surti sev khamani recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમારી માટે લઈને આવ્યા છીએ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ જે ખુબજ ખાવામાં આવે છે. આ ફરસાણ નાનાથી લઈએ મોટા દરેક લોકો ખાઈ શકે છે. આ ફરસાણ ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં બનીને તૈયાર થઇ જાય છે. તો આ ફરસાણ નું નામ છે સેવ ખમણી. તો ચાલો જાણીએ સેવ ખમણી બનાવવાની રીત.

સેવ ખમણી માટે જરૂરી સામગ્રી: એક કપ ચણાનો લોટ, બે ચમચી રવા, એક ચમચી મરચાની પેસ્ટ, અડધી ચમચી આદું ની પેસ્ટ, અડધી ચમચી પીસેલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, દરેલી ખાંડ, અડધી ચમચી લીંબુ ના ફૂલ, બે મોટી ચમચી તેલ, જરૂર મુજબ પાણી, ઈનો.

વઘાર માટે: ત્રણ ચમચી તેલ, એક ચમચી રાઇ, એક ચમચી સફેદ તલ, લીમડા ના પાન, એક લીલા મરચાના નાના ટુકડા, એક ચમચી હિંગ
હળદર, જરૂર પ્રમાણે પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ

સેવ ખમણી સજાવટ માટે: નાયલોન ની સેવ, શેકેલા તાજા નારિયેળ, દાડમ ના દાણા

સેવ ખમણી બનાવવાની રીત: સૌ પ્રથમ એક ચારણી માં ચણાનો લોટ અને રવાના લોટ ને ચાળી લેવો. પછી તેમાં મરચાની પેસ્ટ, આદું ની પેસ્ટ, પીસેલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ અને તેલ નાખવું. પછી ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવવું (બેટર વધુ જાડું કે વધુ પાતળું ન બનાવવું).

પછી તેને પાંચ થી છ મિનીટ સુધી હલાવી અને દસ મિનીટ સુધી ઢાંકી ને મૂકી દેવું. એક કડાઈ મા બે કપ પાણી લઇ તેણે ગરમ થવા દેવું. ત્યાર બાદ ખમણ ઢોકળાના મોલ્ડ ગ્રીસ કરી લેવા. ત્યારબાદ બેટર મા ઇનો નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લેવું. પછી ગ્રીસ કરેલા મોલ્ડમા બટર નાખી ને મોલ્ડ ને ગરમ કરેલી કડાઈ માં મુકી ને ઢાંકી દો.

પંદર મિનિટ પછી એક પાતળી સળીની મદદથી ચેક કરી લેવું કે ખમણ બરાબર થઈ ગયા છે કે નહિ. બરાબર થઇ ગયા પછી તેણે બહાર કાઢી થોડાં ઠંડાં થવા દેવા, પછી તેના પીસ કરી લેવા. પછી ખમણ નો ભુક્કો કરવાં માટે એક છીણી ની મદદ થી તેનો એકસરખો ભૂક્કો કરી લેવો.

વઘાર માટે: એક કડાઇ ને ધીમા ગેસ પર મૂકી તેમાં ત્રણ થી ચાર ચમચી તેલ નાખવું. પછી તેમાં રાઇ, તલ, મીઠા લીમડાના પાન, મરચાના નાના ટુકડા, હિંગ, હળદર, પાણી, મીઠું, અને ખાંડ નાખી બરાબર વઘાર કરી લેવો. પછી તેમાં ભૂક્કો કરેલા ઢોકળાં નાંખી ને બરાબર મિક્સ કરી લેવા.

છેલ્લે કોથમીર, સેવ, તાજા નારિયેળ અને દાડમ ના દાણા નાખી સર્વ કરો. જો તમને અમારી આ રિસીપીપસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, રિસીપી, યોગા અને બીજી ઘણી બધી માહિતી દરોજ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આજે જ તમારા ઘરે બનાવો ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ સુરતી સેવ ખમણી, એકવાર ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો”