દરેક ગૃહિણીનો એક પ્રયત્ન હોય છે કે તેનો પરિવાર સ્વસ્થ રહે અને તે પરિવારને સ્વસ્થ રાખવા માટે પણ ઘણી કોશિશ કરે છે. પરિવારનું સ્વાસ્થ્ય રસોડામાં છે અને ગૃહિણી ને રસોઈનીરાણી કહેવામાં આવે છે. તેઓ સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના પરિવારને સલાડ, લીલા શાકભાજી અને ફળો વગેરે આપે છે.
પરંતુ શું તમે જાણો છો કે દરરોજ ઉપયોગમાં આવતા કેટલાક એવા ખોરાક છે જેને ખાવાથી રોગ ફેલાવાનો ખતરો વધી જાય છે. કેટલાક હેલ્ધી ફૂડ્સ એવા છે જેમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અને તેને ખાવાથી ઉબકા, ઉલ્ટી, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઇ જાય છે.
તેના સેવનથી કેટલાક લોકોને તો ફૂડ પોઈઝનિંગનો શિકાર પણ બનવું પડે છે. તેથી દરેક સ્ત્રીઓએ જાણવું જોઈએ કે કયા ખોરાકમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધવા લાગે છે, જેથી કરીને પરિવારના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકાય, તો ચાલો જાણીયે તે ખોરાક વિશે, જેમાં બેક્ટેરિયા સૌથી ઝડપથી વિકસે છે.
ઇંડા : તમે આ વાત તો ચોક્કસ સાંભળી જ હશે કે સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ કહેવામાં આવે છે? આવું એટલા માટે કહેવાય છે કારણ કે ઈંડું ખૂબ જ હેલ્ધી હોય છે અને તેમાં શરીર માટે લગભગ તમામ પોષક પ્રકારના તત્વો હોય છે. અત્યારે તો ઈંડાને વેજિટેરિયનમાં સમાવેશ કરવામાં આવેલું છે.
કસરત કરતા લોકો પ્રોટીન માટે ઈંડાનું વધારે સેવન કરે છે. પરંતુ ઇંડા ખાતા પહેલા અથવા તેને પરિવારને ખવડાવતા પહેલા ગૃહિણીઓએ ચોક્કસ તપાસ કરવી જોઈએ કે તેમાં સૅલ્મોનેલા (salmonella) બેક્ટેરિયા હાજર તો નથી ને, કારણ કે તે પેટની સમસ્યાઓ થઇ છે. તેથી હવે જયારે પણ ઈંડા ખરીદો ત્યારે પહેલા ખાતરી કરી લો કે ઈંડામાં કોઈ તિરાડ તો નથી ને.
વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર સ્પ્રાઉટ્સ : ઘણા લોકો જીમમાં કસરત કરતા પેહલા સ્પ્રાઉટ્સ ખાવાનું પસાંદ કરે છે. સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે અને તે વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફાઈબરનો એક ઉત્તમ સ્ત્રોત છે. તેને સામાન્ય રીતે હેલ્ધી ફૂડ માનવામાં આવે છે અને મહિલાઓ તેને તેમના ફેમિલી ડાયટમાં ચોક્કસપણે સામેલ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે સ્પ્રાઉટ્સ ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે સારું છે પણ તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ પણ ઘણું વધારે હોય છે. કારણ કે સામાન્ય રીતે સ્પ્રાઉટ્સ બનાવવા માટે ગરમી અને ભેજની જરૂર પડે છે અને આ જ કારણે, સ્પ્રાઉટ્સમાં બેક્ટેરિયાના વિકાસની શક્યતા ઘણી વધી જાય છે. તમને જણાવી દઈએ કે સ્પ્રાઉટ્સમાં ઈ-કોલાઈ હાજર હોય છે અને તેને ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે.
પાંદડાવાળા શાકભાજી : પાંદડાવાળા શાકભાજીમાં ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં પણ બેક્ટેરિયાના વિકાસનું જોખમ વધારે છે. ઝીણી સમારેલી લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાના ચેપનું જોખમ સૌથી વધારે છે.
તેથી, શાકભાજીને કાપીને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લો અને શાકભાજીને ધોયા પછી તરત જ રાંધો, કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીને ક્યારેય વધારે સમય સુધી સમારેલા ના રાખવા જોઈએ. તેથી હવે જયારે પણ વખતે આ ખોરાક ખાતા પહેલા થોડી કાળજી જરૂર લો, નહીં તો તમે બીમાર પડી શકો છો.
રાંધેલા વગરનું માંસ : ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન નું કહેવું છે કે કોઈપણ પ્રકારનું માંસ ક્યારેય અડધું રાંધેલું કે કાચું ક્યારેય ના ખાવું જોઈએ. કારણ કે આ અધુરા રાંધેલા કાચા માંસમાં સાલ્મોનેલા બેક્ટેરિયા હોય છે જે તમને બીમાર કરી શકે છે. આવું માંસ ખાવાથી તમને તાવ, માથાનો દુખાવો અને ઝાડા થવાનું જોખમ વધી જાય છે.
જો તમને આ સ્વાસ્થ્ય સબંધિત માહિતી ગમી હોય તો, આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.