ચોકલેટ બ્રાઉની ઘરે કેવી રીતે બની શકાય એક દમ સરળ રીત

0
400

સામગ્રી: 200 ગ્રામ ડાર્ક ચોકલેટ, પોણો કપ દૂધ, પોણો કપ મેંદો, અડધી ચમચી સમારેલી અખરોટ, 1 ચમચી વેનીલા એસેન્સ, 1 ચમચી માખણ, ચોકલેટ સોસ

બનાવવાની રીત : સૌ પ્રથમ ધીમા ગેસ પર ચોકલેટ અને માખણ ને 2 ટી સ્પૂન પાણી સાથે મેળવીને બરાબર ઓગાળી લો. ધ્યાન રાખજો કે ચોકલેટ બરાબર ઓગળી જાય પછી તેને ગેસ પરથી ઉતારવી. હવે તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને સામાન્ય તાપ પાર ઠંડુ થવા દો.

હવે તેમાં વેનીલા એસેન્સ અને અખરોટ ઉમેરી દો. ત્યારબાદ માખણ ને મફિનના મોલ્ડમાં મિશ્રણમાં રેડો. તેને 180 ડિગ્રી તાપમાન પાર પેહલેથી ગરમ ઓવનમાં 20 મિનિટ સુધી બૅક કરો. કેકને ઠંડી કરી મફિનમાંથી બહાર કદી લો અને ગરમાગરમ બ્રાઉની ઉપર ચોકલેટ સોસ રેડી સર્વ કરો.