અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી વેજ. સ્પ્રીંગ રોલ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સ્પ્રીંગ રોલ માટે નું પળ / રેપર બનાવવા

  • ૧૦૦ ગ્રામ મેંદો (૧-કપ)
  • સ્પ્રીંગ રોલમાં બરવા માટે ના મસાલામાટે
  • ૨૦૦ ગ્રામ કોબીચ (૧-કપ બારીક સમારવી)
  • ૧૦૦ ગ્રામ પનીર (૧/૨ – કપ બારીક છીણી લેવું)
  • ૧ નંગ લીલું મરચું (લાંબી સડી માં સમારવું)
  • ૧ નંગ આદુ (મ૧/૨ ઈંચ લંબાઈ નો – જીણું સમારી લેવું )
  • ૧/૪ નાની ચમચી કાળા મરીનો પાઉડર
  • ૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર ( જો તમને તિખાસ પસંદ હોય તો )
  • ૧/૪ નાની ચમચી આજીનો મોટો
  • ૧ નાની ચમચી સોયા સોસ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂરી સ્પ્રીંગ રોલ તળવા માટે

બનાવવાની રીત

  1. એક વાસણમાં મેંદાને ચાળી લેવો. અને પાણી તેમાં ઉમેરી અને ગંઠા કે ગોળી ના રહે તેમ તેનું ધોણ પાતળું બનાવવું. (૧ કપ મેંદા માટે ૧-૧/૨ કપ થી થોડું ઓછું પાણી લેવું) ધોણ બની ગયા બાદ, તેને ઢાંકીને ૧ કલાક માટે અલગ રાખી દેવું. જેથી મેંદો ફૂલી જશે.
  2. જો ઉપરોક્ત મેંદાના ધોણનો તૂરત ઉપયોગ કરવામાં આવશે તો સ્પ્રીંગ રોલનું સ્ટફિંગ જ્યારે તેમાં ભરવામાં આવશે ત્યારે તે રેપર/પડ ને તૂટી/ફાટી જવાની શક્યતા વધુ રહે છે., તેથી તે ના બને તે માટે ૧ કલાક માટે ઢાંકી ને અલગ રાખવું.
  • હવે સ્પ્રીંગ રોલમાં ભરવા માટેનું સ્ટફિંગ/ પૂરણ તૈયાર કરીએ..
  1. એક કડાઈમાં ૧ ટે. સ્પૂન તેલ નાખી ગરમ કરવું. લીલું મરચું, આડું, સમારેલી કોબીચ અને પાણી તેમાં નાખવું. ૧ મીનીટ માટે તેને પાકવા દેવું, ત્યારબાદ તેમાં કાળા મરીનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, આજીનો મોટો, સોયા સોસ અને મીઠું ઉમેરવું. અને બધાને ખૂબજ સારી રીતે મિક્સ કરવું. બસ રોલમાં ભરવા માટેનું પૂરણ / સ્ટફિંગ તૈયાર છે. (ખાસ ધ્યાન રહે કે સ્ત્ફ્નીગની કોબી ૧ મીનીટ થી વધુ પાકવા દેવી નહિ, નહિ તો તેમાંથી પાણી છોત્વા મળશે અને તે રોલ બનવામાં મુશ્કેલી કરશે.)
  • સ્પ્રીંગ રોલ માટે નું પડ હવે બનાવીએ .
  1. નોન સ્ટિક તાવી ગરમ કરવા મૂકવી, તવી પર થોડું તેલ નાખી અને પેપર નેપકીન થી તેની પૂરી સરફેસ ઉપર તેલ પસારી દેવું. ત્વિની સપાટી ચિકની એક વખત કરી દેવી, ત્યારબાદ, મેંદાનું ધોણ લઈને તેને ચમચાની મદદ દ્વારા થોડું મિક્સ ફરી કરી અને એક ચમચો તવી ઉપર રેડવો અને પૂડલા કે ઢોસા બનવિએ તેમ તેને પાતળું પાથરવું. ત્યારબાદ, તેનો કલર ચેન્જ થશે એટલ તેની કિનારીમાંથી તે છૂટીને કિનારી ઉપર થશે એટલે તેને બને હાથની મદદ વડે ઊંચકીને એક પ્લેટમાં થોડું સપાટી ઉપર તેલ લગાડી અને તેની ઉપર ગોઠવવું. બસ, સ્પ્રીંગ રોલનું પડ તૈયાર છે. જ્યારે જ્યારે નવું પડ બનાવો ત્યારે સૌ પ્રથમ નોન સ્ટિક ઉપર તેલ વાળો પેપર નેપકીનથી લૂછી અને સપાટી ક્લીયર કરવી અને ત્યારબાદ જ પડ માટે ધોણ પાથરવું. અને પડ ઉખાડી ગયા બાદ પ્લેટ પર રાખીએ ત્યારે પણ પ્લેટ પર તેલ પહેલા લગાડવું અને ત્યારબાદ જ પડ ગોઠવવું.
  • સ્ટફિંગ ભરવું ..
  1. પ્લેટ પર રાખેલ પડ પર બે ચમચા સ્ટફિંગ / પૂરણ મૂકી અને તેને લંબાઈમાં વ્યવસ્થિત ગોઠવવું. બંને સઈદની કિનારીથી થોડું દૂર અને ત્યારબાદ, બંને સાઈડની કિનારીને ઉપાડીને વાળી દેવી અને આગળના ભાગની કિનારી ઉપાડી અને તેને રોલ કરવું.આમે ધીરે ધીરે પૂરો રોલ પેક કરી દેવું. આજ રીતે, બધાજ રોલ બનાવી લેવા. તૈયાર રોલ ને પ્લેટમાં રાખતા જવા. આવી જ રીતે બધા જ રોલ બનાવતા જવા અને પ્લેટમાં રાખવા. (એક કપ મેંદામાં લગભગ ૮ રોલ બનાવી શકાય)
  • વેજ. સ્પ્રીંગ રોલ ને બે રીતે તૈયાર કરી તૈયાર કરી શકાય ..
  1. સેલો ફ્રાઈ
  2. ડીપ ફ્રાઈ
  • સૌ પ્રથમ આપણે થોડા રોલ સેલો ફ્રાઈ કરીએ.. સેલો ફ્રાઈ કરવા માટે નોન સ્ટિક કડાઈમાં એક ચમચો તેલ નાખી અને તેને ગરમ કરી અને તેમાં ૨ નંગ સ્પ્રીંગ રોલ કે તેથી વધુ જો રહી શકે તો તે મૂકી અને તેને આછી બ્રાઉન સપાટી થાય તેમ ફ્રાઈ કરવા અને ફેરવતા જવું અને ચારે બાજુથી આચા બ્રાઉન કલરમાં ફ્રાઈ કરવા. અને તૈયાર થઇ ગયા બાદ એક કાચની પ્લેટમાં તેને અલગથી રાખી દેવા. આમ થોડા સેલો ફ્રાઈ પસંદ હોઈ તો કરવા.
  • ડીપ ફ્રાઈ કરવા માટે .. તેજ કડાઈમાં થોડું વધુ તેલ ઉમેરી અને ગરમ થાય એટલે આચા તાપથી ગરમ કરવું, તેલમાં ૨ કે તેથી વધુ સમાઈ શકાય તેટલા સ્પ્રીંગ રોલ મૂકવા અને તેને તળવા. સ્પ્રીંગ રોલ ની સપાટી આછી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફેરવતા જવું અને તળવા, અને સપાટી આછી બ્રાઉન થાય એટલે તેને એક પ્લેટમાં અલગથી કાઢીને મૂકી દેવા. આજ રીતે બાકીના બધાજ સ્પ્રીંગ રોલ તળી લેવા અને પ્લેટમાં રાખી દેવા.
    બસ, સ્પ્રીંગ રોલ તૈયાર છે. જે લીળી કોથમીરની ચટણી અથવા લાલ ચટણી અને ટામેટા ના સોસ/ કેચપ સાથે પીરસવા અને ખાવ અને મહેમાનો ને પીરસો…

નોધ:

  • સ્પ્રીંગ રોલમાં ભરવાનું પૂરણ માટે તમને પસંદ કોઈપણ શાક –ભાજી ની પસંદગી તમે કરી શકો છો અને તેને જીણા સમારી અને આછા/ થોડા પકવીને ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત બાફેલા નૂડલ્સ નો પણ ઉપયોગ કરી શકાય છે. જે પણ સ્વાદમાં સારા લાગશે. કાંદા અને લસણ જો પસંદ હોય તો તેનો પણ ઉપયોગ કરી શક્યા છે. આ ઉપરાંત મસાલામાં પણ તમારા સ્વાદ અનુસાર વધ ઘટ કરી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા