dant na dukhava ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દાંતની યોગ્ય કાળજી ના લેવાને કારણે દાંતમાં પોલાણની સમસ્યા શરૂ થાય છે. દાંતમાં પોલાણના લીધે સડવાનું શરૂ થાય છે અને પછી દુખાવો અને સોજો આવવા લાગે છે. પોલાણની સમસ્યા ઘણીવાર બાળકો અને મોટા વયના લોકોમાં પણ જોવા મળે છે.

પોલાણમાં, દાંતમાં કાણાં પડી જાય છે, જેમાં કીડાઓ પકડવાનું શરૂ થાય છે. કેટલીકવાર તો સહન ના થાય તેવી પીડા પણ થાય છે. ક્યારેક દાંતમાં સડો એટલો વધી જાય છે કે તેને મજબૂરીમાં દાંતને નીકાળી કાઢવો પડે છે.

જો શરૂઆતમાં પોલાણની સમસ્યા ખબર પડી જાય તો તેની સારવાર કરવી સરળ બને છે. એવામાં દાંત બહાર કાઢવાની જરૂર રહેતી નથી. જો કે પોલાણને કારણે શરૂઆતમાં દાંતનો દુખાવો શરૂ થઇ જાય છે.

મોટાભાગની પોલાણ દાંતના પાછળના ભાગમાં એટલે કે દાઢમાં હોય છે, જેના કારણે ખાવામાં ઘણી તકલીફ પડે છે. કેટલીકવાર કઠણ વસ્તુઓ ખાવાથી આ સમસ્યા વધુ વકરી જાય છે. પોલાણના દુખાવામાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો છે જેને તમે અપનાવી શકો છો.

ફટકડીના પાણીથી કોંગરા કરો

જો દાંતમાં પોલાણના લક્ષણો દેખાઈ છે અને તમે દાંતને નીકાળવા માંગતા નથી, તો દરરોજ સવારે બ્રશ કર્યા બાદ, ફટકડીના પાણીથી કોગળા કરો. ફટકડી બે વાર સ્વચ્છ પાણીમાં ડુબાડીને હવે તે પાણીથી કોગળા કરો. જે દાંતમાં પોલાણની સમસ્યા દેખાય છે ત્યાં જ ફટકડીનું પાણી ને રાખો અને તેને બહાર કાઢો. આ જ રીતે ઓછામાં ઓછા 5 વખત કોગળા કરો.

ગરમ પાણીનો શેક કરો 

ગરમ પાણીથી દાંતની શેકાઈ કરો. જોકે કેટલાક લોકોને ગરમ પાણી કરતાં ઠંડા પાણીથી રાહત મળતી હોય છે. આ સ્થિતિમાં તમે તમારા દાંતને ગરમ અથવા ઠંડા પાણીથી, બંનેમાંથી એકથી શેક કરી શકો છો. પોલાણના દાંતને બરફના પાણી અથવા ગરમ પાણીથી શેક કરો, આનથી તમને થોડા સમય માટે પીડાથી રાહત મળી શકે છે. પોલાણમાં કઠણ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: આજીવન દાંતના દુખાવાથી છુટકારો મળી જશે, કરી લ્યો આ 5 આયુર્વેદિક ઉપાયો, આજીવન માટે દાંતમાં દુખાવો કે દાંતમાં કીડા નહિ પડે

પોલાણના દુખાવામાં રાહત મેળવવા 

ક્યારેક તો પોલાણનો દુખાવો વધારે વધી જાય છે, આવી સ્થિતિમાં તમે રૂને લવિંગના તેલમાં ડુબાડો. હવે તમને જ્યાં પોલાણ છે ત્યાં દાંતમાં લગાવો, તેનાથી તમારા દાંતનો દુખાવો થોડા સમયમાં ઓછો થશે.

ક્યારેક તો પોલાણને કારણે દાંતમાં કાણા પડી જાય છે, ત્યાં તમે કપાસના રૂમાં લવિંગનું તેલ નાખીને અને પછી તેને થોડા સમય માટે છોડી દો. આ બધું કર્યા પછી પણ દુખાવો ઓછો ના થતો હોય, તો ચોક્કસથી એક વખત ડોક્ટરનો સંપર્ક કરો.

ટૂથપેસ્ટનો ઉપયોગ

પોલાણની સમસ્યામાં હોય ત્યારે કોઈપણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો નહીં. ડોક્ટર દ્વારા જણાવેલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. હકીકતમાં ઘણા ટૂથપેસ્ટમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે પોલાણની સમસ્યા વધારી શકે છે.

તેથી ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. અને આવામાં ખાંડવાળી વસ્તુઓનું સેવન કરવાનું ઓછું કરો. ખાંડ અથવા પ્રવાહીનું સેવન કરવાથી આ સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે.

ડોક્ટરની સલાહ જરૂર લો

પોલાણના દુખાવામાંથી રાહત મેળવવા માટે દાંતને કાઢવો ખૂબ જરૂરી હોય છે. તમે આ વિશે ડોક્ટરની સલાહ લઈ શકો છો. હકીકતમાં ઘણી વખત પોલાણ એક દાંતથી લઈને બીજા દાંત પર અસર કરવાનું શરૂ કરે છે. તેથી જો તમને લાગે કે દાંતમાં કીડા પડવાના શરૂ થઈ ગયા છે અને તે સડવા લાગ્યા છે, તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ બધી ટિપ્સ તમે પોલાણના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

આ પણ વાંચો: 

ગરમ પાણી ચહેરાની સુંદરતા ઓછી થઇ શકે છે, જાણો ગરમ પાણીથી મોં ધોવાના ગેરફાયદા

આ ચમત્કારી વસ્તુઓને પાણીમાં મિક્સ કરી તેનાથી વાળ ધોવો, વાળ એટલા વધવા લાગશે કે તમે વિશ્વાસ નહીં કરો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા