ગુજરાતના બારડોલીના પ્રખ્યાત ક્રિસ્પી પાત્રા બનાવવાની રીત

હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. બારડોલી ગુજરાતમાં સુરત નજીક આવેલું નગર છે. તે તેના ખોરાક માટે જાણીતું છે. પાત્રા એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે જે સામાન્ય રીતે વરાળથી રાંધવામાં આવે છે પરંતુ બારડોલીના પાત્રા તળતા હોવાથી ખૂબ જ પ્રખ્યાત છે. આ સૂકા પાત્રા એટલા લોકપ્રિય છે કે તેની અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે અને તે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

સામગ્રી

  • 1 ટીસ્પૂન જીરું,
  • 1/4 ટીસ્પૂન વરિયાળી
  • 1 ટીસ્પૂન સૂકા ધાણા
  • 2 કપ બેસન
  • 1 કપ ચોખાનો લોટ
  • 1/4 કપ પાપડ ખાર (ના હોય તો બેકિંગ સોડા પણ લઇ શકાય)
  • 1 ટીસ્પૂન અજમો
  • 1/4 ટીસ્પૂન હિંગ
  • 1 ટીસ્પૂન મગફળી દાણા પાઉડર
  • 1 ટીસ્પૂન સફેદ તલ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • 1 ટીસ્પૂન ધાણાજીરું એટલે પાઉડર
  • 1/4 ટીસ્પૂન હળદળ પાઉડર
  • 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/4 ટીસ્પૂન ગરમ મસાલા
  • 1/4 કપ ગોળ
  • 2 ટીસ્પૂન આંબલી નો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ટીસ્પૂન ગરમ તેલ
  • 1/2 ટીસ્પૂન લીંબુનો રસ

મસાલો બનાવવા માટે, સૌ પ્રથમ ખાંડણીમાં 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન સૂકા ધાણા ને ઉમેરીને અચકાચરો પીસી લો.

બેટર બનાવવા માટે

સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ બેસન લો અને તેનાથી અડધો એટલે 1 કપ ચોખાનો લોટ, 1/4 કપ પાપડ ખાર (ના હોય તો બેકિંગ સોડા પણ લઇ શકાય), ઉપર બનાવેલો મસાલો, 1 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન મગફળી દાણા પાઉડર, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર, 1/4 ટીસ્પૂન હળદળ પાઉડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર, હવે આ બધી સામગ્રીને ચમચીની મદદથી મિક્સ કરી લો.

સારી રીતે મિક્સ કર્યા પછી 1/4 ટીસ્પૂન ગરમ મસાલા ઉમેરો. રજવાડી ગરમ મસાલો છે તો તે નાખી શકાય. હવે 1/4 કપ ગોળ (મેલ્ટ કરેલો ગોળ અથવા ઢીલો ગોળ ચાલે), 2 ટીસ્પૂન આંબલી નો રસ અને થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. એકદમ પાતળું બેટર તૈયાર નથી કરવાનું, પણ જે રીતે પેસ્ટ બનાવીયે તે રીતે જ બનાવવાનું છે.

હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન ગરમ તેલ, 1/2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીને સારી રીતે પેસ્ટ બનાવી લો. તો તૈયાર છે બારડોલી પાત્રાનું બેટર. હવે આ પેસ્ટને 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પાત્રા ના પત્તા લઈને જ્યાં પણ મોરા રેશા દેખાય તેને કટ કરી લો જેથી પત્તા નો રોલ સારી રીતે કરી શકાય.

હવે એક પાન લઈને સારી રીતે પેસ્ટને સારી રીતે ચોપડી દો. હવે તેના ઉપર જ એક પાન ઊંધું મૂકીને તેના પાર પેસ્ટ લગાવી લો. હવે આજ રીતે તેના ઉપર જમણી બાજુ એક સાઈડમાં પાન લઈને તેના પાર પેસ્ટ લગાવી લો અને એજ રીતે ડાબી સાઈડમાં પણ લઈને પેસ્ટ લગાવી લો. તમે અહીંયા 4 કે 5 પાન પણ લઇ શકો છો.

તમે જેટલા વધારે પાન લેશો તેટલો રોલ મોટો બનશે. તે તમારી રીતે લઇ શકો છો. હવે પાન ની ડાબી અને જમણી બાજુ થી થોડુંક વાળીને તેના પાર પેસ્ટ લગાવી લો. અને પછી નીચે તરફથી ટાઈટ રોલ વાળવાનું  શરુ કરો.

હવે ધારવાળું ચપ્પાની મદદથી રોલને કટ કરી લો. હવે એક કડાઈમાં તેલ લઈને મીડીયમ ગેસ પર તળી લો. એક રોલને તળાતાં 5 થી 6 મિનિટ જેવું લાગશે તો તૈયાર છે બારડોલીના પ્રખ્યાત પાત્રા. આ રેસિપી તમે ઘરે જરૂર થી ટ્રાય કરજો. ધન્યવાદ.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.