maggi masala recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મેગી સૌ કોઈની પસંદ છે. બાળકોથી લઈને વડીલો સુધી લગભગ દરેક વ્યક્તિને મેગી ખાવી ગમે છે. સવાર હોય કે સાંજ લગભગ મેગી એ ભારતમાં મુખ્ય નાસ્તો છે કારણ કે તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે. પરંતુ મેગીનો મસાલો માત્ર મેગીનો સ્વાદ જ સ્વાદ નથી વધારો પણ તે ખાવાનો સ્વાદ પણ વધારે છે.

એવા ઘણા લોકો છે જે મેગી મસાલાનો ઉપયોગ માત્ર મેગી બનાવવા જ નહિ પરંતુ બીજી ઘણી વાનગીઓ બનાવવા માટે પણ કરે છે. એવી ઘણી સ્ત્રીઓ છે જે બજારમાંથી મેગી મ્મસાલો લાવાના બદલે ઘરે જ મેગી મસાલો બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે.

ઘણી મહિલાઓ તેનો ઉપયોગ શાકમાં કરે છે અને કેટલાક લોકો બીજી વાનગીઓમાં. તો આવી સ્થિતિમાં આજે અમે તમને મેગી મસાલાના કેટલાક બીજા ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે સરળતાથી તે વાનગીઓને સ્વાદિષ્ટ બનાવી શકો છો.

આમલેટમાં : જો તમે પણ મસાલા આમલેટનો સ્વાદ કોઈદિવસ ચાખ્યો હશે અને જો તમે તેનો સ્વાદ નથી ચાખ્યો તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા લોકો ઓમેલેટ વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મેગી મસાલાનો ઉપયોગ કરે છે, જેને લોકો મેગી મસાલા ઓમલેટ પણ કહે છે. આ માટે તમે ઘરે બનાવેલો મેગી મસાલાનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા એક વાસણમાં ઈંડાને ફોડીને નાખો અને તેમાં સમારેલી ડુંગળી, લીલું મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં થોડોક મેગી મસાલો ઉમેરીને શરીરથી સારી રીતે મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને આમલેટ બનાવી લો. અમને આશા છે કે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો.

જીરા આલુ શાકમાં (બટાકા જીરુંનું શાક) : સૌપ્રથમ મેગી મસાલાને એક પેનમાં નાખીને સારી રીતે ડ્રાયરોસ્ટ કરી લો. મસાલાને શેક્યા પછી એક વાસણમાં કાઢી લો. જ્યારે જીરું બટાકાના શાકને ગેસ પરથી ઉતારવામાં 5 મિનિટ બાકી હોય ત્યારે તેમાં શેકેલા મેગી મસાલો ઉમેરીને મિક્ષ કરી લો. મેગી ઉમેરવાથી મલાસા જીરા બટેટાને વધારે મસાલેદાર બનાવવાનું કામ કરે છે.

બ્રોકોલીના શાકમાં : શિયાળાની ઋતુમાં બ્રોકોલીનું શાક દરેક વ્યક્તિ ખાવાનું પસંદ હોય છે. આ શાક ખાવામાં ટેસ્ટી હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એવામાં જો તમે બ્રોકોલીનું મસાલાવાળું શાક બનાવવા જઈ રહ્યા હોય તો તેમાં મેગી મસાલાનો ઉપયોગ કરી શકો છો. મેગી મસાલાનો ઉપયોગ તમારા શાકનો સ્વાદ વધારી શકે છે.

આ માટે સૌથી પહેલા શાકના મસાલા સિવાય બધા મસાલા ઉમેરીને બ્રોકોલી પકાવો. જ્યારે એવું લાગે કે શાક અડધું પાકી ગયું છે તો તેમાં મેગી મસાલો ઉમેરો અને સારી રીતે હલાવો અને લગભગ 5 મિનિટ થાય પછી ગેસ બંધ કરી દો. આનથી બ્રૉકલીના શાકનો સ્વાદ વધી શકે છે.

ભજિયાંમાં કરો ઉપયોગ : તમે તેમાં મેગી મસાલાનો ઉપયોગ કરીને એક અલગ સ્વાદ ચાખવા મળશે. જ્યારે તમે ચણાના લોટનું બેટર બનાવો ત્યારે તમે તે બેટરમાં એકથી બે ચમચી મેગી મસાલો ઉમેરીને મિક્સ કરી લો. તમે ડુંગળીના ભજીયા, મિક્સ ભજીયા, બટાકા વડા, બ્રેડ પકોડા અને લીલા મરચાના ભજીયામાં મેગી મસાલાનો ઉપયોગ કરી શકો છો.

પરાઠા અથવા સમોસામાં : જો તમે પરાઠા અથવા સમોસાનો મસાલો તૈયાર કરી રહયા છો તો તમે મેગી મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા પરાઠા અને સમોસાના મસાલામાં મેગી મસાલો નાખીને થોડી વાર સારી રીતે શેકી લો. શેક્યા પછી તેને પરાઠા અથવા સમોસામાં નાખીને રાંધી શકો છો.

આ પરોઠા અને સમોસાના સ્વાદમાં વધારો કરી શકે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ કિચન ટિપ્સ અને અવનવી નાસ્તાની વાનગી ની રેસિપી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા