આજે આપણે વાત કરીશું દુનિયાની સૌથી તાકાતવાન જડીબુટ્ટી, એક એવી ઔષધિ જે અમેરિકાની અંદર 700 થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે પરંતુ આ ઔષધિ આપણા દેશમાં દરેક જગ્યાએ સાવ મફતમાં મળી રહી છે. જો તમે ગામડાના રહેવાશી છો તો આ 700 થી 800 માં વેચાતી ઔષધિ તમને તમારા ઘરની આસપાસ જ મળી રહે છે.
આ ઔષધિ જે લોકોને દાંતની કોઈપણ પ્રકારની તકલીફ રહેતી હોય તેમના માટે સંજીવની સાબિત થાય છે. દાંતની કોઈપણ પ્રકારની તકલીફ દૂર કરવાની તાકાત આ ઔષધિમાં રહેલી છે. આ ઔષધિ તમારા દાંતનું આયુષ્ય ઓછામાં ઓછું 80 વર્ષનું કરી દે છે
આ જડીબુટ્ટી જે અમેરિકા જેવા દેશમાં ખાસ ઊંચામાં ઊંચા શોરૂમમાં મળે છે અને ત્યાંના લોકો પૈસા આપીને તેનો ઉપયોગ કરે છે અને આપણા ત્યાં મફતમાં મળતી આ ઔષધિનું નામ છે “લીમડાનું દાતણ”. આ લીમડાનું દાતણ તમને ક્યાંય પણ જાઓ ત્યાં તમને ખુબજ આસાનીથી મળી રહે છે.
લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ આ કડવાશની સાથે તેની અંદર 120 કરતા પણ વધારે પોષક તત્વો રહેલા છે. આ દાતણ ની અંદર એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ રહેલા છે જે તમારા શરીરને ગમે તેવા રોગોથી બચાવી શકે છે. પહેલાના જમાનાના લોકો લીમડાના દાતણનો ઉપયોગ જ કરતા હતા જેથી તેમના દાંત આજે પણ પહેલા જેવા એકદમ સારા જોવા મળે છે.
આ લીમડાનું દાતણ જો નિયમિત કરવામાં આવે તો લીમડાનો કડવો રસ તમારા પેટમાં જાય છે અને તમારા આંતરડા સાફ રહે છે. આ સિવાય લોહીની સફાઈ પણ થાય છે. લીમડાનું દાતણ કરવાથી પેટની અંદર કોઈ પણ પ્રકારની જીવાતો હોય તો મરી જાય છે આ સિવાય પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જો તમારા મોઢા ની અંદર કોઈ દાંતની તકલીફ હોય, મોઢામાં દાંત નો દુખાવો થતો હોય, દાઢ સડી ગઈ હોય, દાંત હલતા હોય, દાંત વારંવાર પડી જવાની સમસ્યા રહેતી હોય તો આ દાતણ કરવાથી તમારા દાંત સાથે જોડાયેલી બધી સમસ્યા દૂર થઇ જાય છે.
આ સિવાય જે લોકોને વારંવાર કફની સમસ્યા રહેતી હોય તે લોકો વહેલી સવારે લીમડાનું દાતણ નિયમિત કરે તો કફ કે કફની પ્રકૃતિમાં ઘટાડો થાય છે. લીમડાનું દાતણ વારંવાર કફ થઇ જવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે અમૃત સમાન છે.
અત્યારના સમયમાં બજારમાં જુદી જુદી ટૂથપેસ્ટ જોવા મળે છે. આ દરેક ટૂથપેસ્ટમાં ક્યાંક ને ક્યાંક થોડાક અંશે પણ કેમિકલ રહેલા હોય છે જે તમારા દાંત સાથે સાથે પેટની અંદર જઈને તમારા શરીરને નુકશાન કરે છે.
પરંતુ આ લીમડાના દાતણ એકદમ કુદરતી, કેમિલક વગરનું અને એકદમ તાજું જે દરેક જગ્યાએ મળી રહે છે અને આપણા શરીરને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડતું નથી.
જે લોકોના શરીરમાં વધારાની ગરમી હોય રહેલી છે, એટલે કે જે લોકોના શરીરમાં તજા ગરમી હોય છે તે લોકો જો નિયમિત લીમડાનું દાતણ કરે તો તેમના શરીરમાંથી તજા ગરમી દૂર થાય છે.
લીમડાનું દાતણ કડવું હોવાથી ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરવાનું ટાળે છે પણ જો તમે આ દાતણ કરશો તો લીમડાનો કડવો રસ તમારા શરીરમાં ઉતારશે અને તમારું શરીર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
લીમડાનું દાતણ નિયમિત કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે જેથી હૃદયને લગતી કોઈ સમસ્યા થતી નથી. આ સિવાય ચામડીને લગતી કોઈપણ સમસ્યા હોય ખસ, ખંજવાળ, વગેરે દૂર થાય છે.
ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.