rasoi tips in gujarati rasoiniduniya
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણી મહિલાઓ હોય છે જે દરરોજ રસોડામાં કામ કરે છે પરંતુ નાની-નાની બાબતોથી અજાણ હોય છે. જેના કારણે સમયની સાથે ઘણી વસ્તુઓનું નુકસાન પણ થાય છે. અહીં અમે તમને કેટલીક ઉપયોગી રસોડા ટિપ્સ જણાવીશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે.

1. ડુંગળી કાપ્યા પછી હાથમાં ડુંગળીની ગંધ આવે છે તો આ દુર્ગંધને દૂર કરવા માટે બેકિંગ સોડાને તમારા હાથ પર ઘસી લો એને પછી પાણીથી ધોઈ લો. ડુંગળીની આવતી દુર્ગંધ દૂર થઈ જશે.

2. મોટાભાગની મહિલાઓ લસણ-આદુની પેસ્ટ બનાવીને ફ્રીજમાં સ્ટોર કરે છે, પરંતુ તે ઝડપથી બગડી પણ જાય છે. તેથી તેને વધારે સમય સુધી સંગ્રહિત કરવા માટે તમે પહેલા, લસણ-આદુની છાલ કાઢીને ધોઈ લો અને તેને સ્વચ્છ કપડાથી લૂછી લો, જેથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય.

લસણ-આદુને સુતરાઉ કપડા પર પાથરીને પંખાની નીચે 4 થી 5 કલાક સુધી ફેલાવી દો, પછી તેને મિક્સર જારમાં ઉમેરીને પાણી ઉમેર્યા વગર પીસી લો. આ પછી તેને કોઈ પાત્રમાં ભરીને ફ્રીજમાં રાખો. લસણ-આદુની પેસ્ટ લાંબા સમય સુધી બગડશે નહીં.

3. પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ પરના પડેલા ડાઘને સાફ કરવા માટે 2 ચમચી ખાવાના સોડામાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને બોર્ડ પર ઘસો. પછી ચૉપિંગ બોર્ડને 15 મિનિટ સુધી આ રીતે રહેવા દો. પછી, બોર્ડને લીંબુની છાલથી ઘસીને સાફ કરી લો, ચોપીંગ બોર્ડ ચમકવા લાગશે.

4. કોથમીર લાંબા સમય સુધી સાચવવા માટે તેને સારી રીતે સાફ કરો. આ પછી એર ટાઇટ કન્ટેનરમાં ટિશ્યુ મૂકીને કોથમીરને ધોયા વગર ફેલાવો. બીજા ટિશ્યુ પેપરથી ટોચને ઢાંકી દો. કન્ટેનર બંધ કરીને ફ્રિજમાં રાખો. દર 4-5 દિવસે ટિશ્યુ પેપરને બદલો. કોથમીર 2-3 અઠવાડિયા સુધી સુકાશે નહીં.

5. એ જ રીતે લાકડાના ચોપિંગ બોર્ડ પર પડેલા ખાદ્યસામગ્રીના ડાઘ સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે. 1 ચમચી મીઠામાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને, આ પેસ્ટને લીંબુની છાલ પર લગાવીને લાકડાના ચોપિંગ બોર્ડને સારી રીતે ઘસીને પાણીથી ધોઈ લો. લાકડાનું ચોપીંગ બોર્ડ પણ ચોખ્ખું થઇ જશે

6. આખા મસાલાને જયારે પણ તમે તેને ગ્રાઈન્ડ કરો ત્યારે તેને લાંબા સ્સામાંય સુધી બગડે નહીં તે માટે તેને કાચની બરણીમાં જ ભરીને સ્ટોર કરો. લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે. ગ્રાઉન્ડ મસાલાને સાચવવાની એક સરળ રીત એ પણ છે કે તમે તેને ફ્રીઝરના દરવાજાની બાજુમાં રાખી શકો છો.

7. એ જ રીતે, પીસેલા મસાલાને બગડતા અટકાવવા માટે તેમાં 1 થી 2 ચમચી મીઠું મિક્સ કરી લો. આમ કરવાથી મસાલા ઝડપથી બગડતા નથી અને તેમાં ફૂગ પણ લાગતી નથી.

8. ઘરે વધારે કેળા ખરીદીને લાવ્યા છો તો, કેળા ઝડપથી ના બગડે તે માટે તેની ઉપરના દાંડીવાળા ભાગ પર એલ્યુમિનિયમ ફોઈલથી લપેટી લો. આના કારણે કેળા ઝડપથી પાકતા નથી અને લાંબા સમય સુધી બગડતા પણ નથી.

9. છોલેલા લસણને વધુ દિવસો સુધી સંગ્રહિત કરવા માટે લસણને એર-ટાઈટ કન્ટેનરમાં સીલ કરીને સ્ટોર કરી શકાય છે. પરંતુ બોક્સમાં ભરતી વખતે ધ્યાનમાં રાખો કે બોક્સ સંપૂર્ણપણે સુકાઈ ગયેલું હોવું જોઈએ.

10. છાલ વગરના લસણને એર ટાઇટ કન્ટેનરમાં જ રાખવું જોઈએ, પરંતુ લસણને ધોશો નહીં. લસણ પાણીના સંપર્કમાં રહેવાને કારણે ઝડપથી બગડી જાય છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તેને ધોઈને જ ઉપયોગ કરો. તમે આ લસણનો ઉપયોગ 15-20 દિવસ સુધી આરામથી કરી શકો છો.

11. જો તમે કોઈ ગ્રાઈન્ડ કરેલા મસાલામાં મીઠું મિક્સ કરેલું છે તો, તે મસાલાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે શાકમાં મસાલો નાખતી વખતે મીઠાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.

12. ચોખાના લોટમાં કીડા બહુ ઝડપથી લાગી જાય છે. તેથી, તેને જંતુઓથી બચાવવા માટે, તેમાં લીમડાના કેટલાક પાન નાખો અથવા લવિંગ નાખો. ત્યાં કોઈ કીડા નહીં પડે અને લોટ પણ લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે.