ઘરે ક્રિસ્પી સમોસા બનાવવા માટે, લોટ કેવી રીતે બાંધવો તેના માટે જાણો આ 5 ટિપ્સ

samosa recipe tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ થાય છે તેમ તમે કોઈપણ મીઠાઈ સ્ટોરમાં ગરમ ​​સમોસાઓ બનતા જોતા હશો. જો કે બજારમાં તમને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સમોસા માત્ર 10 થી 20 રૂપિયામાં ખાવા મળી જતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકોને રસોઈના શોખીન છે, તેઓ એક વખત ઘરે સમોસા બનાવાનો જરૂર ટ્રાય કરે છે.

જો કે સમોસા બનાવવા ખૂબ જ સરળ છે, પરંતુ તમારે બજારની જેમ ક્રિસ્પી સમોસા બનાવવા માટે કણક સરસ રીતે તૈયાર કરવી જોઇએ. ઘણા લોકો ઘરના લોટના સમોસા બનાવે છે, પરંતુ તે સમોસામાં મૈદામાંથી તૈયાર કરેલા સમોસા જેવી હોતી નથી.

પરંતુ સમોસા માટે મૈદાને ગૂંથતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તમે મૈદાને બરાબર ગૂંથ્યું હોય તો તમને બજારની જેમ સ્વાદિષ્ટ સમોસા બનાવવાથી કોઈ રોકી શકે નહીં. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે સમોસા બનાવવા માટે મૈદાને કેવી રીતે ગૂંથી શકાય.

સ્ટેપ 1

ઘણા લોકો આ સ્ટેપ બિલકુલ ફોલો કરતા નથી, પણ સમોસા માટે મૈંદા ને ગૂંથવાનું પહેલું કામ એ છે કે તમે લોટને ચાળી લો. ખરેખર, ઘઉંના લોટની જેમ, મૈદામાં પણ થૂલું હોય છે. જો કે, તેને પાતળી ચાળણી દ્વારા ચાળી લેવું જોઈએ. ચાળી ગયેલો લોટને ગૂંથવામાં પણ સરળ છે અને તે સમોસા પણ સારા બને છે.

સ્ટેપ 2

લોટ ચાળ્યા પછી, તમારે મોયન તૈયાર કરવાનું હોય છે. જો તમે મૈદાના સમોસા બનાવી રહ્યા છો, તો તમે ઓછા મોયન ઉમેરો તો પણ સમોસા ક્રિસ્પી બનશે. બીજી બાજુ, જો તમે ઘરના લોટના સમોસા બનાવી રહ્યા છો, તો તમારે વધુ મોયન ઉમેરવું. અહીંયા આપણે મૈદાના સમોસા બનાવીશું, તેથી હું તમને તેની રીત જણાવીશ.

સામગ્રી

  • 2 કપ લોટ,
  • 5 ચમચી તેલ
  • એક ચપટી સોડા

બનાવવાની રીત

લોટમાં પાણી ઉમેરતા પહેલા, તમારે તેલ ઉમેરવાનું છે. તમે તેલની જગ્યાએ દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે દેશી ઘી ઉમેરી રહ્યા છો, તો પહેલા ઘી ને ગરમ કરીને નાખો. જરૂર કરતાં વધુ મોયન અને સોડા ના ઉમેરો, આમ કરવાથી સમોસાનો સ્વાદ બગડી જાય છે અને સમોસા ખૂબ જ ઓઈલી બની જાય છે. વધુ પડતા મોયન અને સોડાને કારણે તળતી વખતે સમોસા ફાટવાનો પણ ડર રહે છે.

સ્ટેપ 3

સમોસા માટે શક્ય તેટલો કઠણ લોટ બાંધો. એટલા માટે ચમચી વડે પાણી રેડવું અને જરૂર પડે તો વધારે લેવું. જો તમે વધારે પાણી વાપરશો તો લોટ નરમ થઈ જશે. પછી તેને વણવામાં સમસ્યા થશે અને સમોસા ક્રિસ્પી બનશે નહિ.

સ્ટેપ 4

જ્યારે સમોસા માટે લોટ ગૂંથી લેવામાં આવે પછી તેને ભીના રસોડાના કપડાથી 10 મિનિટ સુધી ઢાંકીને રાખો. આ લોટ ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે, તેથી આ ટિપ્સનો ઉપયોગ કરવાથી સમોસા બનાવતી વખતે કોઈ સમસ્યા થશે નહિ.

આ પણ વાંચો: ઘરે મિની ડ્રાય સમોસા રેસીપી બનાવવાની રીત

સ્ટેપ 5

હવે છેલ્લી અને સૌથી મહત્વની ટિપ્સ એ છે કે, જ્યારે તમે સમોસા બનાવવા માટે મૈદાને વણો છો, ત્યારે ભૂલથી પણ સૂકો લોટ ના લગાવો અને શક્ય હોય તેટલી પાતળી અને મોટી વણો.

ઘરે સમોસા બનાવવા માટે તમે લોટ ગૂંથતી વખતે આ 5 ટિપ્સને ધ્યાનમાં રાખશો, તો તમે સમોસાને ઘરે બજારની જેમ બનાવી શકશો. જો તમને આ ટિપ્સ ગમી હોય તો આર્ટિકલ શેર કરો અને લાઈક કરો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.