pag na vadhiya ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની શરૂઆત થતા જ ત્વચા સૂકી થવા લાગે છે અને આ ઋતુમાં ફક્ત ચહેરાની ત્વચા જ શુષ્ક નથી થતી પણ તેની સાથે પગની ત્વચામાં પણ ડ્રાઈનેસ આવવા લાગે છે, જેના કારણે પગની એડીઓ ફાટવાની શરૂ થઈ જાય છે. તમને બજારમાં ઘણી એવી ક્રિમ મળી જશે જે તિરાડ પડી ગયેલી એડીઓને જડમૂળથી મટાડવાનો દાવો કરે છે.

તમને જણાવી દઈએ કે એમાંની કેટલીક ક્રિમ ઘણી અસરકારક પણ હોય છે. પરંતુ જો તમે કોઈ કુદરતી ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો, જે તમારી ફાટેલી એડીઓની સમસ્યાને ઓછી કરી શકે, તો મધથી સારો બીજો કોઈ વિકલ્પ ના હોઈ શકે.

બ્યુટી એક્સપર્ટ મુજબ મધ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. જો ત્વચા સૂકી પડી જાય અને તિરાડ પડી ગઈ હોય તો મધ લગાવવાથી ઘણી રાહત મળે છે. જો કે મધને માત્ર એક દિવસ અથવા આખી રાત લગાવવાથી તમને તેનો ફાયદો દેખાશે નહીં, પરંતુ જો તમે મધનો ઉપયોગ દરરોજ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તો ચાલો જાણીયે મધ સાથે જોડાયેલા કેટલાક ઘરેલું ઉપચાર વિષે જે તમને તિરાડની સમસ્યામાં ઘણી રાહત આપશે.

(1) મધ અને ચોખાનો લોટ : સામગ્રી 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી મધ અને 1 ચમચી ગુલાબજળ

રીત : એક બાઉલમાં ચોખાનો લોટ, મધ અને ગુલાબજળને મિક્સ કરો. હવે આ મિશ્રણથી તિરાડ પડી ગયેલી એડીમાં હળવા હાથે સ્ક્રબ કરો. આ મિશ્રણને 15 થી 20 મિનિટ સુધી લગાવેલું રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. જો તમારી એડીઓ વધારે ફાટી ગઈ છે કે તેમાંથી લોહી નીકળતું હોય તો આ ઉપાય ના અજમાવો.

(2) મધ અને કેળા : સામગ્રી – 1 મોટી ચમચી છૂંદેલા કેળા, 1 ચમચી મધ અને 1 ચમચી ગ્લિસરીન

વિધિ : એક બાઉલમાં છૂંદેલા કેળા, મધ અને ગ્લિસરીન લઈને ત્રણેયને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ફાટી ગયેલી એડી પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી લગાવેલું રહેવા દો.
ત્યાર બાદ પગ ધોઈ લો. આ પછી નારિયેળનું તેલ ગરમ કરો અને તેને પગની એડી પર લગાવો.

ફાયદા : આ નુસખાનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરો. જો તમારી ફાટી ગયેલી પગની એડીઓમાંથી લોહી નીકળતું હોય તો તમે આ નુસખાને અજમાવી શકો છો. આનાથી તમને ચોક્કસ રાહત થશે.

(3) મધ અને વિટામિન ઇ ઓઇલ : સામગ્રી – 1 નાની ચમચી મધ અને 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ

રીત : વિટામીન-ઈ કેપ્સ્યુલને પંચર કરીને મધમાં નાખીને મિક્સ કરો. આ મિશ્રણથી એડીઓ પર પડેલી તિરાડ પર હળવા હાથે માલિશ કરો. આ પછી 20 થી 25 મિનિટ પછી તમારા પગને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ફાયદો– જો પગમાં પહેલી તિરાડને કારણે સોજો આવતો હોય તો આ ઉપાય કરવાથી તેમાં આરામ મળશે. જો તમે રાત્રે સૂતા પહેલા આ નુસખાનો દરરોજ ઉપયોગ કરશો તો તમને સારા પરિણામ જોવા મળશે.

ખાસ નોંધ- જો તમને પગમાં પડેલી તિરાડની સમસ્યા કોઈ પણ સ્થિતિમાં ઓછી થતી નથી અને તમને કોઈ ક્રીમ અને નુસખા અપનાવીને રાહત નથી મળી રહી, તો તમારે સ્કિન એક્સપર્ટની સલાહ લીધા પછી જ તેની સારવાર કરાવવી જોઈએ.

જો તમને આ જાણકારી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ સર્કલમાં જણાવજો જેથી એમને પણ આ ઉપાયનો લાભ મળી શકે. સાથે સાથે આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા