kapur na fayda in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ. પણ આ વસ્તુઓનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ. આવી જ એક વસ્તુ છે. કપૂર, કપૂરનું તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે.

પણ કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. તો ચાલો કપૂર અને કપૂરનું તેલ ના ફાયદા વિષે જોઈએ. કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર સારો રહે છે. શરીરના કોઈપણ અંગમાં દુઃખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે.

ગઠિયાવાના રોગીઓ માટે આ તેલ દ્વારા મસાજ કરવાથી ખૂબ જ લાભ થાય છે. કપૂરનો પ્રયોગ ફાટેલી એડીઓ માટે પણ કરી શકાય છે. કપૂર ફાટી ગયેલી એડિયો ના ચિરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે. ગરમ પાણીમાં થોડું કપૂર નાખી તેમાં પગ પલાળ્યા પછી સ્ક્રબ કરો. આવું થોડાં દિવસો સુધી કરો. તેના પછી એડીઓ પર સાદી ક્રીમ લગાવી દો.

કપૂરના તેલનો ઉપયોગ ખીલમાંથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે. કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના ડાઘ પણ ધીરે-ધીરે ઓછા થતા જાય છે. તે સિવાય પણ કપૂર દરેક મહત્વના રોગને મટાડવામાં પણ મદદ કરે છે.

કપૂરના તેલથી વાળની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. જેવી કે વાળમાં થનારો ખોડો અને ખરતા વાળની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે. તે વાળને જડથી મજબૂત બનાવે છે. તમે ઇચ્છો તો તેમાં ઈંડા કે પછી દહીં ભેળવીને પણ માથામાં લગાવી શકો છો. આ તેલ માથામાં લગાવ્યા પછી એક કલાક બાદ વાળને ધોઈ નાખવા.

શરીરનાં અંગો બળી ગયા હોય તો તેમાં આ તેલ નો ઉપયોગ કરવો લાભદાઇ છે. જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નીશાન વગેરે આવી ગયા હોય તો કપૂર ખૂબ જ મદદગાર છે. થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો અને થોડા દિવસો માટે આવું કરવો તમને ઘા અને તેના નિશાન માંથી મુક્તિ મળે છે.

શરીરની ત્વચા પર ખંજવાળ થતા કપૂરના તેલનો ઉપયોગ કરવાથી ખંજવાળથી રાહત મેળવી શકાય છે. કપૂરનું તેલ પણ આપણી ત્વચાને સુંદર બનાવવામાં ફાયદાકારી હોય છે. તેનો પ્રયોગ કરવાથી નિખાર વધી જાય છે. પણ સૌ પહેલાં તેનો પ્રયોગ તમારા હાથ પર કરીને જોઈ લેવો આ તેલથી કોઈ એલર્જી તો નથી થતી.

નાક ખુલ્લું રાખવા :-  નાના બાળકોને જ્યારે શરદી થઇ હોય ત્યારે તેમનું નાક બંધ થઇ જાય છે અને તેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો આવા સમયે કપૂરની ગોળી ને એક કપડામાં બાંધીને અને તેની માળા બનાવી નાના બાળકોને ગળામાં પહેરાવી દેવી જેથી કપૂરના પ્રભાવને કારણે તેનું નાક ખુલ્લું રહેશે અને બાળકો શાંતિથી ઊંઘી શકશે.

કપૂરનું તેલ બનાવવાની રીત

કપૂરનું તેલ બનાવવા સરળ છે. આમ તો તે બજારમાં camphore oil ના નામથી વેચાય છે પરંતુ જો તમે તેને ઘરે જ બનાવવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂર ના ટુકડા નાખીને તેને એક હવાચુસ્ત ડબામાં બંધ કરી દો.  ૨૪ કલાક પછી તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા