bad habits for hair growth
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણામાંના ઘણા લોકો વાળને શેમ્પૂ કરતી વખતે માથાની ચામડી અને વાળને જોરશોરથી ઘસતા હોય છે, પરંતુ આમ કરવાથી વાળને નુકસાન તો થાય જ છે, પરંતુ માથામાં રહેલી સિબૈસિયસ ગ્રંથિઓને પણ ઉત્તેજિત કરે છે, જે વાળ માટે કુદરતી તેલ બનાવે છે.

વાળને સૂકવવા માટે ઘણા લોકો વાળમાં ટુવાલને એકદમ ફિટ બાંધે છે. આ સિવાય એ જ ટુવાલથી વાળને ઝડપથી લૂછવા પણ ખરાબ આદત છે. આ ભૂલોને આજે જ સુધારો. તમારા વાળને વારંવાર સ્પર્શ કરવો એ પણ તમારી ખરાબ આદત છે.

આખા દિવસ દરમિયાન, આપણે જાણતા નથી કે આપણે કેટલી ધૂળ અને કીટાણુઓથી ભરેલી વસ્તુઓને સ્પર્શ કરીએ છીએ અને પછી તે જ હાથ ચહેરા પાર અને વાળમાં ફેરવીએ છીએ. આમ કરવાથી જંતુઓ અને ધૂળ વાળમાં ડેન્ડ્રફનું કારણ બને છે અને તેના કારણે વાળ તૂટે પણ છે.

ઘરની બહાર નીકળતી વખતે વાળ ખુલ્લા રાખવાથી વાળ એકદમ (ડ્રાઈ) સુકાઈ થઇ જાય છે. સૂર્યના તીવ્ર કિરણો વાળમાંથી ભેજ ખેંચી લે છે, તેથી ઘરની બહાર નીકળતી વખતે તમારા વાળને સ્કાર્ફથી કે રૂમાલથી ઢાંકીને નીકળો. ધૂમ્રપાનથી નીકળતો ધુમાડો પણ વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે.

ધૂમ્રપાન કરવાથી વાળ તૂટવાની શક્યતા બમણી થઇ જાય છે. તેમાં રહેલું નિકોટિન વાળને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. ભીના વાળમાં ક્યારેય કાંસકો કરશો નહીં. કારણ કે સ્નાન કરીને તરત જ કાંસકો કરવાથી વાળના છિન્દ્રો ખુલી ગયા હોવાથી વાળ તૂટી જાય છે.

રાત્રે સૂતી વખતે વાળનો ટાઈટ અંબોરો કે ચોટલો બનાવવો એ પણ ખરાબ આદત છે. આમ કરવાથી વાળ ખેંચાઈને તૂટી શકે છે. ભીના વાળને સૂકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવાથી પણ વાળ કમજોર બની જાય છે.

કોઈક દિવસ ગરમ પાણીથી સ્નાન કરવું સારું છે, પરંતુ દરરોજ ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળ વધુ શુષ્ક અને નિર્જીવ બને છે. વારંવાર વાળમાં ખંજવાળ કરવી પણ એક ખરાબ આદત છે. તેનાથી વાળ મૂળમાંથી ખેંચાઈને તૂટી શકે છે.

મજબૂત વાળ માટે આ હેલ્દી આદતો અપનાવો : અઠવાડિયામાં 3 થી 4 વખત વાળમાં તેલ લગાવીને માથાની ચામડી પર સારી રીતે માલિશ કરો. તમારા વાળ ધોવા માટે સારી ગુણવત્તાવાળા શેમ્પૂ અથવા માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો.

તમારા વાળને ડ્રાયરનો ઉપયોગ કરીને સૂકવવાને બદલે કુદરતી રીતે સુકાવા દો. વાળને કાંસકો કરવા માટે બરછટ દાંતાવાળા એટલે કે મોટા દાંતવાળો કાંસકાનો ઉપયોગ કરો. બહુ ચુસ્ત પણે ચોટલી ના બાંધો, તેનાથી વાળના મૂળ નબળા પડે છે. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, દૂધ, અન્ય ડેરી પ્રોડક્ટ, ડ્રાયફ્રુટનો સમાવેશ કરો.

તો તમે પણ આ 10 આદતોમાં ફેરફાર કરીને વાળને નબળા થતા અટકાવી શકો છો. જો તમને આ જાણકરી ગમી હોય અને આવી જ બીજી જાણકારી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો