rasoi tips gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોઈ બનાવવી એ કળા કરતા ઓછું નથી, જેમાં અજાણતામાં થતી એક તમારી નાની ભૂલ તમારી આખી મહેનત બગાડી શકે છે. રસોઈ બનાવવી એ સખત મહેનતની સાથે ખૂબ જ ધીરજનું કામ છે, જેમાં તમારે તમારું બધું ધ્યાન રસોઈમાં જ લગાવવું પડે છે.

જો જરા પણ ધ્યાન આમ તેમ થયું તો તમારી બધી મહેનત પાણી માં જાય છે. જો કે ક્યારેક તો ભૂલ થઈ શકે છે, છેવટે આપણે બધા પણ માણસ જ છીએ અને ભૂલ કરવી એ ગુનો કોઈ નથી! પરંતુ આ ભૂલ, આપણી કલાકોની મહેનત ડસ્ટબીનમાં નાખીને અથવા ભૂખ્યા પેટે સૂઈને ચૂકવવી પડે છે.

ઘણીવાર આપણે જાણતા-અજાણતા રસોડામાં આવી ભૂલો કરી બેસીએ છીએ અને આ જ ખોરાકને ફેંકી દઈએ છીએ અથવા મનને જીભને સમજાવીને ખાઈ લઈએ છીએ. વાસ્તવમાં કોઈને વધુ પડતું મીઠું પડી ગયેલો કે બળેલો ખોરાક ખાવાનું પસંદ નથી, પરંતુ આવી ભૂલ કર્યા પછી આપણે શું કરી શકીએ?

તમે પણ કેટલીક સ્માર્ટ ટીપ્સની મદદથી, તમે પણ રસોડામાં તમારી ભૂલને સુધારી કે છુપાવી શકો છો અને કોઈને ખબર પણ નહીં પડે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે રસોડામાં જ તમારી ભૂલને સુધારી શકો છો.

રસોઈમાં વધારે મીઠું પડી જવું : રસોઈ બનાવતી વખતે થતી સૌથી સામાન્ય ભૂલોમાંની એક ભૂલ છે કે રસોઈમાં વધારે મીઠું પડી જવું. રસોઈમાં માપસર મીઠું ઉમેરવું તેના પાછળ કોઈ વિજ્ઞાન નથી, તે એક એવી આવડત છે જે રસોઈ કરતી વખતે આપમેળે આવી જાય છે. ઘણી વખત તો વર્ષો સુધી રસોઈ બનાવ્યા પછી પણ મીઠું વધઘટ થાય છે..

તો આ માટે, જો સૂકા શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં થોડો ચણાનો લોટ શેકીને તેને શાકમાં મિક્સ કરો. જો ગ્રેવીવાળું શાકમાં મીઠું વધારે પડી ગયું છે તો કાચા બટેટાના બે ટુકડા અથવા લોટની એક ગોળી ઉમેરી થોડીવાર પકાવો અને શાકને પીરસતા પહેલા બટાકાની સ્લાઈસ /લોટ કાઢી લો.

ખોરાક બળી જાય તો : એકવાર જમવાનું બળી જાય પછી તેને ફેંકી દેવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. ભલે જમવાનું બધું ના બળી ગયું હોય, પરંતુ તેમાંથી નીકળતી બળવાની ગંધ ખાવાનો સ્વાદ અને મજા બગાડી દે છે.

ખોરાકમાંથી બળી ગયેલી દુર્ગંધને દૂર કરવા માટે, તમે પહેલા બળી ગયેલા ભાગને અલગ કરો, પછી એક કપડામાં ઈલાયચી, લવિંગ, તમાલપત્ર નાખીને તેમાં મૂકો. આમ કરવાથી, તે બળવાની ગંધને શોષી લેશે અને ખાવામાં સારી સુગંધ પણ આપશે.

વધારે મરચું પડી જાય તો : જો ખાવામાં મરચું વધારે પડી જાય તો ખાવું મુશ્કેલ બની જાય છે અને વધારે મરચું સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. આ માટે તમે, ખાવામાં તેની તીખાશ ઓછી કરવા માટે થોડું દહીં અથવા ક્રીમ ફેંટીને ઉમેરો. આનાથી ખાવાનો સ્વાદ પણ વધશે અને તીખાશ પણ ઘટશે.

ભાતમાં વધારે પાણી પડી જાય તો : જો ભાત રાંધ્યા પછી પણ ભાતમાં પાણી રહી જાય તો કૂકરનું ઢાંકણ ખોલીને, ભાત પર 1-2 બ્રેડના ટુકડા ઉમેરો. આમ કરવાથી થોડી વારમાં બ્રેડ બધુ પાણી શોષી લેશે અને ભાત એકદમ ખિલખિલા થઇ જશે.

શાકમાં વધારે ખટાશ : કેટલીકવાર ટામેટાંને કારણે શાક વધુ ખાટું થઈ જાય છે, જેની આપણને શાક રાંધ્યા પછી ખબર પડે છે. આવી સ્થિતિમાં, શાકમાં થોડી ખાંડ ઉમેરવાથી ખટાશ સંતુલિત થાય છે. આ સિવાય થોડું દૂધ અથવા મલાઈ ઉમેરવાથી પણ ખટાશ ઓછી કરી શકાય છે.

તમને આ ટિપ્સ તમારા રસોડામાં જરૂર ઉપયોગી થશે, કારણ કે સૌથી વધારે આ જ 5 ભૂલો જ થતી હોય છે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા