સમાજસેવક પોપટભાઈ આહીર આજે સગાઈ ના બંધન મા બંધાઈ ગયા છે ?? જુઓ સગાઈની તસવીરો

popat bhai
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘર વિહોણા અને અસ્થિર મગજ, રસ્તા ભીખ માંગતા લોકોને “પ્રભુજી” કહેનાર વ્યકતિ એટલે પોપટભાઈ આહીર, જે આજે સગાઈના બંધનમાં જોડાઈ ગયા છે. આજથી થોડા દિવસો પહેલા સમાજસેવક ખજુરભાઈની પણ સગાઇ થઇ હતી. પ્રભુજી લોકોને નવું જીવન આપનાર અને સમાજસેવક તરીકે ઉત્તમ ઉદાહરણ આપનાર પોપટ ભાઈને ઓળખાતા જ હશો.

ખજુરભાઈની જેમ પોપટભાઈએ પણ સમાજસેવક તરીકે ગુજરાતમાં ખુબ નામ કમાવ્યુ છે. આજે તેમની સગાઈના કેટલાક ફોટો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહયા છે.

તમે પણ ફોટો જોઈને જોઈ શકો છો કે, પોપટભાઈ તેમની સગાઇમાં તેમની પત્ની સાથે ખુબ ખુશ દેખાઈ રહયા છે. આ સમાચાર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મળી આવ્યા છે. તેમની આ પોસ્ટ પર અત્યારથી સુધીમાં 5000 થી વધુ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને દોઢ લાખ લાઇક્સ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Popatbhai Ahir (@popatbhai_ahir)

આપણી આજુબાજુ તમને 2 પ્રકારના માણસો જોવા મળશે, એક કે જેમની પાસે અઢરક રૂપિયા છે પણ કોઈ જરૂરિયાત લોકોની મદદ નથી કરતા અને બીજા એવા લોકો જેમની પાસે ભલે લાખો રૂપિયા નથી, પરંતુ જરૂરિયાતની મદદ કરે છે અને તેમની જિંદગી બદલવાનો પ્રયત્ન કરતા હોય છે.

અત્યારે આપણે સૌ ગુજરાતમાં 2 સમાજસેવક વિશે સૌથી વધારે નામ સાંભળતા આવ્યા છીએ, ખજુરભાઈ અને પોપટભાઈ. હજુ પણ ઘણા લોકો જાણતા નથી કે કોણ છે પોપટભાઈ આહીર. તો તમને જણાવી દઈએ કે, અત્યારે ગુજરાતમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થા ચાલે છે, જેમની સ્થાપના શ્રી રજની કટારીયા નામના વ્યક્તિએ કરી છે.

આ એજ વ્યક્તિ છે જે મોબાઈલના ટફન ગ્લાસ વેચવા રસ્તા પર સ્ટોલ લગાવીને વેંચતા હતા, ત્યારે તેઓ રસ્તા પર જ અનેક લોકોની પીડા તથા દુઃખ જોતા, તે જ સમયે તેઓ સમાજસેવાના માર્ગ પર આવી ગયા હતા. અત્યારે બીજી પણ સમાજસેવી સંસ્થા બની રહી છે જેનું નામ છે “સોસીયલ મીડિયા આશ્રમ”જે મહુવા રોડ પર આવેલો છે. તેનું બાંધકામ હજુ ચાલુ છે.

તેમના જણાવ્યા અનુસાર આ આશ્રમમાં 2000 પ્રભુજી રહી શકે, એટલા વિસ્તારમાં આ આશ્રમનું નિર્માણ થઇ રહ્યું છે. પોપટભાઈએ તેમનો અભ્યાસ ભાવનગરના અનાથાશ્રમમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.sc નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે બાદ તેઓ સમાજસેવા કરી રહયા છે.

ફક્ત 25 વર્ષના આ યુવાન પોતાની સમાજસેવાની ભાવનાને લઈને રાજ્યમાં એટલા પ્રખ્યાત થઇ ચુક્યા છે કે લોકો પણ તેઓના ખુબ વખાણ કરે છે. તો હવે તમે પણ આપણા પોપટભાઈ માટે પ્રાથના કરો કે, ભવિષ્યમાં પણ તેઓ આ રીતે સેવા કરતા રહે અને ભગવાન તેમને ખુબ શક્તિ આપે.