bataka na bhajiya banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલીક ટિપ્સ સાથે બટાકાની ચિપ્સ નાં ભજીયા બનાવવાની રેસીપી. આ ભજીયા કેટલીક ટિપ્સ સાથે બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે અને આ ભજીયા બનાવવા પણ ખુબજ સરળ છે. અહીંયા આપણે ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કરવાનો નથી.

ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગ કર્યા વગર આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બનશે. આ ભજીયા એકદમ ક્રિસ્પી બનશે અને તેને લાંબો સમય કેવી રીતે ક્રીપી રાખી શકાય તે પણ બતાવીશું. તો ચલો હવે રેસીપી જોઈ લઈએ.

જરૂરી સામગ્રી

  • ૨ મોટા બટાકા
  • ઠંડું પાણી
  • ૧ કપ ચણાનો લોટ
  • ૧/૪ કપ ચોખાનો લોટ
  • ૧/૩ ટી સ્પૂન અજમો
  • અડધી ટી સ્પૂન હળદર
  • સમારેલા લીલાં મરચાં
  • કોથમીર
  • ૧/૪ ટી સ્પૂન હીંગ
  • તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

ચિપ્સ માટે

સૌ પ્રથમ બટાકા સારી રીતે ધોઈ ને છોલી દો. જયારે પણ બટાકાની ચિપ્સ નાં ભજીયા બનાવવા હોય ત્યારે બટાકું હંમેશા લાંબું લેવાનું છે. હવે ખમણી ની મદદ થી બટાકાની ચિપ્સ બનાવી લો. (અહીંયા ચિપ્સ પાતળી બનાવાની છે.) ચિપ્સ બની ગયા પછી ચિપ્સ ને 5-7 મિનિટ માટે ઠંડાં પાણીમાં મૂકી રાખો.

ભજીયામાટે ખીરું બનાવવાની રીત

સૌ પ્રથમ એક કપ ચાળેલો ચણાનો લોટ લેવો. હવે ભજીયા ક્રિસ્પી બનાવવા માટે ચોખાના લોટ ને ચણાના લોટમાં એડ કરો. (ધ્યાન રાખવું કે ચોખાનો લોટ ચણાના લોટ કરતા ચોથા ભાગનો લેવો).

હવે તેમાં ક્રશ કરેલો અજમો, હળદળ, હીંગ, સમારીને કટકા કરેલા લીલા મરચાં, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને એકદમ સરસ ખીરું તૈયાર કરીલો. લોટમાં પાણી થોડું થોડું ઉમેરીને ખીરું તૈયાર કરવું. અહીંયા આપણે સોડા કે બેકિંગ પાઉડરને એડ કરવાનો નથી, તો તમાંરે ખીરા ને 5-7 મિનિટ માટે ખીરાને એક બાજુ હલાવવું.

5-7 મિનિટ પછી ખીરુ એકદમ સારી રીતે તૈયાર થઈ જશે. અહીંયા તમને ખીરુ થોડું ફૂલેલું જોવા મળશે અને ખીરાનો કલર પણ બદલાઈ ગયો હસે. હવે આ ખીરાને એક બાજુ ઢાંકીને મૂકી દો.

હવે બટાકાની ચિપ્સ ને પાણીમાં રાખી હતી તેને એક કપડા માં લઈ ચિપ્સ ને સારી રીતે કોળી કરી દો. હવે એક કડાઈમાં તેલ થોડું વધારે લઇ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે થોડું તેલ ખીરા માં એડ કરીને ખીરાને બરાબર હલાવી દો. હવે ગરમ તેલ માં થોડું મીઠુ એડ કરો.

તેલમાં મીઠું એડ કરવાથી ભજીયામાં તેલ રહેશે નહિ અને તમારા ભજીયા લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. હવે બટાકાની ચિપ્સ ને ખીરામાં ડુબાડીને તેલમાં તળવા માટે મુકો. બધી ચિપ્સ ને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. ભજીયા તળતી વખતે ધ્યાન રાખો કે જ્યારે ભજીયા તેલની ઉપર આવવા લાગે ત્યારે જ તેને બીજી બાજુ તળવા માટે ફેરવો.

જ્યારે બન્ને બાજુ ભજીયા બરાબર તળાઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં બહાર કાઢી લો. અહીંયા તમે જોઈ શકશો કે તમારા ભજીયા બનીને તૈયાર થઇ ગયા છે. આ ભજીયા એકદમ ક્રિસ્પી અને ફૂલીને દડા જેવા બનેલા જોવા મળશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા