સામાન્ય રીતે આપણે આપણા મહત્વના કાગળો, ક્યાં રોકાણ કર્યું છે તે, કેટલી બચત કરી છે તે બધી જ માહિતી આપણી પાસે જ રાખીએ છીએ. ઘણી વખત ઘરના માતા-પિતા, પત્ની, બાળકોને પણ ખબર હોતી નથી કે રોકાણ ક્યાં ક્યાં કરેલું છે. કેટલી બચત કરી છે, જરૂરી દસ્તાવેજો ક્યાં મુકેલા છે વગેરેની પરિવારને પણ જાણ નથી હોતી.
આવી સ્થિતિમાં, જો અચાનક કોઈ દુર્ઘટના થાય છે અને તમે પરિવારથી અલગ થઈ જાઓ છો અથવા દુનિયામાં નથી રહેતા, તો તમારે તમારા પૈસા મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા આંકડા દર્શાવે છે કે, જેમના પતિ અકસ્માતમાં કે અચાનક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે આવી કેટલીય પત્નીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘણી વખત કેટલાકે રોકાણો વિશે કોઈ માહિતી ના હોવાથી પૈસા પણ ડૂબી જાય છે અને જે દાવેદાર હોય છે તેમને પણ મળી શકતા. આવી સ્થિતિ તમારી પણ ના આવે, તેથી તેનાથી બચવા માટે, તમારા ખાસ, પછી તે માતા-પિતા, પત્ની હોય કે બાળકો હોય, તેમની પાસે તમારી બચત, રોકાણ અને જરૂરી દસ્તાવેજો વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.
આ સાથે, તમારે તમારા બધા જ મહત્વપૂર્ણ પોલિસી, દસ્તાવેજો, રોકાણના કાગળો વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ અને તમારા પરિવારના સભ્યોને પણ તેની જાણ કરવી જોઈએ.
ઘણી જીવન વીમા કંપની અને આવી બીજી કંપનીઓના રેકોર્ડમાં આવા ઘણા ગુમ થયેલા લોકોના રોકાણો જોવા મળી જશે, જેમણે પૈસા ઘણા રોક્યા છે, પરંતુ વર્ષો સુધી તેની કાળજી લીધી નથી. હવે આના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે, તે વ્યક્તિ આ દુનિયામાં રહી નથી, કાં તો અકસ્માત, કુદરતી આફતમાં મહત્વના કાગળો નાશ પામ્યા છે.
જીવનમાં ઘણી એવી પરિસ્થિત આવી જાય છે જેના કારણે આપણે આપણા પોતાના રોકાણ કરેલા પૈસા પાછા નથી મેળવી શકતા. જો રેકોર્ડની વાત કરીએ તો બેંકો, ફાઈનાન્સિયલ કંપનીઓમાં આવા ઘણા રેકોર્ડ પડેલા છે, જેના દાવેદારો હજુ પણ પોતાના પૈસા લેવા આવ્યા નથી અને આ લગભગ 82,000 કરોડ રૂપિયા છે, જેનો હજુ કોઈ માલિક નથી.
તેથી, તમારા પરિવારના સભ્યોને તમારી બચત, રોકાણ અને મહત્વના દસ્તાવેજો વિશે અવશ્ય જણાવો, જો જો મોડું ના થઇ જાય. હવે તે બાબતો વિશે પણ થોડું જાણી લઈએ, જેના કારણે તામરી બધી વસ્તુઓ વ્યવસ્થિત રહેશે અને તમારે ગમે ત્યારે કોઈપણ પેપર કે મહત્વપૂર્ણ કાગળની વિશેની માહિતી પણ તરત જ મળી જશે.
ડાયરી અને ફાઈલ રાખો : તમારા બેન્કના ખાતા, તમારી લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી, કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો તેની તમામ વિગતો, પ્રોપર્ટી છે તો તેના બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અને જો તમે લોન લીધી હોય તો તેના તમામ રેકોર્ડ્સ એક ડાયરીમાં અવશ્ય લખો.
એક રીતે, તમારા જીવનને લગતી તમામ બચત, રોકાણ, વસિયત એક ડાયરીમાં લખીને રાખો અને તેને લગતા કાગળો વ્યવસ્થિત રીતે ફાઇલ કરીને રાખો. આ બધા કાગળોની બે ફાઈલો જરૂર બનાવો, જેથી કોઈ અકસ્માતમાં એક ખોવાઈ જાય અથવા નષ્ટ પામે તો બીજી ઉપયોગી થઈ શકે.
કોન્ટેક્ટ નંબર, વારસદાર અને વસિયત : બેંક એકાઉન્ટના નંબરથી લઈને ફોન નંબર, પોલિસી નંબર, તેના વારસદારનું નામ, શેર માર્કેટના શેર બ્રોકરની માહિતી, જો તમે CA ની સલાહ લો છો તો તેનો ફોન નંબર, તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ વગેરે બધા કોન્ટેક્ટ નંબર, પાસવર્ડ અને ID સુરક્ષિત જગ્યાએ નોંધી નહી રાખો.
જો તમે ફાઇલની અંદર એક બાજુ આ લખેલા દસ્તાવેજો રાખશો તો તમારા માટે તે વધુ અનુકૂળ રહેશે. દરેક રોકાણ અને જીવન વીમા પોલિસીમાં વારસદારનું નામ અવશ્ય નોંધાવો. જો કોઈ કારણસર પોલિસી ધારકનું મૃત્યુ થાય છે તો કાયદાકીય જંજટ ઓછી થાય છે અને પૈસા પણ ઝડપથી મળી જાય છે, નહીં તો ઘણી પ્રોસેસ કરવી પડે છે અને તેમાં ઘણો સમય લાગે છે.
તમારી પાસે જે પણ મિલકત છે, ઘર-મકાન હોય, દુકાન-ધંધો હોય, તે બધા પર એટલે કે સમગ્ર મિલકતની વસિયત કરવાનું નિશ્ચિત કરો, જેથી પછીથી કોઈ મુશ્કેલી અને વાદ-વિવાદ ના ઉદ્ભવે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે જો વસિયત ન બનાવવાથી, વ્યક્તિ દુનિયા છોડીને ગયા પછી બાળકો વચ્ચે અનેક ઝઘડા થાય છે અને સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.
આવી સ્થિતિમાં જો વસિયતનામું કરીને ઉત્તરાધિકારીઓના નામ હોય તો અનેક પ્રકારના પરસ્પર ઝગડા અને મતભેદો ટાળી શકાય છે. તેથી બધી વસ્તુઓની જાણકારી તમારા પ્રિયજનો, તમારા માતા-પિતા, પત્ની, બાળકો, કોઈપણ વિશ્વાસપાત્ર વ્યક્તિને જાણ કરો, જેથી તેઓને પણ ખબર પડે કે તમે ક્યાં રોકાણ કર્યું છે.
જો વ્યક્તિનું મૃત્યુ થાય છે તો બેંકમાંથી બાકીની રકમ અને જીવન વીમા પૉલિસીના પૈસા મેળવવાની પ્રક્રિયા પણ જાણવું જોઈએ. સૌથી પહેલા તમારે બેંકમાં મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપવું પડશે અને તેની પુષ્ટિ કર્યા પછી મૃતકનું ખાતું બંધ કરી દેવામાં આવે છે અને બાકીની રકમ તેના વારસદારમાં લખાયેલા નામવાળા વ્યક્તિને મળે છે.
પરંતુ આમ ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે જો નોમિનીનું નામ બેંકમાં ન હોય તો આ પ્રક્રિયા ઘણી મુશ્કેલી આવે છે. વીમા કંપનીઓ તેમની વેબસાઇટ પર હાજરથી વધુની રકમ માટે રેકોર્ડ રાખે છે. તમે નામ, જન્મ તારીખ અને પોલિસી નંબર વગેરે નાખીને શોધી શકો છો.
જો ત્યાં પૈસા કલેઇમ નથી કરી શકતા તો તમે તેની શાખામાં પણ પૂછપરછ કરીને ત્યાંથી માહિતી લીધા પછી, જરૂરી દસ્તાવેજો સાથે ક્લેમ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરો અને રકમ મેળવી શકો છો.
તો તમે પણ આજે રોકાણ, બચત અને જરૂર દસ્તાવેજોની તમામ માહિતી તમારા પરિવારજનોને જરૂર આપો. જો તમને આ માહિતી તામ્ર કામની લાગે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.