pet fulvu problem
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો ખાવાનું ખાધા પછી પેટ બહાર દેખાય તો તે ખૂબ સ્વાભાવિક વાત છે, કારણ કે થોડા સમય પછી તે પોતાની જાતે અંદર જતું રહે છે. મુશ્કેલી ત્યારે આવે કે જ્યારે પેટ બહાર આવ્યા પછી અંદર જતું જ નથી. હકીકતમાં તે બ્લોટિંગને કારણે થઇ શકે છે. પેટના ફૂલવાની સમસ્યા હેલ્થ રીસન્સને કારણે પણ થઇ શકે છે પણ આને માટે આપણી ખાવાની આદતો જવાબદાર હોઈ શકે છે.

પેટનું ફૂલવું, તેને સામાન્ય રીતે પાચનની સમસ્યા તરીકે જોવામાં આવે છે. 15 થી 30 ટકા કેસોમાં, પેટ ફૂલવાને કારણે અગવડતા અનુભવી શકાય છે. ચાલો જાણીએ, કઈ ખાવાની આદતોને કારણે પેટ ફૂલવાની સમસ્યા બની શકે છે.

સારી રીતે ના ચાવવું

આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ. સામાન્ય રીતે ખાવાને ઓછામાં ઓછા 30 વાર ચાવવાની ભલામણ કરવામાં આવે છે. ભલે તમે ખાતી વખતે ગણતરી ના કરો, પણ તમારે ખાતરી કરવી જોઈએ કે તમે ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ છો. સારી રીતે ખોરાક ચાવીને ખાવાથી પચવામાં સરળતા રહે છે અને આપણી પાચન તંત્ર પર કોઈ વધારાનો ભાર પડતો નથી.

ઉતાવળમાં ખાવું 

ઘણીવાર આપણે કોઈ કામ માટે મોડા પડતા હોઈએ ત્યારે ઉતાવળમાં ખાવાનું ખાઈએ છીએ. આ આદત તમારી પાચન તંત્ર માટે યોગ્ય માનવામાં નથી આવતી. હકીકતમાં, ખાતી વખતે વધારે હવા શરીરમાં જાય છે અને તેના કારણે ખાધા પછી થોડા સમય પછી ગેસ અને અપચોની સમસ્યા થઇ શકે છે. એવામાં ધ્યાન રાખો કે ખોરાકને શાંતિ થી ખાઓ અને તેને ચાવીને ખાઓ.

ખાવામાં ધ્યાન ના આપવું

ઘણી વખત મહિલાઓ ટીવી જોતા જોતા અથવા સ્માર્ટફોન પર કામ કરતી વખતે ખોરાક ખાય છે. તમને આશ્ચર્ય થશે પણ તમારી આ આદત તમારા પાચન પર ખરાબ અસર કરી શકે છે. પાચનનો સેફેલિક સ્ટેજ મગજમાંથી શરૂ થાય છે અને ખોરાક પેટમાં પહોંચે તે પહેલાં આ ક્રિયા શરૂ થઇ જાય છે.

જો આપણે ખાવા પર ધ્યાન આપીએ, તો સેલફીક તબક્કો શરૂ ના થઇ શકે. આના કારણે, પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે. આ સ્થિતિમાં ધ્યાન રાખો કે ખોરાક લેતી વખતે ટીવી કે કોમ્પ્યુટર કે મોબાઈલને દૂર રાખો.

પૂરતું પાણી ના પીવું

જો શરીરમાં પાણીની ઉણપ હોય તો કબજિયાત થઈ શકે છે અને આ પણ પેટના ફૂલવા સાથે સંકળાયેલું છે. આપણે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની જરૂર હોય છે. આનાથી સ્ટૂલ સોફ્ટ થઇ શકે છે અને બીજા દિવસે ફ્રેશ થવામાં કોઈ સમસ્યા નથી આવતી. આ સાથે દરરોજ કસરત કરવી પણ ખુબ જરૂરી છે.

ખાવાની સાથે પાણી પીવાની આદત

ઘણીવાર મોટાભાગની મહિલાઓ ખાતી વખતે પાણી પીવે છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે. દિવસમાં શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખવું ખુબ જરૂરી છે, પણ જમતી વખતે પાણી પીવાથી પ્રોબ્લમ વધે છે, પછી ભલે તમે ખાતી વખતે વધારે પાણી પીતા હોય અથવા ખાધા પહેલા અને પછી.

જરૂર કરતા વધારે પેટમાં પાણી જવાને કારણે, ખાવા પચાવવાળા એસિડ ડાયલ્યુટ થઇ જાય છે, જેના કારણે ખોરાક સારી રીતે પાચન થતો નથી. હકીકતમાં, પેટના એસિડનો ઉપયોગ ખોરાકને પચાવવા અને રોગકારક સૂક્ષ્મજીવાણુઓને મારવા માટે કામ આવે છે.

પેટના એસિડની ઓછી માત્રા હોવાને કારણે ખોરાકને લાંબા સમય સુધી પેટમાં રહે છે અને પેટ બહાર નીકળતું દેખાય છે. આ કારણો જાણ્યા પછી તમે સરળતાથી તેના પર ધ્યાન આપી શકો છો અને તેમને દૂર કરીને પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા