kitchen secret tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે લોકો દરરોજ જમવાનું બનાવે છે તેમને મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે રસોઈ બનાવતી વખતે હજુ પણ કંઈક ખૂટે છે. અથવા તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો નથી આવતો અથવા નથી બનતું.

જો તમારી સાથે પણ આવું જ કંઈક થઇ રહ્યું છે તો ગભરાશો નહીં કારણ કે તામરી એકલા સાથે નથી, આવું ઘણી ગૃહિણીઓ સાથે થાય છે. સૌથી સારી વાત એક છે કે આ સમસ્યા એટલી મોટી નથી જેટલી આપણને લાગે છે. રસોઈ બનાવવાની એક કળા છે.

જેમ કોઈ પણ પ્રકારની ચિત્ર બનાવવી કે શીખતી વખતે ઉતાવળ કરવામાં આવે અથવા નાની બાબતો પર ધ્યાન ના આપવામાં આવે તો તે ચિત્ર બગડી શકે છે. એવી જ રીતે જો રસોઈ બનાવતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન ના રાખવામાં આવે તો ખાવાનો સ્વાદ બગડી શકે છે.

આજે અમે આવી 4 ટિપ્સ અને સિક્રેટ લઈને આવ્યા છીએ, જેને અનુસરીને તમે તમારા ભોજનનો સ્વાદ વધારી શકો છો. આ ટિપ્સ માં તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે, તેમ છતાં એ જ મહેનતમાં તમારા ભોજનના સ્વાદમાં મોટો ફરક પડી શકે છે.

રવા ઈડલીને બનાવો રૂ જેવી સોફ્ટ : ઘણા લોકોને રવા ઇડલી સોફ્ટ નથી બનતી. ચોખાના લોટની ઈડલી તો સોફ્ટ બને છે કારણ કે તેને આથો (ખમીર) આપવામાં આવે છે, પરંતુ રવા ઈડલી તરત જ બનાવીને તરત જ ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે ઈડલીના બેટરમાં 2-3 બ્રેડને મેશ કરશો તો રવા ઈડલી એકદમ સોફ્ટ બનશે.

રેસ્ટોરન્ટ જેવી સફેદ ગ્રેવી : ઘણીવાર તમે રેસ્ટોરન્ટમાં સફેદ ગ્રેવીમાં પનીર અથવા કોઈપણ નોન-વેજ ડિશ ખાધી હશે. દર વખતે સફેદ ગ્રેવી સાથેની કોઈપણ વાનગીનો ઓર્ડર આપતી વખતે તમારા મગજમાં એ વાત જરૂર આવી જ હશે કે, આ ગ્રેવી ઘરે બનાવી શકાતી હોત તો, આટલા પૈસા ન આપવા પડે.

આ ગ્રેવી બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ખાવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ છે. 2-3 ડુંગળીને છોલીને 5 થી 7 મિનિટ સુધી પાણીમાં ઉકાળો, અડધા કપ કાજુને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો.

હવે બંને વસ્તુને અલગ-અલગ ગ્રાઇન્ડ કરો. હવે બાજુમાં, એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીની પેસ્ટ, આદુ-લસણની પેસ્ટ નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં કાજુની પેસ્ટ, કાળા મરી પાવડર, ઈલાયચી પાવડર અને દહીં નાખીને મિક્સ કરી લો. આ પછી છેલ્લે મીઠું ઉમેરો. તૈયાર છે ગ્રેવી.

લીલી ચટણી બનાવો વધારે સ્વાદિષ્ટ : લીલી ચટણી કોઈ પણ સ્વાદ વગરના અને કંટાળાજનક ભોજનનો સ્વાદ બમણો કરી નાખે છે. સાદી દાળ અને ભાત હોય કે સ્વાદિષ્ટ પનીરનું કોઈપણ શાક હોય, લીલી ચટણી એ આપણા ભોજનનો મહત્વનો ભાગ છે, તેથી જ મોટાભાગના ઘરોમાં હંમેશા લીલી ચટણી તો જોવા મળશે.

દરેક વ્યક્તિના ઘરમાં ચટણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ચટણી ગમે તે હોય, પરંતુ જો ચટણીને પીસતી વખતે તેમાં 2-3 ચમચી ચણાના લોટની સેવ નાખો તો તેનો સ્વાદ બમણો થઈ જશે. ધ્યાનમાં રાખો કે સેવ ઉમેરો છો તો મીઠું ઓછું નાખો.

રેસ્ટોરન્ટ જેવો ઘટ્ટ સૂપ બનાવવા માટે : એમાં કોઈ શંકા નથી કે ઘરે બનાવેલ સૂપ હેલ્દી હોય છે કારણ કે તેમાં કોઈ કૃત્રિમ રંગ કે સ્વાદ નથી ઉમેરવામાં આવતા, પરંતુ જ્યારે ઘરે બનાવેલો સૂપ રેસ્ટોરન્ટના સૂપ જેટલો જાડો અને ક્રીમી નથી બનતો ત્યારે તે રેસ્ટોરન્ટના સૂપની યાદ અપાવે છે.

રેસ્ટોરાંમાં, સૂપને ઘટ્ટ કરવા માટે કોર્નફ્લોરનું એક મિશ્રણ ઉમેરવામાં આવે છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે બ્રેડના ટુકડાને તોડીને તેમાં ઉમેરી શકો છો. ઘરે બનાવેલો સૂપ પણ ઘટ્ટ બનશે.

હવે જયારે પણ તમે આમાંથી કોઈ રેસિપી બનાવો છો આ ટિપ્સ જરૂર અપનાશો. જો તમને આ ટિપ્સ અને ટ્રિક્સ સારી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા