખાવા લાગશે

2) રિવર્સ ક્રન્ચીસ

પેટની ચરબી ઘટાડવા અને સપાટ પેટ મેળવવા માટે રિવર્સ ક્રંચ એ શ્રેષ્ઠ કસરત છે. સામાન્ય ક્રન્ચ્સની તુલનામાં, આ કસરત પેટના સ્નાયુઓ પર કામ કરે છે. જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ કસરત ખુબ જ ફાયદાકારક છે.

તેનાથી કરોડરજ્જુ અને હિપ્સ મજબૂત બને છે. પીઠના નીચેના સ્નાયુઓને સ્થિર અને લવચીક બનાવવા માટે રિવર્સ ક્રન્ચ્સ ખૂબ ફાયદાકારક છે. આ કસરતની સૌથી સારી વાત એ છે કે કોઈપણ તેને ખૂબ સરળતાથી કરી શકે છે. પરંતુ, રિવર્સ ક્રન્ચ કરતી વખતે કોરને ટાઈટ જરૂર કરો.

આ પણ વાંચો: પથારીમાં સૂતા પહેલા કરો આ 2 કામ, શરીરનું વજન અને પેટની આજુબાજુ જમા થયેલી ચરબી પણ ઘટવા લાગશે

પદ્ધતિ

 • આ કસરત કરવા માટે બેડ પર સૂઈ જાઓ.
 • આમાં પણ તમારે તમારા હાથને હિપ્સની નીચે રાખવાના છે.
 • પગની એડીઓને ક્રોસ કરો અને ઘૂંટણને સહેજ ઢીલા રાખો.
 • હિપ્સને ઉપર ઉઠાવો અને પગને શરીરના ઉપરના ભાગ તરફ ખેંચો.
 • પછી તેને જૂની સ્થિતિમાં પાછા લાવો.
 • આ પણ 20 વાર જરૂર કરો.

સાવધાની : ગેસ/ફૂલવું, પેટ નો દુખાવો, નીચલા પીઠનો દુખાવો, ગર્ભાવસ્થા અને પિરિયડ વખતે આ સમસ્યાઓમાં આ કસરત કરવાનું ટાળવું જોઈએ.

તમે પણ બેડ પર આ 2 કસરત કરીને શરીરની ચરબી ઘટાડી શકો છો. જો તમે પણ ફિટનેસને લગતી કોઈ માહિતી ઈચ્છતા હોવ તો લેખની નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા