popat bhai ahir
Image credit - popatbhai_ahir
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરરોજ આપણે રસ્તા પર ઘણા લોકોને જોઈએ છીએ કે તેઓની પાસે સૂવા માટે કોઈ જગ્યા નથી હોતી, ખાવા માટે યોગ્ય ખોરાક નથી અને તેઓ મોટાભાગે શેરીઓમાં ભીખ માંગીને જીવન ગુજારતા હોય છે, આ તે નિરાધાર લોકો છે જેઓ શેરીઓમાં અને રોડ રસ્તાઓ પર પોતાનું જીવન જીવે છે.

Popatbhai Charitable Foundation
credit- Youtube/Popatbhai Charitable Foundation

આપણે તેમને અસ્થાયી લોકો પણ કહી શકીએ છીએ. મોટા ભાગના લોકો તેમને અન્નની ભીખ માગતા નીચ લોકો માને છે, પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જે માનવ જીવનની કિંમત જાણે છે. પોપટભાઈ ફાઉન્ડેશન એવી જ એક બિન-લાભકારી સંસ્થા છે જે 2019 માં અસ્તિત્વમાં આવી હતી.

આ સંસ્થાની સ્થાપના શ્રી પોપટભાઈ દ્વારા કરવામાં આવી હતી. પોપટભાઈ ફાઉન્ડેશન એવા લોકો માટે કામ કરે છે જેમની પાસે ઘર નથી અને તેઓ ભીખ માંગવા પર નિર્ભર છે. તમે માત્ર, તેમણે આવા નિરાધાર લોકો માટે જ સેવા કરતા જોયા હશે.

popatbhai_ahir
credit – popatbhai_ahir

પરંતુ તમને જણાવી દઈએ કે, પોપટભાઈ ફાઉન્ડેશન ગુજરાતમાં અનાથાશ્રમ સહાય, બાળ અધિકાર, મહિલા સશક્તિકરણ, શિક્ષણ સહાય, વૃદ્ધાવસ્થા સહાય, આપત્તિ રાહત, તબીબી સહાય અને પક્ષીઓ અને પ્રાણીઓના જીવન બચાવવા માટે પણ કામ કરે છે.

પોપટભાઈ ફાઉન્ડેશન : તેમણે સેંકડો નિરાધાર લોકોને પુન:જીવન આપ્યું છે, મદદની જરૂર હોય તેવા લોકોને શોધવા માટે તે હંમેશા દોડતા રહે છે. એકવાર તેઓ તેમને શોધી કાઢે છે, પછી તેઓ પોતે અને ટીમ સાથે મળીને તેમના નખ કાપીને અને વાળ કાપીને તેમને સાફ કરે છે.

કેટલીકવાર તો જુના રોગોવાળા લોકો પણ સાથે આવે છે, પછી તે યોગ્ય કાઉન્સેલિંગ અને દવાઓ આપીને તેમની સારવાર કરે છે. પોપટભાઈ ફાઉન્ડેશન, જો તેઓ કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે તો આ લોકોને નોકરી અને કામ પણ આપે છે.

popatbhai_ahir
credit – popatbhai_ahir

જ્યારે પણ તેમની હેલ્પલાઈન પર, કોઈ નિરાધાર વિશે કોઈનો ફોન આવે છે, ત્યારે તે પોતાની ઈકો કારમાં તે લોકોને શોધવા માટે રસ્તા પર નીકળી જાય છે. પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા રચવામાં આવેલી ટીમ અત્યંત સમર્પિત યુવાનોથી ભરેલી છે જેઓ આ હેતુ માટે કામ કરી રહ્યા છે અને નિરાધારો પ્રત્યે ખૂબ જ દયાળુ અને સહાનુભૂતિ ધરાવે છે.

કારણ કે જ્યારે પણ તેઓ આ નિરાધાર લોકોને શેરીઓમાં મળે છે, ત્યારે તેઓ તેમને આશા આપે છે અને તેમને મનાવવાની કોશિશ કરે છે, તેમને ફરીથી સારું જીવન આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણી વખત, ટીમે આ લોકોના ભલા માટે જ તેમને જબરજસ્તી પણ લઇ જવા પડે છે.

credit – popatbhai_ahir

પોપટભાઈ ફાઉન્ડેશન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. યુટ્યુબ પર તેમના લગભગ 1.32 M સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 8 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેમના વિડીયો દરરોજ લાખો લોકો જુએ છે.

પોપટભાઈ ફાઉન્ડેશન એ લોકો માટે આશાનું કિરણ છે જેમની પાસે આજીવિકા માટે ભીખ માંગવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. તેમની પાસે એક સમર્પિત ટીમ છે જે દિવસ-રાત કામ કરે છે, તેમનું કાર્ય સમાજમાં પરિવર્તન લાવી રહ્યું છે અને લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.

‘અજાણ્યા’ને જીવન આપવું : પોપટભાઈ ફાઉન્ડેશન પાસે લાખો વ્યૂઝવાળા ઘણા વીડિયો છે, પરંતુ અમારી ટીમને યાદ આવી રહ્યો છે તેવો એક વીડિયો છે. એક એવા માણસનો હતો જે માનસિક રીતે બીમાર હતો અને રસ્તા પર ખોરાક માટે ભીખ માંગતો હતો.

Popatbhai Charitable Foundation
credit- Youtube/Popatbhai Charitable Foundation

આ ટીમે તેના પુનર્વાસ માટે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેમની સાથે મારપીટ કરવા લાગ્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો પરંતુ પોપટભાઈ શાંત રહ્યા અને આ વ્યક્તિને તેમની NGOઓમાં લઈ ગયા જ્યાં તેઓએ તેના વાળ અને નખ કાપ્યા, તેને સ્નાન કરાવ્યું અને તેને સારું ભોજન આપ્યું.

ઉપરાંત, તેને નોકરીનું વચન પણ આપવામાં આવ્યું હતું. આ માનસિક રીતે અસ્થિર વ્યક્તિ શાંત અને સ્વસ્થ વ્યક્તિ બની ગઈ હતી, તેણે તેના પરિવાર અને તેના પાછલા જીવન વિશે વાત કરી હતી. વિડીયો ખરેખર પ્રેરણાદાયક અને હૃદય સ્પર્શી જાય તેવો હતો છે.

popatbhai_ahir
credit – popatbhai_ahir

પોપટભાઈ ફાઉન્ડેશન દેશના યુવાનોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પ્રોત્સાહિત કરે છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય કોઈપણ જરૂરિયાતમંદને મદદ કરવાનો છે. તેઓ કહે છે કે મનુષ્ય તરીકે આપણે મનુષ્ય અને પર્યાવરણને મદદ કરવાની જરૂર છે અને તે જ આપણું સાચું કર્મ હશે.

કેટલીકવાર આપણી આશાનું કિરણ અને એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે થોડા પ્રેમની જરૂર હોય છે. પોપટભાઈ ફાઉન્ડેશન નિરાધારોના હિત માટે અથાક મહેનત કરી રહ્યું છે એટલું જ નહીં તેઓ અનાથાશ્રમ ચલાવવા, વૃદ્ધોને મદદ કરવા, મહિલા સશક્તિકરણ અને પશુ-પક્ષીઓને મદદ કરવા જેવા સામાજિક કાર્યોના દરેક ખૂણે ફાળો આપી રહ્યા છે.

આ સિવાય, તેમનું એક મહુવા રોડ પર, સોસિયલ મીડિયા આશ્રમ પણ બની રહ્યો છે. જો તમે પણ આ સેવામાં સહભાગી થવા માંગતા હોય તો તેમની ટીમનો સંપર્ક કરીને સેવા આપી શકો છો. તેમનું એક સૂત્ર છે જે હૃદયને સ્પર્શે તેવું છે “માણસ છીએ તો માણસની મદદ કરીએ છીએ”.

રસોઈનીદુનિયા ટીમ, આ લોકોના કલ્યાણ માટે પોપટભાઈ ફાઉન્ડેશન અને તેમની ઈચ્છાને સમર્થન આપે છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ વધુમાં વધુ પ્રેમ ફેલાવે અને બને તેટલા લોકોને મદદ કરે.

જો તમને આ પ્રેરણાદાયક જાણકારી પસંદ આવી હોય તો, ગુજરાતના દરેક ખૂણે આ માહિતીને મોકલો. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા