તમારાં પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થશે આ ૫ ટીપ્સ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજે આપણે જાણીશું પાંચ એવી ટિપ્સ જે તમારા પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ બનશે. તમે આ ટીપ્સ નો ઉપયોગ કરીને તમારા શરીર ની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થશે. તો આ પાંચ ટીપ્સ કઈ છે તે જોઈલો.

૧-  એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો: જો તમે ખાવા પીવાના શોખીન છો અને તમારી આ ટેવથી ખૂબ જ પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઈએ. તમે ઈચ્છો તો ઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પણ લઈ શકો છો. તમે પ્રવાહી પદાર્થોમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ કે  શુપ વગેરે લઈ શકો છો.  તમે ઈચ્છો તો એક દિવસ સલાડ કે ફળાહાર પણ લઈ શકો છો. સલાડ પણ વજન ઘટાડવામાં તમને મદદ રૂપ થશે.

૨- યોગાસન જરૂરી છે:  કમર અને પેટ ઓછુ કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ અને સાથે સાથે કેટલાક આસનો સામેલ કરવા જોઇએ. જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે.  યોગ તમને નિરોગ રાખશે જ્યારે સૂર્ય નમસ્કાર ની બધી ક્રિયાઓ સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, મયૂરાસન જેવા આસનો કરવા જોઈએ.

૩- ખાનપાન સંતુલિત રાખો:  જો તમે જંગ ફુડ ખૂબ ખાતા હોય કે પછી તમને તળેલા પદાર્થો ખાવા ખુબ જ પસંદ છે તો તમારે આવા ભોજનથી ડાયટિંગ કરવું જોઈએ.  સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરી ને રોટલી બનાવીને ખાઓ તેનાથી પણ તમને પાતળા થવામાં મદદ મળશે.

4

૪- ગ્રીન ટી મદદરૂપ થશે:  જો તમે ચા પીવાના ખૂબ જ શોખીન છો અને તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવો. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

૫- સવાર  સાંજ ચાલોસૌથી સરળ ઉપાય એ છે કે તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા અથવા ચાલવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઈએ. આનાથી તમને વધારાની કેલરી ઓછી કરવામાં મદદ મળશે અને પેટ કમરની વધારાની ચરબી પણ ઓછી થશે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: