food for thyroid balance
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

તમારા થાઇરોઇડ લેવલને મેનેજ કરવા માંગો છો, તો આજથી જ તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
જો થાઇરોઇડની સમસ્યા તમને પણ પરેશાન કરી રહી છે, તો નિષ્ણાતો પાસેથી જાણો કે તમે તમારા થાઇરોઇડના સ્તરને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો. આજના સમયમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

થાઇરોઇડ એ આપણા શરીરની હોર્મોન નિયમનકારી ગ્રંથિ હોય છે. જ્યારે આમાં અસંતુલન હોય છે, ત્યારે થાઇરોઇડ હોર્મોન્સ વધુ કે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને થાઇરોઇડની સમસ્યા શરુ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ આપણા મેટાબોલિક રેટ અને શરીરના વિકાસને પણ અસર કરે છે.

જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય છે તો તમને થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે.

  • થાક અને નબળાઈ
  • વજન વધારો
  • આંખો હેઠળ ભારેપણું
  • ઠંડા પગ
  • શુષ્ક ત્વચા
  • વાળ ખરવા
  • પાચન સમસ્યાઓ
  • ચીડિયાપણું અને ચિંતા
  • માથાનો દુખાવો
  • ઊંઘ ન આવવી

શુ કરવુ ?

થાઇરોઇડના લેવલને નિયંત્રિત કરવા માટે તમે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ડાયટિશિયન મનપ્રીતે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે.

અળસીના બીજ

અળસીના બીજમાં ઓમેગા-3 અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે થાઇરોઇડ હોર્મોન સ્ત્રાવને વધુ સક્રિય કરે છે. વજન ઘટાડવા માટે અળસીના બીજ પણ ઉત્તમ છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

કોળાં ના બીજ

કોળાના બીજ થાઇરોઇડના સ્તરને નિયંત્રિત કરવામાં પણ અસરકારક હોય છે. તેમાં ઝિંક જોવા મળે છે જે થાઈરોઈડના કાર્યને સુધારે છે. આ સિવાય તેમાં હાજર વિટામિન E આંખોની આસપાસના સોજાને પણ ઘટાડવામાં મદદ કરે છે.

સૂર્યમુખીના બીજ

સૂર્યમુખીના બીજમાં સેલેનિયમ અને એમિનો એસિડ હોય છે જે થાઇરોઇડ ગ્રંથિના કાર્યને સુધારવામાં ખુબ મદદ કરે છે. તેમાં સેરોટોનિન પણ જોવા મળે છે જે મૂડને સુધારે છે.

ડાયેટિશિયન મનપ્રીતની પોસ્ટ અહીં જુઓ

કાળું જીરું

જો તમને થાઈરોઈડની સમસ્યા છે, તો તમારા આહારમાં કાળું જીરુંનો અવશ્ય અમાવેશ કરવો જોઈએ. તે TPO એન્ટિબોડીઝને સુધારે છે અને થાઇરોઇડ હોર્મોન્સને સંતુલિત કરે છે. તેનાથી ઉંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થાય છે.

આદુ પાણી

થાઈરોઈડની સમસ્યામાં આદુનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી આપણું મેટાબોલિઝમ સુધરે છે. તે હાઈપોથાઈરોઈડના લક્ષણોને ઘટાડે છે. એક ગ્લાસ પાણીમાં આદુના થોડા ટુકડા નાખીને ચમચીથી હલાવીને ધીમે ધીમે પીવો.

જો તમને અમારી આજની આ માહિતી પસંદ આવી હોય, તો આ લેખ શેર કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, જો તમે આવા વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા