સારી ગુણવત્તાવાળો શાકનો મસાલો ઘરે બની જાય છે તો બજારમાંથી શું કામ ખરીદવો

Spread the love

લગભગ દરેક સ્ત્રીને રસોઈની રાની કહેવામાં આવે છે કારણ કે તેમને રાંધવાનું પસંદ હોય છે અને તેમનો મોટાભાગનો દિવસ તો રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે અલગ અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવા માંગતી હોય છે.

પરંતુ આજની મહિલાઓને ઘર સિવાય ઓફિસની પણ જવાબદારી નિભાવવી પડે છે અને તેના કારણે તેમની પાસે રસોડામાં કઈ નવું બનાવવાનો સમય નથી હોતો. પરંતુ જો તમને બજારમાં સારી ગુણવત્તાવાળા મસાલા નથી મળી રહયા તો તમે થોડો સમય નીકાળીને સરળતાથી ઘરે મસાલો બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો.

ઘરે બનાવવામાં આવતા મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે. તો ચાલો આજે આપણે જોઈએ કે ઘરે શાકનો મસાલો બનાવવાની રીત.

શાકભાજીનો મસાલો : જો તમે શાકનો સ્વાદ વધારવા માંગતા માંગતા હોય તો આ શાકભાજીનો મસાલો ઘરે જ બનાવીને તૈયાર કરો. તેનો ઉપયોગ કર્યા પછી શાક એટલું સ્વાદિષ્ટ બનશે કે તમે કોઈપણ શાક ખાવાની ના નહિ પાડી શકશો. ખાસ કરીને તમારા બાળકો પણ નહિ ખાતા હોય તો તેમને પણ ગમશે.

4

શાકનો મસાલો બનાવવા માટે સામગ્રી : જીરું 1 મોટી ચમચી, હળદર 1 ચમચી, ધાણા 1 મોટી ચમચી, સૂકા લાલ મરચા 7-8, આદુ પાવડર (સૂંઠ) 1/2 મોટી ચમચી, કાળા મરી 1/2 મોટી ચમચી, લવિંગ 7-8, પીળી રાઈ 1/2 મોટી ચમચી, લીલી ઈલાયચી 8,

કાળું મીઠું 1/2 મોટી ચમચી, મોટી ઈલાયચી 3, મેથી દાણા 2 મોટી ચમચી, ચણાની દાળ 2 મોટી ચમચી, વરિયાળી 1 મોટી ચમચી,
તજ 4 ટુકડા, ચક્ર ફૂલ 1, જાયફળ 1/2 ચમચી, જાવિત્રી 2 નાના ટુકડા, ખસખસ 1 મોટી ચમચી

શાકનો મસાલો બનાવવાની રીત : ગેસ પર એક પેન ગરમ કરો અને તેમાં બધા મસાલાને ડ્રાયરોસ્ટ કરી લો. ડ્રાયરોસ્ટ કર્યા પછી ઠંડુ થવા માટે રાખો. જો તમે હળદર, સૂંઠ અને જાયફળનો પાઉડર લીધો હોય તો તેને ડ્રાયરોસ્ટ કરવાની જરૂર નથી.

હવે જે ડ્રાયરોસ્ટ કરેલા મસાલાને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. પછી તેમાં હળદર પાવડર, સૂંઠ અને જાયફળ પાવડર નાખીને થોડીવાર પીસી લો.

તો શાકનો મસાલો બનીને તૈયાર થઇ ગયો છે, તો હવે તેને એક બાઉલમાં કાઢી લો અને ઠંડુ થયા પછી તેને એરટાઈટ બરણી અથવા જારમાં રાખો. હવે જ્યારે જરૂર પડે ત્યારે શાક મુજ્બવ જરૂર પ્રમાણે તેનો ઉપયોગ કરો.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા