અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી સ્ટફડ રવા ઈડલી રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી:

 • ૩૦૦ ગ્રામ રવો (૧-૧/૨ -કપ)
 • ૩૦૦ ગ્રામ દહીં (૧-૧/૨ -કપ)
 • ૧/૪ – કપ પાણી
 • ૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
 • ૧ નાની ચમચી (ENO Salt) ઈનો પાઉડર
 • ૨ ટે.સ્પૂન તેલ
 • ૧ નાની ચમચી રાઈ
 • ૭ – ૮ નંગ મીઠાં લીંમડાના પાન
 • ૧ નાની ચમચી અળદ ની દાળ
 • ૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)
 • ઈડલીમાં સ્ટફિંગ (પૂરણ) ભરવાની સામગ્રી:
 • ૩ નંગ મધ્યમ આકારના બટેટા (બટેટાને બાફી લેવા)
 • ૧- કપ પાલક ભાજી (બારીક સમારી લેવી)
 • ૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)
 • ૧ નાની ચમચી આદુની પેસ્ટ
 • ૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
 • ૨ નાની ચમચી તેલ

બનાવાની રીત:

 • સૌ પ્રથમ દહીંને એકદમ ફેંટી લેવું.
 • ત્યારબાદ રવાને એક વાસણમાં સાફ કરી લેવો અને તેમાંજ દહીં નાંખી અને સાથે સારી રીતે હલાવી અને મિક્સ કરવું. ત્યારબાદ તેમાં પાણી અને મીઠું નાંખી અને સારી રીતે ફેંટવું. ખાસ ધ્યાન રહે કે તેમાં રવાના ગાંઠા ન રહે કે પડે.
 • ત્યારબાદ, એક નાની કડાઈ / વાસણમાં (બે) ૨- નાની ચમચી તેલ નાંખી ગેસ પર ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં રાય નાંખી અને સાંતળવી, ત્યારબાદ, તેમાં મીઠાં લીંબડાના પાન, અળદની દાળ નાંખી અને દાળને આછી બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. ત્યારબાદ, બધા જ મસાલા આ મિશ્રણમાં નાંખી અને મિક્સ કરી દેવા. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ઢાંકી ને રાખવું જેથી રવો ફૂલી જાય.

રવાની ઇડલીમાં ભરવાનું સ્ટફ/પુરણ-માવો બનાવાની રીત:

 • બટાકાની છાલ ઉતારી અને તેનો બારીક છૂંદો (મેસ) કરવો. ત્યારબાદ, એક કડાઈ/વાસણમાં તેલ તેમાં નાંખી તેમાં લીલાં મરચા, આદુ નાખવું, ત્યારબાદ, પાલકની ભાજી નાંખી અને તેને પકાવવી. પાકી જાય એટલે તેમાં બટેટાનો છૂંદો નાંખવો અને તેને સારી રીતે અંદર મિક્સ કરી દેવો. બસ, ઈડલીમાં ભરવાનું પૂરણતૈયાર થઇ જશે.
 • ત્યારબાદ, એક કૂકરમાં બે નાના ગ્લાસ પાણી નાંખી અને ગરમ કરવા ગેસ પર મૂકવું.
 • ઇડલીના મિશ્રણમાં ENO-Salt (ઈનો-પાઉડર) નાંખી અને ચમચાથી હલાવવું. ઉભરો આવે /મિશ્રણ ફૂલે ત્યારે તેને હલાવવું બંધ કરી દેવું. ઈનો-પાઉડર નાંખ્યા બાદ, મિશ્રણ ને વધુ ફેંટવું નહિ. બસ ઈડલી બનવવા માટેનું મિશ્રણ તૈયાર છે.
 • સૌ પ્રથમ ત્યારબાદ, ઈડલી ના સ્ટેન્ડ ના દરેક ખાનામાં ચમચીની મદદથી તેલ લગાડવું અને ત્યારબાદ, મિશ્રણને ચમચાથી દરેક ખાનામાં અડધાથી ઓછું ભરવું. તે ભરાઈ ગયા બાદ, તેમાં સ્ટફ માટેનું પુરણ/માવો દરેક ઉપર થોડો થોડો મૂકવો અને તે મૂકાઈ ગયાબાદ, ફરી ઈડલીનું પૂરણ તેની ઉપર થોડું પાથરી અને પૂરણને ઢાંકી દેવું. આમ બધાજ ખાના ભરી દેવા.
 • લગભગ સ્ટેન્ડના માપ મૂજબ ૧૨ થી ૧૮ ઈડલી એક સાથે બનશે. કૂકરમાં ૨ ગ્લાસ પાણી નાંખી અને ગરમ કરવા મૂકવું જ્યારે તેમાં વરાળ થાય, કે તરત તેમાં સ્ટેન્ડ મૂકવું અને ઢાંકણું બંધ કરવું. કૂકરના ઢાંકણામાં સિટી લગાડવી નહિ. તે જ તાપમાં ગેસ રાખી ઈડલીને પકવવા મૂકવી. ત્યારબાદ, ઢાંકણું ખોલીને અંદર ચપ્પુથી ચેક કરવું જો ચપ્પુમાં ઈડલી ચોંટે નહિ તો ઈડલી બની ગઈ તેમ સમજવું.
 • ત્યારબાદ, સ્ટેન્ડ બહાર કાઢી અને ઠંડું થવાં દેવું, અને ત્યારબાદ, ચપ્પુની મદદથી ધીરે ધીરે ઈડલી બહાર કાઢી અને એક પ્લેટમાં રાખવી. આમ, બધીજ ઈડલી તૈયાર કરવી.
 • ગરમા ગરમ સ્ટફ્ડ ઈડલી, સંભાર, નારિયેળની ચટણી, ચણાની દાળની ચટણી કે સીંગદાણાની ચટણી સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

ટીપ્સ:

 • સ્ટફ્ડ ઈડલીમાં ભરવાં માટેના પૂરણને કોઈપણ વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. જેમકે લીલાં વટાણા ક્રશ કરીને, ગાજર છીણેલું નાંખી, પનીર છીણીને મિક્સ કરી સ્ટફ બનાવી શકાય છે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા