માથાનો દુખાવો એ પોતે એક રોગ નથી પરંતુ અન્ય વિકૃતિઓનું માત્ર એક લક્ષણ છે. માથાનો દુખાવો માનસિક તણાવ, સ્નાયુઓના સંકોચન, અમુક રાસાયણિક પદાર્થોને કારણે થઈ શકે છે. માથાનો દુખાવો મોટાભાગે અપચો, કબજિયાત, ચિંતા, આંખો પર તાણ, ઉંઘ ન આવવાથી અથવા વધારે કામ કરવાથી પણ થઇ શકે છે.
શરદી, તાવ, હાઈ બ્લડ પ્રેશર વગેરે રોગોને કારણે પણ ઘણા લકોને માથાનો દુખાવો થાય છે. તો ચાલો જાણીયે આ માટેના 19 ઘરેલુ ઉપાયો વિશે જે તમે કરી શકો છો અને માથાના દુખાવાની સસમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે સફરજન પર મીઠું લગાવીને ખાઈ જાઓ અને પછી ઉપરથી નવશેકું પાણી પીવો. માથાનો દુખાવો થોડા દિવસોમાં જ જડમૂળથી દૂર થઇ જશે. તજને પીસીને તેનો લેપ કપાળ પર લગાવવાથી પણ માથાનો દુખાવો મટે છે.
માથાનો દુખાવો કોઈપણ કારણસર ગમે તેટલો તીવ્ર હોય તો લસણની એક કળી છોલીને તેને આરામથી ચાવવી અને ધીમે-ધીમે ગળી જવાથી પણ થોડી જ વારમાં માથાનો દુખાવો દૂર થઈ જાય છે.
આખા ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી શરદીમાં થતો માથાનો દુખાવો દૂર થાય છે. પેટમાં ગેસ થયો છે અને તેના કારણે માથાનો દુખાવો કે ચક્કર આવતા હોય તો ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી તરત જ આરામ મળી જાય છે.
માથાનો દુખાવાના સમયે જે નાકમાંથી શ્વાસ ચાલતો હોય તે નસકોરાને બંધ કરી, બીજા નસકોરામાં સરસોનું તેલ લગાવીને ધીમે ધીમે શ્વાસ લેવાથી પણ માથાનો દુખાવો દૂર થઈ જશે. ગરમીને કારણે માથું દુખતું હોય તો દૂધીનો અંદરનો માવો કાઢીને તેને જીણો બનાવીને કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો એક કલાકમાં જ દૂર થઈ જાય છે.
તુલસીના પાનને પીસીને કપાળ પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સૂકા આમળાને સરસોના તેલમાં 10 દિવસ સુધી રાખો અને પછી આ તેલને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. એક કપ દૂધમાં ઇલાયચીનો પાવડર ભેળવીને પીવાથી માથાના દુખાવો દૂર થાય છે.
હરડ, બહેરા, આમળા, હળદર, લીમડાની છાલ અને ગિલોય વગેરેનો ઉકાળો બનાવીને પીવાથી પણ જૂનામાં જૂનો અને ગંભીર માથાનો દુખાવો પણ મટે છે. સુકા આદુને પાણી કે દૂધમાં પીસીને સૂંઘવાથી કે માથા પર તેનો લેપ લગાવાથી માથાનો દુખાવો અને આધાશીશી મટી જાય છે.
ગરમી કે શરદીને કારણે માથાનો દુખાવો થતો હોય તો 2-3 તમાલપત્ર અને તેની 1-2 સાંઠાને પાણીમાં પીસીને હળવો ગરમ કરીને માથા પર ઘટ્ટ પેસ્ટ લગાવવાથી પણ દુખાવો માટે છે. જો એકજ વર્મા ફર્ક ના પડે તો ફરીથી લગાવો, ચોક્કસપણે ફાયદો થશે.
આમળા પાઉડરની પેસ્ટ માથા પર લગાવવાથી માથાના દુખાવામાં તરત રાહત મળે છે. જો તમને લાંબા સમયથી માથાનો દુખાવો રહેતો હોય તો 11 બેલના પાનને પીસીને તેનો રસ કાઢી લો અને શિયાળામાં આ રસને કંઈપણ ઉમેર્યા વગર પીવો અને ઉનાળામાં તેને થોડા પાણી સાથે પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે.