shetur na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે ગામડામાં રહો છો તો તમે દરેક સીઝનમાં ફળો ખાતા હશો પરંતુ જો તમે શહેરમાં રહો છો તો તમે એવા કેટલાક ફળો ખાઈ શકતા નથી. તો આજે તમને એક એવા ફળ વિષે જણાવીશું જે ફળ શહેરના લોકો ભાગ્યેજ ખાઈ શકે છે. તો આ ફળનું નામ છે શેતૂર.

શેતૂર તેના ખાસ સ્વાદ મીઠા અને ખાટા માટે જાણીતું છે, એટલે કે, તે સ્વાદથી ભરપૂર હોય છે. શેતૂરનું વૈજ્ઞાનિક નામ મોરસ અલ્બા છે. શેતૂરના ફળ લાલ, કાળા અને વાદળી રંગોમાં જોવા મળે છે એટલે તે એકથી વધુ રંગોમાં જોવા મળે છે, પરંતુ કાળા શેતૂરનો સ્વાદ શ્રેષ્ઠ માનવામાં આવે જે સ્વાદથી ભરપૂર હોય છે.

જો કે શેતૂરને કાચું ખાવાનું વધુ પસંદ કરે છે પરંતુ તેનો ઉપયોગ શરબત, જામ, જેલી વગેરે બનાવવામાં પણ થાય છે. શેતૂર આપણા શરીર માટે મહત્વપૂર્ણ કારણકે શેતુર પોષક તત્વોથી ભરપૂર છે. શેતૂરમાં વિટામિન-સી, કે, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. એટલે કે, શેતૂર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ શેતૂર ના ફાયદા વિશે.

પાચન સુધારે: શેતૂર પાચન માટે ફાયદાકારક છે. શેતૂરમાં ભરપૂર ફાઈબર હોય છે જે પાચન સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત ની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ સિવાય શેતૂરમાં જોવા મળતા ગુણો શરીરમાં લાલ રક્તકણોના ઉત્પાદનને પણ વધારે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે: શેતૂરનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા ગુણો રક્તવાહિનીઓને આરામ આપે છે અને લોહીના ગંઠાવા, સ્ટ્રોક અથવા હાર્ટ એટેક જેવા રોગોની શક્યતા ઘટાડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: શેતૂરમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે કોઈપણ રોગ અથવા બાહ્ય તત્વો સામે શક્તિશાળી રક્ષણાત્મક શસ્ત્ર માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી નબળી રોગપ્રતિકારક નબળી હોય તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

હાડકા માટે પણ ફાયદાકારક: જે લોકોના હાડકા નબળા છે તે લોકો માટે શેતુર ફાયદાકારક છે. શેતૂરમાં ભરપૂર માત્રામાં વિટામિન-કે, કેલ્શિયમ, તેમજ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે હાડકાના પેશીઓના નિર્માણ અને જાળવણી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શેતૂર હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકાં સંબંધિત વિકૃતિઓને રોકવામાં મહત્વપૂર્ણ છે.

વાળને સ્વસ્થ બનાવે: શેતૂરમાં જોવા મળતા ગુણો વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ વાળનો ગ્રોથ વધારવામાં ફાયદાકારક છે આ સાથે તે વાળ ખરતા અટકાવે છે. શેતૂર ચહેરા પરના કાળા ડાઘ અને ફોલ્લીઓ ઘટાડી શકે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા