kitchen mistakes to avoid
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહિલાઓ રસોઈ બનાવવામાં ખુબ જ કુશળ હોય છે, પરંતુ ઘણીવાર રસોઈ બનાવતી વખતે આવી ઘણી ભૂલો કરે છે, જેનાથી ખોરાકના મોટાભાગના પોષક તત્વો નાશ પામે છે અને ખાવાનો સ્વાદ પણ ઓછો થઈ જાય છે.

આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા મહિલાઓ પોતાની રસોઈની આદતો સુધારી શકે છે. તો ચાલો જાણીયે કઈ છે આ ભૂલો.

ભૂલ 1 : ખોરાકમાં વધારે તેલ ઉમેરવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે : ઉકેલ : મોટાભાગની મહિલાઓ એવું માને છે કે વધારે તેલ નાખવાથી ખાવાનો સ્વાદ વધે છે. આ તેમની ભૂલ છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું માનવું છે કે ખોરાકમાં વધુ પડતા તેલનો ઉપયોગ કરવાથી સ્થૂળતા, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ થઇ શકે છે. ખાવામાં કુકિંગ ઓઈલને બદલે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો.

ભૂલ 2 : તળેલા તેલનો ફરીથી ઉપયોગ કરવો : ઉકેલ: ડીપ ફ્રાઈ રાંધવાની સૌથી બિનઆરોગ્યપ્રદ રીત છે. ડીપ ફ્રાય નાસ્તા ખાવાથી વજન વધે છે. મોટાભાગની મહિલાઓને આ આદત હોય છે કે તળેલું ફૂડ બનાવ્યા બાદ બાકીનું તેલ ઘણી વખત ગરમ કરે છે. આ તેલને ઉંચી આંચ પર ફરીથી ગરમ કરવાથી તેલની ટ્રાન્સ-ફેટ વધે છે અને ટ્રાન્સ ફેટનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર, સ્થૂળતા અને હૃદયના રોગો થવાની સંભાવના વધે છે.

ભૂલ 3 : શાકભાજી અને અંકુરિત પાણીને ઉકાળ્યા પછી તેને ફેંકી દેવું : ઉકેલ – બાફેલા સ્પ્રાઉટ્સ અને શાકભાજી ‘બી કોમ્પ્લેક્સ વિટામિન’ ભરપૂર માત્રામાં હોય છે. મોટાભાગના ‘બી કોમ્પ્લેક્સ વિટામિન’ પાણીમાં દ્રાવ્ય હોય છે. જ્યારે શાકભાજી અને સ્પ્રાઉટ્સને ઉકાળીને તે પાણ નીતારવામાં આવે છે, ત્યારે આ ‘બી કોમ્પ્લેક્સ વિટામિન’ બહાર નીકળી જાય છે. તેથી, શાકભાજી અને સ્પ્રાઉટ્સને ઉકાળવાને બદલે, તેને વરાળમાં સ્ટીમ કુક કરો.

જો શાકભાજી, દાળ અને અંકુરિત વસ્તુને ઉકાળ્યા પછી જ તેનું નીતારેલું પાણીને ફેંકવું ના જોઈએ, પરંતુ બીજા શાકમાં તેનો ગ્રેવી તરીકે ઉપયોગ કરી શકો છો. આ સિવાય આ પાણીને તમે લોટની કણક બાંધવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ભૂલ 4 : ખાવાના 4-5 કલાક પહેલાં અને શાકભાજી અને ફળોને 5-6 કલાક પહેલાં કાપીને રાખવા : ઉકેલ -ફળો ખાતા અને શાકભાજી રાંધવાના થોડા સમય પહેલા જ કાપવા જોઈએ. ફળો અને શાકભાજીમાં ‘વિટામિન સી’ અને ‘બી કોમ્પ્લેક્સ વિટામિન’ હોય છે. જો ફળો અને શાકભાજીને 5-6 કલાક પહેલા કાપીને પ્રકાશ અને ગરમીમાં રાખવામાં આવે તો ‘વિટામિન સી’ અને ‘બી કોમ્પ્લેક્સ વિટામિન્સ’ નાશ પામે છે.

જો તમારી પાસે સમયની અછત છે તો તમે ફળો અને શાકભાજીને કાપીને, તેને સારી રીતે પેક કરીને અથવા ફ્રિજમાં ઢાંકીને રાખો. આમ કરવાથી ફળો અને શાકભાજીમાં રહેલા વિટામીન નષ્ટ થતા નથી.

ભૂલ 5 : રસોઈ બનાવતી વખતે યોગ્ય માપનો ઉપયોગ ન કરવો : ઉકેલ : મોટાભાગની મહિલાઓ રસોઈ બનાવતી વખતે યોગ્ય માપનો ઉપયોગ કરતી નથી અને અંદાજે તેમાં પાણી, મસાલા વગેરે ઉમેરે છે, જેના કારણે ભોજનનો સ્વાદ ખરાબ થાય છે અને વધુ સમય લાગે છે. તેથી રસોઈ બનાવતી વખતે યોગ્ય માપ અનુસાર પાણી અથવા મસાલાને ઉમેરો.

ભૂલ 6 : ઓછી કિંમતે સસ્તો સામાન ખરીદવો : ઉકેલ: મહિલાઓને આ ખરાબ આદત હોય છે કે બચત કરવા માટે તેઓ ઘણી વખત માલની ગુણવત્તા તપાસ્યા વગર ભેળસેળવાળો અને હલકી ગુણવત્તાવાળા મસાલા અને બીજી ખાદ્યસામગ્રી ઓછા ભાવે ખરીદે છે.

આવા ભેળસેળયુક્ત મસાલા અને ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેથી ચીઝ, કરિયાણાનો સામાન અને મસાલા સારી જગ્યાએથી ખરીદો અને તેની એક્સપાયરી ડેટ પહેલા તપાસો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા