દરેક માતા-પિતાને તેમના બાળકોની ખુશી પ્રિય હોય છે. દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેમના બાળકો તેમના જીવનમાં ઉંચાઈએ સુધી પહોંચે અને સફળ થાય. દરેક માતા-પિતા બાળકને સફળ બનાવવા માટે વિચારે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેના માટે માતાપિતાએ શું શું કરવું જોઈએ?
જીવનમાં ખુશી એ સૌથી મહત્વની વસ્તુ છે અને આપણી સફળતા પણ તેની સાથે સંકળાયેલી છે. જો જોવામાં આવે તો, સુખી લોકો કામ અને પ્રેમ બંને બાબતોમાં નાખુશ લોકો કરતાં વધુ સફળ થાય છે. તે વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક બંને મોરચે સારું કરે છે. તો તમે આજથી જ તમારા બાળકોને ખુશ કરવા પર વધારે આપી શકો છો. જાણો કેવી રીતે…
પરફેકટ બનવાની કોશિશ ના કરો : દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો જીવનમાં સફળ થાય અને તેઓ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખે છે કે તેઓ દરેક કામમાં સારું પ્રદર્શન કરે તેવું દબાણ પણ કરે છે. બાળકો પર દબાણ કરવાથી બાળકોમાં ચિંતા વધી જાય છે. સંશોધન કહે છે કે બાળકોની ક્ષમતા કરતાં તે પ્રયત્નો કરે તેની પ્રશંસા કરવી જોઈએ.
ટીવી ઓછી કરાવો : ઘણા માતા-પિતા તેમના બાળકોની વધુ પડતી ટીવી જોવાની આદતને કારણે ફરિયાદ કરે છે. તે આંખોને ખરાબ અસર કરે છે. સમાજશાસ્ત્રીઓ જણાવે છે કે ખુશ લોકો નાખુશ લોકો કરતા ઓછી ટીવી જુએ છે. એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે બાળકોને ખુશ રાખી શકે છે. તેથી બાળકોનું ટીવી ઓછું કરો અને એવું કામ કરો જે તેમને ખુશીની સાથે સાથે જીવનભરનો અનુભવ પણ આપે.
સાથે મળીને ખાઓ : આપણે ઘરના વડીલો પાસેથી અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે પરિવારના બધા સભ્યોએ સાથે ભોજન કરવું જોઈએ. આજના દિવસોમાં બાળકો જમતી વખતે હેડફોન લગાવીને જામે છે અથવા તેમના રૂમમાં એકલા ખાવાનું પસંદ કરે છે. નાનપણથી જ બાળકમાં સાથે બેસીને જમવાની અને ગેજેટ્સને દૂર રાખીને ખાવાની ટેવ પાડો.
અભ્યાસો દર્શાવે છે કે જે બાળકો નિયમિતપણે તેમના પરિવારો સાથે ખાય છે તેઓ ભાવનાત્મક રીતે વધુ મજબૂત હોય છે અને ડ્રગ્સ અને આલ્કોહોલના વ્યસની થવાની શક્યતા ઓછી હોય છે. આવા બાળકોમાં ડિપ્રેશન પણ ઓછું જોવા મળે છે . સાથે જમવું એટલે એકબીજા સાથે વાત કરવી, એકબીજાને સાંભળવું, પોતાને કહેવું.
ડિસિપ્લિન શીખવો : બાળકમાં બુદ્ધિ કરતાં શિસ્ત તેમના ભવિષ્યને વધુ સારું બનાવે છે. સ્વ-શિસ્તબદ્ધ બાળકો હતાશાનો વધુ સારી રીતે સામનો કરે છે અને સામાજિક જવાબદારીની વધુ સમજણ ધરાવે છે.
રમવા માટે વધુ સમય આપો : સંશોધકો માને છે કે રમવાનો સમય જેટલો વધારે હશે તેટલું જ તે બાળકના વિકાસમાં મદદ કરે છે. રમવાથી બાળકો ભાવનાત્મક રીતે વિકાસ પામે છે અને તેઓ ગ્રુપ રહેવા, બોલવા, સમસ્યાઓ ઉકેલવા અને પોતાને માટે બોલવા જેવી વસ્તુઓ સરળતાથી શીખે છે.
આશાવાદી બનાવો : બાળકોને આશાવાદી બનાવો, કારણ કે સુખ અને આશાવાદનો ગાઢ સંબંધ છે. સંશોધન મુજબ આશાવાદીઓ નિરાશાવાદીઓ કરતાં શાળા, કાર્ય અને એથ્લેટિક્સમાં વધુ સફળ હોય છે, સ્વસ્થ હોય છે અને લાંબું જીવે છે અને તેમના વિવાહિત જીવનથી વધુ સંતુષ્ટ હોય છે.
ભાવનાત્મક બુદ્ધિ શીખવો : જ્યારે પણ બાળકો નારાજ અથવા ગુસ્સામાં હોય છે ત્યારે માતા-પિતા વિચારે છે કે બાળકો પોતે તેને હેન્ડલ કરી લેશે. જ્યારે બાળકો ગુસ્સો અથવા હતાશા સાથે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે તેમને સહાનુભૂતિ બતાવો અને તેમને કહો કે આ સામાન્ય છે. આવા સમયે બાળકને તેની લાગણી સમજવામાં મદદ કરો અને તેને પૂરો સપોર્ટ આપો.
જાતે ખુશ રહો : બાળકોને ખુશ રહેવા માટે એ જરૂરી છે કે સૌથી પહેલા આપણે ખુશ હોવા જોઈએ. જ્યારે તમે ખુશ હશો તો બાળકોનો મૂડ પણ સારો રહેશે. ઘણા બધા સંશોધનો મુજબ, જે માતાઓ ડિપ્રેશનમાં રહે છે કે તેમના બાળકોમાં વ્યવહારિક સમસ્યાઓ જોવા મળી છે.
આ માટે તમારા મિત્રો સાથે બહાર જાઓ, જીવનને હજુ સારી રીતે જીવવાની કોશિશ કરો અને હસતા રહો. જો તમે લોકોને હસતા જોશો તો તમને પણ હસવાનું જ મન થશે. ન્યુરોસાયન્ટિસ્ટો માને છે કે બીજું વ્યક્તિનું હસવું સાંભળવાથી મગજના એવા ભાગમાં મિરર ન્યુરોન્સ ટ્રિગર થાય છે જે સાંભળનારને એવું લાગે છે કે જાણે તે પોતે જ હસતો હોય.
તેમને સંબંધો વધારવા શીખવો : સંબંધોનું મહત્વ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ કેટલા એવા માતા-પિતા છે જેઓ બાળકો સાથે બેસીને સંબંધોની વાતો કરે છે, કદાચ 10-20 ટકા લોકો હશે. બાળકોમાં દયાનો ભાવ આવે તેવા નાના કાર્યો શીખવવા જોઈએ.
તેમને કહો કે બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા રાખવી મહત્વપૂર્ણ છે. સંશોધન બતાવે છે કે આ તમારા બાળકોને વધુ સારા માણસ બનાવે છે અને આ સાથે, તે લાંબા ગાળે તેમના જીવનમાં ખુશીઓ પણ વધારે છે.
મલ્ટીપલ સ્ક્લેરોસિસના દર્દીઓ કે જેમને દર મહિને પંદર-મિનિટના ટેલિફોન કોલ્સ દ્વારા અન્ય દર્દીઓ પ્રત્યે દયા અને સકારાત્મકતા બતાવવાની તાલીમ આપવામાં આવી હતી, તેઓએ બે વર્ષમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન, ડિપ્રેશનમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો.