chahero dhova mate tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણી ત્વચા સંભાળની દિનચર્યાનું પહેલું અને મૂળભૂત પગલું ચહેરો ધોવાનું છે. એતો આપણે બધા જાણીએ છીએ કે ચહેરાને સાફ કરવા માટે સાબુને બદલે ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આપણામાંથી અમુક મહિલાઓ હશે જે ફેસ વોશ કરતી વખતે પાણીના તાપમાન પર ધ્યાન આપે છે.

પાણીનું તાપમાન ઋતુ પ્રમાણે નક્કી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો પાણી ખૂબ જ ઠંડુ હોય, તો આપણે આપણા ચહેરાને નવશેકું પાણીથી ધોવાનું પસંદ કરીએ છીએ, જ્યારે ગરમ તાપમાનમાં આપણે બધા ઠંડા પાણીથી ચહેરો ધોવાનું પસંદ કરીએ છીએ.

પણ ચહેરાને સાફ કરવા માટે આ રીત ખોટી છે. તમારે ફેસ વોશની જેમ પાણીના તાપમાન પર પણ ધ્યાન આપવું જોઈએ. તમે કદાચ આ વિશે જાણતા નહીં હોય, પણ પાણીનું તાપમાન તમારી ત્વચાને ઘણી રીતે ઘણી રીતે અસર કરી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને ત્વચા પર ગરમ અને ઠંડા પાણીની અસર અને પાણીના યોગ્ય તાપમાન વિશે પણ જણાવવાના છીએ.

ઠંડા પાણીથી ત્વચાને મળતા ફાયદા અને નુકસાન : જો તમે ઠંડા પાણીને તમારા ફેસ વોશ રૂટીનનો ભાગ બનાવવા માંગતા હોય તો તે પહેલા તમારે જાણવું જોઈએ કે ત્વચાને તેના ફાયદા અને નુકસાન શું હોઈ શકે છે.

સૂકી અથવા ખીલગ્રસ્ત ત્વચા ધરાવતી મહિલાઓએ ઠંડા પાણીનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ અને જો આવી ત્વચા પર ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તે સીબમ સ્તરને છીનવી શકે છે, જેનાથી સમસ્યાને વધારે વધી શકે છે.

ઠંડા પાણીથી ચહેરો ધોવાથી સ્કિન પર લોહીનો પ્રવાહ વધે છે, જે તમારી ત્વચામાં ચમક લાવે છે અને આમ તે તમારી ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનને પણ ઓછું કરે છે.

કારણ કે ઠંડુ પાણીથી ચહેરો ધોવાથી અંદરનું ઓઇલ ધોવાતું નથી, તેથી જો તમે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોવો છો તો તમારો ચહેરો તેટલો સાફ નહિ થાય જેટલો થવો જોઈએ. આ છિદ્રોને બંધ કરી શકે છે.

ત્વચા માટે ગરમ પાણીના ફાયદા અને નુકસાન : જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોય, તો તમારે પહેલા તેના ફાયદા અને ગેરફાયદા વિશે પણ જાણવું જરૂરી છે. જ્યાં ગરમ ​​પાણી છિદ્રો ખોલે છે અને તેના કારણે તમે તમારી ત્વચાને વધુ સારી રીતે સાફ કરી શકો છો.

તમે કદાચ જાણતા નહિ હોય, પરંતુ ત્વચા માટે બનેલી ઘણી પ્રોડક્ટમાં ઘણા ક્લિનીંગ ઘટકો ખાસ કરીને નવશેકું પાણી સાથે ઉપયોગ કરવા માટે બનાવેલા હોય છે. તેથી, તેમના શ્રેષ્ઠ પરિણામો ત્યારે જ મળે છે જ્યારે તેને ગરમ પાણી સાથે ઉપયોગમાં લેવાય છે.

તમારા ચહેરાને ગરમ પાણીથી ધોવાનો એક ફાયદો એ છે કે તમારા ચહેરાને ધોયા પછી, તમાર સ્કિન કેર પ્રોડક્ટ વધુ સારી રીતે સ્કિનમાં શોષાય છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તમારા છિદ્રો દેખાવા કરતા નાના દેખાય છે. ગરમ પાણી તમારી નેચરલ ઓઇલ પણ છીનવી શકે છે, જેના કારણે તમને ત્વચામાં શુષ્કતા અને ખંજવાળ થવાની ​​સમસ્યા થઈ શકે છે.

બંનેમાંથી કોનો ઉપયોગ કરવો : હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ બંનેમાંથી કોનો ઉપયોગ કરવો જોઈએ, તો તે મુખ્યત્વે તેના પર નિર્ભર કરે છે કે તમે કયા સમયે તમારો ચહેરો ધોઈ રહ્યા છો અને તમારી ત્વચા શું છે ઉદાહરણ તરીકે….

જો તમારી ત્વચા વધારે સૂકી અથવા શુષ્ક છે, તો તમારે ગરમ પાણીને બદલે ઠંડા પાણીને મહત્વ આપવું જોઈએ. આવી જ રીતે, દરરોજ ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઘણા ફાયદા છે જેમ કે છિદ્રોને કડક કરવા, ખીલ અટકાવવા અને ચહેરા પર હેલ્દી ચમક લાવવા.

અને જો તમે ચહેરો ધોયા પછી સ્કિન કેર પ્રોડક્ટ ઉપયોગ કરવાના હોય, તો તમારે ગરમ પાણીથી ચહેરો ધોવો જોઈએ, જેથી સ્કિન કેયર પ્રોડક્ટ વધુ સારી રીતે કામ કરી શકે.

ચહેરાની સારી સફાઈ માટે તમારે એક અલગ રીત અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે પહેલા હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો, તેનાથી ત્વચાના છિદ્રો ખુલી જશે અને તમે વધારે સારી રીતે ચહેરો સાફ કરી શકશો. આ પછી તમે છેલ્લે ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. જેથી છિદ્રો ફરી બંધ થઈ શકે અને બહારની ગંદકી તમારી ત્વચાની અંદર ના આવી શકે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા