અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ચોકો ચિપ્સ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

 • કુકીંગ ચોકલેટ ૧ ક્યૂબ
 • ( ક્મ્પાઉન્ડ ચોકલેટ )
 • (વ્હાઇટ/ડાર્ક/ મિલ્ક ચોકલેટ)
 • બટર પેપર પ્લેટ ની સાઇઝનું
 • બટર પેપર કોન બનાવવા

બનાવવાની રીત

 • બટર પેપરનો કોન બનાવી લો.
 • ચોકલેટનો પીસ લઇ તેનાં કટકા કરી એક નાની તપેલી માં પાણી ગરમ કરી તેનાં ઉપર બીજા બાઉલમાં ચોકલેટનાં કટકા મૂકી ચમચી થી ચોકલેટ મૅલ્ટ થાયત્યાં સુધી ગરમ કરો.
 • હવે એક ટ્રે લઇ તેનાં ઉપર બટર પેપર મૂકો.
 • ચોકલેટને કોમાં ભરો. અને કોનનો પોઇન્ટ કટ કરો. બહું મોટું કાણું નથી કરવાનું. હવે પેપર ઉપર કોનથી ટપકાં પાડો.
 • હવે ટ્રે ફ્રિઝમાં મૂકો.
 • ૫ મિનિટ માં બહાર કાઢી ચીપ્સ પેપર પરથી છૂટી પાડી લો.
 • તૈયાર છે ચોકો ચીપ્સ.

નોંધ :

 1. ચોકલેટ ખાલી મેલ્ટ થાય એટલી વાર જ ગરમ કરવા ની છે. વધારે પડતી નથી કરવાની.
 2. જો વધારે પતલી થઇ ગઇ હોય અને લાગે કે ટપકાં કરતા ફેલાઇ જશે. તો સાધારણ થીક થાય પછી કોન માં ભરવી.
 3. બટર પેપર નાં બદલે કોઇ પણ પ્લેટ માં ચીપ્સ બનાવી શકાય છે. પ્લેટ ઉપર બટર લગાવી ટપકાં મૂકવા.
 4. આ રીતે ડાર્ક કે મિલ્ક ચોકલેટ ની ચીપ્સ બનાવી શકાય. અહિંયા વ્હાઇટ ચોકલેટ લીધી છે.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા