poshak tatv
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેઓ ખૂબ જ સારો આહાર લે છે, શુદ્ધ ખોરાક લે છે અને બધી જ આરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે તો પણ તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઉદાહરણ તરીકે સમજીએ તો કે કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા છે તો તે તેના આહારમાં મોટાભાગે પ્રવાહી વસ્તુઓનું સેવન કરે છે, તો પણ કબજિયાતની સમસ્યા મટવાનું નામ નથી લઈ રહી. તેવી જ રીતે શરીરને લગતી આવી ઘણી સમસ્યાઓ હોય છે જેનું કારણ આપણને ક્યારેક સમજાતું નથી અને લાખ પ્રયત્નો કર્યા પછી પણ આ સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લેતી.

આવી સ્થિતિમાં મનમાં એક સવાલ આવે છે કે શું માત્ર સારો ખોરાક ખાવાથી જ શરીરને સ્વસ્થ રાખી શકાય ખરું? કદાચ નહિ. ન્યુટ્રિશનિસ્ટ મુજબ આ 5 સંકેતો જો તમારા શરીરમાં દેખાય, તમારું શરીર સારો ખોરાક ખાવા છતાં તેમાં રહેલા પોષક તત્વોને ગ્રહણ નથી કરી શકતું તો આ ચિહ્નો અને લક્ષણો તમારા શરીરમાં દેખાવા લાગે છે.

પેટ દરરોજ સાફ ના થવું : ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનું પેટ દરરોજ સાફ નથી થતું. શું તમે જાણો છો કે જો પેટમાંથી દરરોજ મળ બહાર ના નીકળે તો તેનાથી પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે ફાઈબરયુક્ત ખોરાક ઓછો ખાઓ છો.

આવું થાય તો શું ખાવું જોઈએ તો, તમારે ફાઈબરવાળા શાકભાજી, ઓટમીલ, મકાઈ, કઠોળ, ફાઈબરથી ભરપૂર ફળો વગેરે ખાવા જોઈએ સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ.

માથાનો દુખાઓ અને શરદી, ખાવાનું પચતું નથી : જો તમને થોડા થોડા દિવસોમાં માથાનો દુખાવો, શરદી કે તાવ આવે છે તો સમજી જાઓ કે તમે જે આપણ ખાઈ રહ્યા છો તેમાં કંઈક ઉણપ છે. જો તમે ચા કે કોફી, આર્ટિફિશિયલ સ્વીટનર્સ, ફ્રોઝન ખોરાક, મગફળી અને આથેલા ખોરાકનું વધારે સેવન કરો છો તો તમને માથાનો દુખાવો થઈ શકે છે.

સાથે જ વધારે ઠંડી વસ્તુઓ ખાવાથી શરદી અને તાવ આવી શકે છે. આ એટલા માટે પણ થાય છે કારણ કે તમારા શરીરમાં ઇમ્યુનીટી કમજોર હોય છે. આવા લક્ષણો દેખાય તો શું ખાવું જોઈએ તો, તમે તમારા આહારમાં ઝિંક અને વિટામીન-સીથી ભરપૂર ખોરાક ખાવાનું શરુ કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

ત્વચામાં ચમક ના હોવી : દરેક વ્યક્તિ સુંદર દેખાવું હોય છે. એવામાં જો ત્વચાની ચમક ફિક્કી પડી જાય તો સુંદર દેખાવાનું સપનું પણ તૂટી જાય છે. તમે ખૂબ જ સારો ખોરાક લેતા હશો પણ જો તેમાં રહેલા જરૂરી પોષક તત્વો તમારા શરીર સુધી નથી પહોંચી રહ્યા તો તમારા ચહેરાની ચમક ઓછી થઈ જશે. સામાન્ય રીતે આવું થાય ત્યારે શરીરમાં પોટેશિયમ, વિટામીન-કે અથવા વિટામિન ઈની ઉણપ હોય છે.

તો શું ખાવું જોઈએ તો, તમે તમારા આહારમાં નારિયેળ તેલ અને ટામેટાંનો સમાવેશ કરી શકો છો. ટામેટાંમાં તમામ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે અને જ્યારે નારિયેળના તેલમાં પોટેશિયમ, વિટામિન-કે અને ઈ હોય છે.

વાળ ખરવાની સમસ્યા : આપણા વાળ પ્રોટીનથી બનેલા હોય છે અને જો તે પ્રોટીન યોગ્ય માત્રા શરીરમાં ના પહોંચે તો વાળ ખરવાની સમસ્યા શરુ થાય છે. વાળ ખરવાના બીજા કારણો પણ હોઈ શકે છે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં બીજા પોષક તત્વોની સાથે પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

શું ખાવું જોઈએ તો, દાળ, ડેરી વસ્તુઓ, સિમલા મરચું, પાલક વગેરે પ્રોટીનયુક્ત વસ્તુઓ છે. આ સિવાય જો તમે દરરોજ તમારા આહારમાં ઈંડાનો સફેદ ભાગને સમાવેશ કરો છો તો તમને ઘણા ફાયદા થશે.

મગજમાં ધુમ્મસ અને થાક અનુભવવો : મગજની ધુમ્મસ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. પણ પુરી ઊંઘ ના લેવાને કારણે અથવા સારી ઊંઘ ના લેવાને કારણે વ્યક્તિને મગજના ધુમ્મસની સમસ્યા થઇ શકે છે. મગજના ધુમ્મસને કારણે વ્યક્તિ યાદ અથવા વિચારવામાં માણસ અસમર્થ બની જાય છે.

જ્યારે આવું થાય છે ત્યારે તમને ઘણા શારીરિક રોગોનું જોખમ પણ વધી જતું હોય છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેને ખાધા પછી તમને રાત્રે સારી ઊંઘ આવી શકે.

શું ખાવું જોઈએ તો, રાત્રે ભોજનમાં દૂધ અને કેળાનું સેવન કરી શકો છો. આ બંનેમાં ટ્રાયટોફેન નામનું તત્વ હોય છે જે તમારી ઊંઘને સુધારે છે. જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા