skin whitening tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભારતીય રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કેટલીક સામગ્રી એવી પણ છે જેનો ઉપયોગ રસોડાની સાથે ચહેરા પર પણ કરી શકાય છે. આજે અમે તમને આમાંથી 3 વસ્તુ વિશે જણાવીશું, જેનો તમે ત્વચાની વધારાની કાળજી લેવા માટે ચહેરા પર અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

ચણા નો લોટ : ચણાના લોટનો ઉપયોગ, પ્રાચીન સમયમાં બ્યુટી પ્રોડક્ટ નહોતી, ત્યારથી સૌંદર્ય માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, મુખ્યત્વે ત્વચાની ઊંડા સફાઈ કરવા માટે ચણાના લોટ સારું કુદરતી સ્ક્રબ છે. ચણાના લોટમાં એક્સ્ફોલિએટિંગ ગુણ હોય છે. તમે જનતા હશો કે ચણાના લોટમાંથી સારું ઉબટન બનાવી શકાય છે.

ઉબટન બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ, પીસેલી બદામ, દહીં, ચણાનો લોટ અને હળદર મિક્સ કરો. સૌથી પહેલા તલના તેલથી શરીર પર માલિશ કરો અને પછી આ પેસ્ટ લગાવો. પછી નહાવાના અડધા કલાક પહેલા ધોઈ લો. તેનાથી મૃત ત્વચા દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.

ચહેરાની ટેન દૂર કરવા, ત્વચાને કડક બનાવવા અબે ઊંડાઈથી સાફ કરવા માટે ચણાના લોટનો ફેસનો ઉપયોગ કરો . ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ અને એક ચપટી હળદર ઉમેરીને ફેસપેક બનાવો. પછી તેને ત્વચા પર લગાવો અને અડધા કલાક ચહેરા પર રાખીને પછી ધોઈ લો.

પીસેલી બદામને ચણાનો લોટ, દૂધ અને લીંબુના રસ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તે ટેન દૂર કરીને ત્વચાના રંગને હળવા કરવામાં ખુબ મદદ કરે છે.ચણાના લોટનો પેક ઓઈલી સ્કિનને ઘટાડી શકે છે.

ચણાના લોટમાં દૂધ અથવા દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. ખીલવાળી ત્વચા માટે ચણાના લોટમાં ચંદન, હળદર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બાનવીને સ્વચ્છ ચહેરા પર લગાવીને 20 મિનિટ રાખો અને પછી ચહેરો ધોઈ લો.

હળદર : હળદર તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મોને કારણે પ્રાચીન સમયથી ઔષધીય અને કોસ્મેટિક વસ્તુઓ માટે એક મહત્વપૂર્ણ સામગ્રી છે. હળદર ત્વચાને કોમળ બનાવે છે. તેમાં બ્લીચિંગ ગુણ હોય છે જે ત્વચાના રંગ ચમકદાર બનાવે છે.

તમે પણ તમારી ત્વચા પર હળદરનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો, જેમ કે, ટેન દૂર કરવા માટે દહીંમાં એક ચપટી હળદર ભેળવીને દરરોજ ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. ત્વચામાં ચમક આવશે.

એક બાઉલમાં ચણાના લોટમાં દહીં અને ચપટી હળદર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હાથ અને પગ પર લગાવીને અડધા કલાક પછી તેને ધોઈ લો. આ એક સારું હોમમેડ બોડી પેક છે જેને તમે અઠવાડિયામાં ત્રણ વાર જરૂર લગાવો.

ચહેરા પરના અનિચ્છીત વાળ ઘટાડવા માટે હળદર અને દૂધની પેસ્ટ તૈયાર કરો અને તેને ચેહરા પર લગાવીને ગોળાકાર ગતિમાં ઘસો. એવું કહેવાય છે કે તે સમયની સાથે ચહેરાના વાળ પણ દૂર થાય છે. પરંતુ આ ઉપાય પછી તમારી ત્વચા પર આછો પીળો રંગ છોડી શકે છે.

સ્ટ્રેચ માર્કસના નિશાન હોય તો તેને ઓછા કરવા માટે, પહેલા ઓલિવ ઓઈલ લગાવીને મસાજ કરો. ત્યારબાદ ચણાનો લોટ, દહીં અને હળદર મિક્સ કરીને તે જગ્યાએ લગાવો અને અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો. તમને ટૂંક જ સમયમાં સારા પરિણામો જોવા મળશે.

ગુલાબ જળ : ગુલાબજળમાં વિટામીન A, C, D અને B3 હોય છે. સૌથી સારી વાત એ છે કે તે સંવેદનશીલ ત્વચા અને ખીલવાળી ત્વચા માટે ગુલાબજળ ઉપયોગી છે. ગુલાબ જળ એક પ્રકારનું નેચરલ મોઈશ્ચરાઈઝર અને પાવરફુલ નેચરલ સ્કિન ટોનર છે જે શુષ્ક ત્વચા માટે ખૂબ જ સારું છે.

આશા છે કે તમને અમારો આ લેખ ખુબ જ ગમ્યો હશે અને જો ગમ્યો હોય અને આવા જ વધુ લેખો વાંચવા માંગતા હોય તો રસોઈદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા