parenting tips for angry child
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

નાના બાળકો ખૂબ જ માસુમ હોય છે અને તેમને સારું શું છે અને ખરાબ શું છે તેનું કોઈ જ્ઞાન નથી હોતું. ઘણીવાર તેઓ આંખોની સામે જે જુએ છે તે જ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરે છે. તેથી જો બાળક કોઈ પ્રકારના ખરાબ શબ્દોનો ઉપયોગ કરતું હોય અથવા બીજા બાળકો અથવા વડીલો પર હાથ ઉપાડતું હોય તો બની શકે કે તેણે કોઈને આવું કરતા જોયા હશે.

જ્યારે બાળકો બીજા બાળકો પર હાથ ઉપાડે છે, ત્યારે માતા-પિતા બાળકને તેને રોકવા માટે તેને ઠપકો આપે છે અથવા ક્યારેક બાળક પર હાથ ઉપાડે છે. બાળક ત્યારે તો થોડો સમય આ ભૂલ નહીં કરે, પરંતુ તેનાથી તેની આદત બદલાતી નથી.

બાળકની આદત બદલવા માટે તમારે કેટલાક નક્કર પગલાં લેવા જરૂરી છે. તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે પણ બાળકની આ આદતને બદલી શકો છો. તો ચાલો જાણીયે આ ટિપ્સ વિશે.

બાળકની સંગત પર નજર રાખો : બાળકો ઘણીવાર તેઓ જે પણ જુએ છે તે જોઈને શીખે છે. કદાચ તેણે ઘરમાં આવું કંઈક થતું જોયું હશે અથવા તેના મિત્રો પાસેથી તેના વિશે કૈક સાંભળ્યું હશે. ક્યારેક માતા-પિતા પોતે પણ પોતાના બાળકો પર હાથ ઉપાડતા અચકાતા નથી હોતા.

આવી સ્થિતિમાં, બાળકના મગજમાં તે વાત બેસી જાય છે કે તેની વાત મનાવવાનો અથવા તેના ગુસ્સાને બહાર કાઢવાનો સૌથી સરળ રસ્તો છે હાથ ઉપાડવાનો છે. આ રીતે બાળક પણ ધીરે ધીરે આ આદત અપનાવે છે. તેથી આ વાતને બાળકના મગજમાંથી નીકળવા માટે સૌથી પહેલા તેની આસપાસના વાતાવરણને બદલવાની જરૂર છે.

સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવો : બાળકોમાં સારી આદતો કેળવવી એ માતાપિતાની જવાબદારી હોય છે. જો બાળક બીજા બાળકો પર હાથ ઉપાડે છે તો બાળકને સમજાવવું ખૂબ જ જરૂરી છે કે તેના દ્વારા કરવામાં આવતું કામ બિલકુલ સ્વીકાર્ય નથી.

તેથી, જ્યારે પણ બાળક આવું કંઈક કરે છે તો તેને એક દિવસ માટે તેનો મનપસંદ ટીવી શો જોવા ન દો અથવા તેને તેની કોઈપણ મનપસંદ પ્રવૃત્તિ ના કરવા દો. તેનાથી બાળક સમજી જશે કે તેણે કંઈક ખોટું કર્યું છે અને તેથી જ તેને સજા થઈ રહી છે.

આ સિવાય, બાળકને સારા વર્તન માટે નાનું ઇનામ આપવાનું પણ ભૂલશો નહીં. આ રીતે ધીમે ધીમે બાળકની આદતોમાં પણ ફરક પડવા લાગશે.

ભૂલથી પણ તેમની વાત ના માનો : સામાન્ય રીતે જ્યારે બાળકો બૂમો પાડે છે અથવા હાથ ઉપાડે છે ત્યારે માતા-પિતા વારંવાર તેમને શાંત કરવા માટે તેમની વાત માની જાય છે. પરંતુ માતાપિતા તરીકે તમારે આ ભૂલ ક્યારેય ના કરવી. જો તમે બાળકને શાંત થાય તે માટે તેમની વાત માની જશો તો દર વખતે તેની વાત મનાવવા માટે તે આ ખોટું વલણ અપનાવશે.

બાળકની માંગ ભલે સાચી હોય પણ જો તે ખોટું વર્તન કરે તો તેની વાત ક્યારેય ના સાંભળો. જો તમે તેની વાત નહીં માનો તો, થોડા સમય પછી બાળક શાંત થઈ જશે અને તે સમજી જશે કે તે ખોટું વર્તન કરીને તેની માંગ પૂરી કરી શકતો નથી. પછી થી તે પોતાની જાતને શાંત કરવાનો આગ્રહ રાખશે.

એક્સપર્ટની મદદ લો : જો તમે સતત પ્રયત્નો પછી પણ બાળકનું વર્તન નથી બદલાતું તો છેવટે તમારે બાળ મનોવિજ્ઞાનીની મદદ લેવી જોઈએ. એક્સપર્ટ બાળકના મનને વધારે સારી રીતે સમજી શકશે. અને તેમની મદદ અને સૂચનોના આધારે તમે તમારા બાળકના વર્તનમાં ફેરફાર કરી શકશો.

તેથી હવે જ્યારે પણ બાળક કોઈના પર હાથ ઉપાડે ત્યારે તેને ઠપકો આપવા કે મારવાને બદલે આ ઉપર જણાવેલ પગલાં ભરો અને બાળકમાં સારી આદતો કેળવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા