શરીર ને સ્ફૂર્તિવાળું અને તંદુરસ્ત રાખવા પ્રોટીન થી ભરપૂર, પ્રોટીન સલાડ બનાવવાની રીત

આજે એક એવા સલાડ વિશે જોઈશું જે તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સલાડ પ્રોટીન થી ભરપુર છે. જો આ સલાડ ને સવારે ખાવામાં આવે તો તમારા શરીર ની સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીર માં ખુબજ વધુ માત્રામાં પ્રોટીન પૂરું પાડે છે.

પ્રોટીન સલાડ સામગ્રી:

  • 2 કપ બાફેલા ચણા
  • પનીર – 1/2 કપ
  • ટામેટા – 1 કપ
  • ડુંગળી – 1/2 કપ
  • કાકડી – 1/2 કપ
  • મગફળી ના દાણા – 1/4 કપ
  • સ્પ્રાઉટ મગ – 1/2 કપ
  • કોથમીર ના પાન – 1/4 કપ
  • લીલા મરચા – 2
  • ઓલિવ ઓઇલ – 1 ચમચી
  • લીંબુ નો રસ – 1 ચમચી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • સંચળ – 1/2 ચમચી
  • ચેટ મસાલા – 1 ચમચી
  • શેકેલું જીરું – 1 ચમચી

પ્રોટીન સલાડ બનાવવાની રીત :

2 કપ બાફેલા ચણા લઈ જઈશું. જેને 7 થી 8 કલાક સુધી પલાળીને બાફી કાઢ્યા છે ( પણ ચણાને વધુ બાફ્વાના નથી ). ચણા સૌથી બેસ્ટ, પ્રોટીનનો ખૂબ સારો સ્રોત છે. એક બાઉલ લો. તેમાં આ 2 કપ બાફેલા ચણાને એડ કરો. હવે ½ પનીર એડ કરીશું. પનીર માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.

હવે 1 કપ સમારેલા ટામેટા એડ કરીશું. હવે આપણે એડ કરીશું નાના ટુકડા કરેલી ડુંગળી, પછી છાલ કાઢ્યા વગર ની કાકડી 1/2 કપ ( કાકડીમાં ફાઈબર વધુ હોય છે ), હવે એડ કરીશું અડધો કપ શેકેલા શીંગદાણા (મગફળી ના દાણા ), સ્પ્રાઉટ કરેલા મગ ( સ્પ્રાઉટ મગ તમે તેનેઘરે પણ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.

મગ દાળને આખીરાત પાણીમાં પલાળીને- તેને દિવસ દરમિયાન સુતરાઉ કાપડમાં નાખીને તેને લટકાવી દો. તૈયાર થઇ જશે ) સ્પ્રાઉટ મગ કરવાથી નોર્મલ મગ કરતા તેમાં પ્રોટીન ની માત્ર ખુબ જ વધી જાય છે. હવે સમારેલી કોથમીર ના પાન એડ કરો. હવે આપણે બધી જ વસ્તુ પ્રોટીન સલાડ માટે તૈયાર થઇ ગઈ છે.

હવે એક બાઉલ માં ઓલિવ ઓઇલ લો. આ ઓપ્સનલ છે. હવે એક ચમચી લીંબુ નો રસ એડ કરીશું. લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. ત્યારબાદ આપણે એક ચમચી મીઠું, અડધો ચમચી સંચળ, એક ચમચી ચાટ મસાલા, અને અડધી ચમચી શેકેલું જીરું લઈશું. ટેસ્ટ માટે થોડું મરી પાઉડર.

હવે આ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લો. આમ અલગ રીતે મસાલો કરવાથી સલાડ એક ડેમ ચટપટું બનશે. હવે આ મિશ્રણ ને સલાડવાળા બાઉલ પર ફરતે રેડી દો (સ્પ્રેડ કરો ). હવે ઉપર થી નાના સમારેલા 2 લીલા મરચા એડ કરો. હવે આપણે બધુ બરાબર મિક્ષ કરીશું.

અહીંયા જેટલી પણ સામગ્રી લીધી છે તેને ચણા નું કદ છે તેટલા જ કદ માં સમારી ને એડ કરવાની રહેશે. તો તૈયાર છે પ્રોટીન સલાડ.   નોંધ : તમે આ સલાડ તમને ગમતી કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે, ડ્રાયફ્રૂટ ફ્રૂટ અને એવી રીતે કોઈ પણ શાકભાજી.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.