ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે સખત સૂર્યપ્રકાશ અને વધુ પડતા પરસેવાના કારણે ડિહાઇડ્રેશન ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેથી દિવસ દરમિયાન પૂરતું પાણી અને મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
આજે અમે તમને એવા જ એક સ્વાદિષ્ટ અને ઉનાળામાં સરળતાથી મળી રહેતા શેતૂર ફળ વિશે જણાવી રહ્યા છીએ. ઉનાળામાં શેતુળ ખાવું તમારા માટે 3 રીતે ફાયદાકારક હોઈ શકે છે અને તો ચાલો આ રસદાર સ્વાદવાળા ફળના ફાયદા વિશે વાત જાણીયે.
શેતૂરના ઘણા નામ છે જે વિશ્વના આપણા ભાગમાં દરેક જગ્યાએ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. શેતૂરના ઘણા ફાયદાઓ વિશે હજુ પણ ઘણા લોકો અજાણ છે. આ ફળ સુપર હેલ્ધી હોવાની સાથે અમૂલ્ય છે. ત ચાલો જાણીયે કે દરેક વ્યક્તિએ આ મોસમી ફળ કેમ ખાવું જોઈએ.
ઉનાળામાં શેતૂર ખાવાના 3 અદ્ભુત ફાયદા વિશે વાત કરીએ તો પહેલો ફાયદો છે આંખો માટે સારું છે. લાંબા સમય સુધી કામ કરવાથી અને સોશિયલ મીડિયા પર અપડેટ રહેવાને કારણે આપણે મોટાભાગનો સમય સ્ક્રીન(મોબાઈલ અને કોમ્પ્યુટર) પર વિતાવીએ છીએ.
જો તમે પણ ઘણો સમય ઓનલાઈન વિતાવો છો અને આંખોમાં થાક અથવા શુષ્કતા અનુભવો છો તો તમારા આહારમાં શેતૂરને સામેલ કરો. તેમાં ઝેકસૈથિન અને કૈરોટીન હોય છે જે તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ સિવાય શેતૂર રેટિનાને હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે પણ જાણીતું છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે : જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચિંતિત હોવ તો આ શ્રેષ્ઠ વિટામિન શૉટ છે જે તમે લઈ શકો છો. આ સિઝનમાં શેતૂર તમને શરદી અને ફ્લૂથી તમને બચાવીને રાખશે.
વજન ઘટાડવામાં મદદરૂપ : જો વજન ઓછું કરવું અને અઘરું લાગે છે તો તમારા આહારમાં શેતૂરનો સમાવેશ કરો. જો તમારે વજન ઘટાડવું હોય પણ શરીર ફૂલેલું લાગતું હોય તો શેતુર ખાઓ. તે તમારી પાચનશક્તિ સુધારે છે અને તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તમને જણાવી દઈએ કે 1 કપ શેતૂરમાં માત્ર 60 કેલરી હોય છે
શેતૂરના બીજા ફાયદા : આ લેખમાં જણાવ્યા મુજબ શેતૂરના સ્વાસ્થ્ય લાભો ઉપરાંત, લોકો શેતૂરને એક ફળ તરીકે પણ જાણે છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ સાથે શેતુર એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે અસરકારક રીતે રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે પણ અદ્ભુત છે.
વિટામિન્સ અને પોષક તત્ત્વોથી ભરપૂર શેતૂર વિટામિન K, C અને પોટેશિયમનો એક ઉત્તમ સ્ત્રોત છે. તે પાચનમાં સુધારો કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને દાંતના પોલાણ અને પેઢાની સમસ્યાઓને પણ મટાડે છે. શેતૂર ખરતા વાળ, ખીલ અને ડાઘ ઘટાડે છે અને વૃદ્ધત્વને ધીમું કરે છે અને શુષ્ક અને સંવેદનશીલ ત્વચા માટે ઉત્તમ છે
તમે પણ તમારી જાતને હાઇડ્રેટ રાખવા માંગતા હોય અને આ 3 ફાયદાઓ મેળવવા માટે તમારે ઉનાળામાં શેતૂર નું સેવન કરવું જોઈએ. અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયોય સાથે જોડાયેલા રહો.