સ્ત્રીઓ માટે ટિપ્સ : હવે તમારે પાર્લરમાં પૈસા ખર્ચવા નહીં પડે ઘરે જ કરો આ રીતે પેડીક્યોર

આપણા પગ કેટલું બધું સહન કરે છે પણ જ્યારે તેમની કાળજી લેવાની વાત આવે ત્યારે આપણે તેમની અવગણના કરતા હોઈએ છીએ. પેડીક્યોર આપણા પગને નરમ અને નાજુક બનાવવામાં મદદ કરે છે અને તેની સાથે સાથે તે પગના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

દરેક મહિલા સુંદર અને સ્વસ્થ રહેવા માંગે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે મહિલા પોતાના આખા શરીરની યોગ્ય કાળજી લેતી હોય. પણ જ્યારે સુંદર દેખાવાની વાત આવે છે ત્યારે મહિલાઓ માત્ર ચહેરા અને ત્વચા પર વધારે ધ્યાન આપે છે અને પગની અવગણના કરે છે. જો કે આપણે પગ પર વધારે નિર્ભર છીએ તેમ છતાં આપણે તેના પર ધ્યાન આપતા નથી.

આપણે પણ કંઈક એવું જ જોયું હશે. કે સબંધીમાં કોઈના લગ્ન હોય ત્યારે છોકરીઓ અને મહિલાઓ સુંદર રીતે તૈયાર થઈને આવી હોય છે અને તેઓ સાડી અને પેટીકોટમાં ખુબ જ સુંદર લાગતી હોય છે પરંતુ જ્યારે રાત્રે ફેરાના સમયમાં તેઓ તેમના કપડા બદલે પછી તેમના સેન્ડલ ઉતારી રહ્યા હોય ત્યારે જોયું હશે કે ઘણી સ્ત્રીઓના પગ તેમના ચહેરાની તુલનામાં ખૂબ જ ગંદા દેખાતા હોય છે.

ઘણી મહિલાઓની પગની એડી પણ ફાટી ગઈ હોય છે. સાડી અને લહેંગામાં તેમના પગ ઢંકાઈ ગયા હોય પણ સૂટમાં તેમના પગ ખૂબ જ ખરાબ દેખાતા હોય છે. પણ શું તમે જાણો છો કે પગની સફાઈ વગર શારીરિક કાળજી પણ અધૂરી છે. પગની સફાઈ કોઈ ચોક્કસ સમયે કરવી જોઈએ.

આ માટે સાફ સફાઈ સિવાય તમે પેડિક્યોર પણ કરાવી શકો છો. પેડીક્યોર કરાવવાથી તમારા પગ સુંદર હોવાની સાથે ખૂબ જ સુંદર અને સ્વચ્છ બની જશે. પેડિક્યોર કરવાથી પગમાં રક્ત પરિભ્રમણ વધે છે. પરંતુ ઘણી સ્ત્રીઓ વધારે ખર્ચના કારણે પેડિક્યોર કરાવવાનું ટાળે છે.

જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો જે પોતાના પગની અવગણના કરે છે અને પાર્લરમાં જઈને પેડિક્યોર પર પૈસા ખર્ચવા નથી માંગતી તો તમે જરાય ટેન્શન ના લો કારણ કે હવે તમે ઘરે આરામથી પેડીક્યોર કરી શકશો.

આજે અમે તમને ઘરે પગ પેડિક્યોર કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ જણાવીશું. ઘરે પેડીક્યોર કરવાથી તમારા પાર્લરમાં થતા પૈસાની પણ બચત થશે અને તમારા પગ પણ સુંદર દેખાવા લાગશે. તો આવો જાણીએ ઘરે જ સસ્તામાં પેડિક્યોર કેવી રીતે કરી શકાય.

પેડિક્યોર માટે જરૂરી સામગ્રી : હૂંફાળા પાણીથી ભરેલો મોટો ટબ, લીકવીડ સોપ અથવા શેમ્પૂ, એન્ટિસેપ્ટિક લોશન, પ્યુમિકે પથ્થર અથવા પગ માટેનું સ્ક્રેપર, નેઇલ કટર અને ફાઇલર,
મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને નેઇલ પોલીશ.

પેડિક્યોર કરવાની રીત : આ માટે સૌથી પહેલા તમારા નખને સારી રીતે સાફ કરી લો. જો તમે નેલ પોલીશ લગાવી હોય તો તેને કાઢી નાખો. આ પછી સ્વચ્છ ડોલ અથવા ટબમાં હૂંફાળું પાણી ઉમેરો. હવે તે પાણીમાં તમારી પસંદગી પ્રમાણે શેમ્પૂ અથવા લીકવીડ સોપ અને થોડું મીઠું ઉમેરો.

જો તમારા પગની ત્વચા સૂકી છે તો તેમાં ઓલિવ ઓઈલ પણ ઉમેરી શકાય છે. મીઠું પગની ત્વચાને કોમળ બનાવશે અને ઓલિવ ઓઈલ એક મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. આ પાણીમાં તમારા પગને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી રાખ્યા બાદ બહાર કાઢો પણ
અંગૂઠાની વચ્ચે સાબુ ના રહે તેનું ખાસ ધ્યાન રાખો.

પછી ફૂટ સ્ક્રેપરથી પગને સ્ક્રબ કરો. સ્ક્રબિંગ કર્યા પછી પગને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. હવે કોલ્ડ ક્રીમથી પગને હળવા હાથે મસાજ કરો. આંગળીઓની વચ્ચે ફસાયેલી ક્રીમને કોટન બોલ વડે સાફ કરો અને છેલ્લે તમારા નખ પર તમારી પસંદગીની સુંદર નેઇલ પોલીશ લગાવી લો.

અમુક ખાસ વાતો ધ્યાન રાખો : પેડિક્યોર ટ્રીટમેન્ટ અથવા તમારા પગને ધોયા પછી સુકવ્યા વગર મોજા ના પહેરો. તેનાથી તમને ઇન્ફેક્સન લાગી શકે છે. પગ માટે આવા ચપ્પલ ખરીદો કે જેનાથી અંગૂઠા પર વધારે દબાણ ના આવે.

શિયાળામાં ગરમ ​​મોજાં પહેરો પરંતુ તે મોજાં ટાઈટ ના હોવા જોઈએ. પગને ગરમ કરવા માટે હીટિંગ પેડનો ઉપયોગ ના કરશો. તમારા પગમાં ઘણો પરસેવો થાય છે તો ચપ્પલ પહેરતી વખતે એન્ટિફ્ગસ પાવડરનો ઉપયોગ કરવાનું ના ભૂલો.

પગ ધોતી વખતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો પણ વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી નુકસાન થઇ શકે છે. આ રીતે તમે પણ સરળતાથી અને સસ્તામાં પાર્લર ગયા વગર ઘરે પેડિક્યોર કરી શકો છો.