અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મીનાક્ષી અને કેતન બંને લંચ કરી રહ્યા હતા. મીનાક્ષીએ લંચ બોક્સ ખોલતા જ કેતને કહ્યું “વાહ મીનાક્ષી!! તું રોજ પનીર લાવે છો.” પછી મીનાક્ષીએ તેને ટોકીને કહ્યું, ઈડિયટ આ ટોફુ છે આ પનીર નથી. તો તમે પણ સમજી ગયા આ ટોફુ છે પનીર નથી. તેથી ફરીથી ના પૂછતો.

તમને પણ મીનાક્ષીની જેવા ઘણા લોકોએ મૂર્ખ કીધું હશે. તો આ મૂર્ખતાને છોડો અને આજમાં લેખમાં જાણો પનીર અને ટોફુ વચ્ચેનો તફાવત. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે પનીર અને ટોફુમાં શું તફાવત હશે? તો આજે આ લેખમાં આપણે ફક્ત આ ટોફુ અને પનીર વચ્ચેના તફાવત વિશે જ વાત કરીશું.

ટોફુ VS પનીર : ભારતમાં પનીરને ઘણા લોકો પસંદ કરે છે. તે એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક છે જેને શાકાહારીઓ વધારે ખાય છે. તે દૂધમાંથી બને છે તેથી જ તેને વધુ ખાવાથી વજન પણ વધે છે. તેથી ઘણા લોકો તેની જગ્યાએ ટોફુ ખાય છે.

ટોફુ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે જે પનીર જેવું દેખાય છે. ઘણા લોકો ટોફુ વિશે જાણતા નથી જેના કારણે લોકો પનીર અને ટોફુ વચ્ચે ગૂંચવાઈ જાય છે કે બંનેમાંથી સાચું શું છે. તો આજે જ આ મૂંઝવણમાંથી તમને બહાર કાઢીશું અને જાણો તેમની વચ્ચેનો તફાવત.

પનીર એક ડેરી પ્રોડક્ટ છે જેમાં તમામ પ્રકારના વિટામિન સી ને છોડીને તમામ વિટામિન્સ અને કેલ્શિયમ હોય છે. જ્યારે ટોફુ સોયાબીનમાંથી બનાવેલ ખાદ્ય વસ્તુ છે તેમાં વિટામિન B1 અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ટોફુમાં આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જેના કારણે તે એનિમિયાવાળા લોકો માટે ફાયદાકારક હોય છે.

દૂધમાંથી બને છે પનીર : દરેક વ્યક્તિને ખબર છે કે પનીર દૂધમાંથી બને છે. તે જેટલું તાજું હોય છે તેટલો જ તેનો સ્વાદ વધુ સારો હોય છે. તે દેખાવમાં અને ખાવામાં સોફ્ટ હોય છે. તેની સૌથી સારી વાત એ છે કે તમે ઘરે પણ બનાવી શકો છો.

આ એક પ્રીમિયમ વાનગી છે જે તમે ઘરે તો બનાવવાં,આ આવે જ છે પણ સાથે, તે પાર્ટીમાં અથવા મહેમાનોને પણ પીરસવામાં આવે છે. આ એક હેલ્ધી ફૂડ છે જેનો મોટા ભાગના શાકાહારીઓ નોનવેજ ખોરાકના વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે.

સોયા દૂધમાંથી બને છે ટોફુ : ટોફુ દૂધમાંથી નહિ સોયામાંથી બનાવવામાં આવે છે. તે હેલ્ધી પણ છે અને તેને અલગ-અલગ રીતે બનાવીને ખાવામાં આવે છે. તે પનીર કરતા ઓછું સોફ્ટ હોય છે. તેમાં પણ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.

આ પણ એક વેજ ફૂડ છે જેને અલગ અલગ રીતે લોકો તેમના શરીરમાં પ્રોટીનની માત્રાને પૂર્ણ કરવા માટે ખાય છે. ટોફુને સોયા દહીં અથવા સેમ દહીં પણ કહેવામાં આવે છે કારણ કે તે સ્વાદમાં હળવું ખાટું હોય છે.

પનીરમાં વધારે ચરબી હોય છે : પનીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ટોફુમાં ચરબી ઓછી હોય છે. તેથી જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેઓ પનીરને બદલે ટોફુ ખાઈ શકે છે. બીજી તરફ જે મહિલાઓને વજન વધારવું હોય તેમણે પનીરમાંથી બનેલી વસ્તુઓ વધારે ખાવી જોઈએ. જો તમે ટેસ્ટ માટે ખાવા માંગતા હોય તો ટોફુ કરતા પનીર બેસ્ટ છે. કારણ કે ટોફુ હળવું કઠણ અને ખાટું હોય છે અને જ્યારે પનીર સોફ્ટ અને ક્રીમી હોય છે.

ટોફુ વધારે હેલ્દી : આમ તો બંને વસ્તુઓ તંદુરસ્ત છે. પણ એ જ વાત છે કે પનીરમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જ્યારે ટોફુમાં ફેટ ના બરાબર હોય છે તેથી તેને વધારે હેલ્ધી ગણવામાં આવે છે.

બીજા તફાવતો : પનીર એક ભારતીય ખોરાક છે જ્યારે ટોફુ મૂળ ચીનનું છે. પનીરમાં કેલરી વધારે હોય છે જ્યારે ટોફુમાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીન વધારે હોય છે. પનીર હંમેશા તાજું વેચાય છે અને જ્યારે ટોફુને લાંબા સમય સુધી ફ્રિજ કરીને ઉપયોગમાં લઇ શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા