dahi nu raitu banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતીય લોકો ઉનાળામાં તેમના ભોજનમાં રાયતાનો સમાવેશ જરૂર કરે છે. ઘણા લોકોને તેના વગર તો ખાવાનું જ પણ મન થતું નથી. એક રીતે, રાયતા તમારા ખાવામાં સ્વાદ ઉમેરવાનું કામ કરે છે.

તમે તેને પરાઠા, દાળ-ભાત વગેરે જેવા ખોરાક સાથે પીરસવામાં આવે છે. જો કે તમે આ પહેલા ઘણા પ્રકારના રાયતા બનાવીને ખાધા હશે, પરંતુ આજે અમે તમારા માટે સ્પેશિયલ રેસિપી લઈને આવ્યા છીએ.

આજે આ લેખમાં, ઉનાળામાં રાજા કહેવાતું ફળ કેરીની રેસિપી વિશે જણાવીશું, એટલે કે કેરી રાયતું બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આવો જાણીએ આ રેસિપી વિશે.

સામગ્રી : પાકેલી કેરી 1, દહીં 2 કપ, સ્વાદ માટે મીઠું, કાળા મરી 1/2 ચમચી, જીરું પાવડર 1/2 ચમચી, કોથમીરના પાન 1 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, અજમો 1 ચપટી અને ખાંડ 1/2 ચમચી

કેરીનું રાયતું બનાવવાની રીત : કેરી રાયતા બનાવવા માટે તમારે વધારે મહેનત કોઈ કરવાની જરૂર નથી. તમે આને લગભગ 5 થી 10 મિનિટમાં સરળતાથી ઘરે બનાવી શકો છો. મેંગો રાયતા બનાવવા માટે સૌથી પહેલા દહીં અને ખાંડને મિક્સરમાં નાંખો અને તેમાં બે ચમચી કેરીનો પલ્પ ઉમેરીને બરાબર ગ્રાઈન્ડ કરી લો.

દહીં અને ખાંડ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો. તેને કાઢ્યા પછી બાકીની થોડી ટુકડા કરેલી કેરીને ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, કાળા મરી વગેરે બરાબર મિક્ષ કરી લો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કર્યા પછી રાયતાને લગભગ 20 મિનિટ માટે ફ્રિજમાં રાખો. 10 મિનિટ ફ્રીજમાં રાખ્યા બાદ તેને બહાર કાઢો અને ઉપર કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

કોથમીર મિક્સ કર્યા પછી ઉપર ચાટ મસાલો નાખીને ફરીથી મિક્સ કરો. તો હવે ટેસ્ટી મેંગો રાયતું પીરસવા માટે તૈયાર થઇ ગયું છે. જો તમે ઈચ્છો તો કોથમીર સાથે ફુદીનાના પાન પણ મિક્સ કરી શકો છો.

જો તમે પણ આ રીતે રાયતું બનાવીને કોઈ દિવસ નથી ખાધું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, આવી જ અવનવી રેસિપી વીશે જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા