how to handle someone talking over you
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને તમારી આસપાસ તમને એવા ઘણા લોકો મળી જશે, જે તમારી સામે ઘણા સારા હોવાનો દેખાવો કરશે, પરંતુ તે પીઠ પાછળ તમારી ઈર્ષા અને ખરાબ વાતો કરવામાં સહેજ પણ અચકાતા નથી. આવા લોકોની આદત હોય છે કે તેમને ગપસપ કરવા માટે કંઈક ના કંઈક જોઈએ છે અને તેથી જ તેઓ આમ તેમ વાતો કરે છે.

આવા લોકોની વાતોમાં મોટાભાગે કોઈ સાચી વાત નથી હોતી, પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે તેની અસર આપણા પર ચોક્કસપણે પડે છે. ઘણી બધી વસ્તુઓમાં તમારી ઈમેજને એટલે કે ઈજ્જતને નુકસાન પહોંચાડે છે અને જ્યારે તમને આ વસ્તુઓ વિશે ખબર પડે ત્યારે તમે પણ ખૂબ દુઃખી થાઓ છો.

આવા લોકોને ક્યારેય સારા અને સાચા મિત્ર ના કહી શકાય. એટલું જ નહીં, આવા લોકોને બીજા કરતા થોડા અલગ રીતે હેન્ડલ કરવા પડે છે, જેથી તેમની આખા ગામની વાતોન તમારી પર અસર ના પડે. તો આજે આ લેખમાં અમે તમને તમારી પીઠ પાછળ વાત કરતા લોકોને હેન્ડલ કરવાની સરળ રીતો વિશે જણાવીશું.

બધી વાતો શેર કરશો નહીં : જો તમને કોઈ વ્યક્તિ પાસેથી ખબર પડે કે તમારો મિત્ર તમારા વિશે અલગ-અલગ વાત કરી રહ્યો છે તો તેને હેન્ડલ કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે કે આવા લોકો સાથે તમારી મિત્રતાને ખૂબ જ મર્યાદિત કરો. મર્યાદિતનો મતલબ તમારે તેની સાથેની તમારી મિત્રતા તોડવાની જરૂર નથી. ફક્ત વધુ પડતું મળવાનું અને ગપ્પા મારવાનું ટાળો. તેની સાથે જરૂરી હોય તેટલી જ વાત કરો.

ઉદાહરણ તરીકે, જો તમારો કોઈ ઓફિસ મિત્ર છે જે તમારી પીઠ પાછળ વાત કરે છે તો તમારે તેની સાથે માત્ર વ્યાવસાયિક મોરચે જ સંબંધ જાળવી રાખવો. ઓફિસના બીજા કોઈપણ કર્મચારીઓ અથવા તમારા અંગત જીવન વિશે વાત કરશો નહીં. જ્યારે તેની પાસે કહેવા માટે કંઈ હશે જ નહીં તો તે તમારા વિશે કેવી રીતે બીજાને વાત કરશે?

સત્ય જાણો : કેટલીકવાર નાની-નાની ગેરસમજના લીધે સંબંધો બગડી જાય છે. બની શકે કે તમે તમારા મિત્રને કંઈક કહ્યું હોય અને તમને તે જ વાત બીજા કોઈ પાસેથી સાંભળવા મળે તો તમારે તમારા મિત્રને સીધો ગેરસમજ સમજવાની જગ્યાએ સત્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. બની શકે કે તમારા વિશેની વાત કોઈ અન્ય સ્ત્રોતમાંથી બહાર આવી રહી હોય અને તમે તમારા મિત્રને ગેરસમજ સમજી રહયા હોય.

પુષ્ટિ કરો : આ સૌથી શ્રેષ્ઠ રીત છે પીઠ પાછળ વાત કરતા લોકોને હેન્ડલ કરવાની. જો તમને કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી તમારી વાત વિશે જાણવા મળે છે, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા મિત્ર સાથે જાણવાનો પ્રયત્ન કરો. તે સારું રહેશે કે ચર્ચામાં તમે તે ત્રીજી વ્યક્તિને પણ સામેલ કરો.

જ્યારે તમે ત્રણેય સામસામે હશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારો મિત્ર ખરેખર કેટલો સાચો છે અને કેટલો ખોટો છે. જો તે ખોટી છે અને તમે એકવાર તેની સાથે પુષ્ટિ કરી લો છો, તો પછી તેની ક્યારેય હિમ્મત નહીં થાય કે તે તમારા વિશે કોઈપણ પ્રકારનો ભ્રમ ફેલાવે અથવા પીઠ પાછળ તમારા વિશે વાત કરે.

તેને અવગણવાનું શીખી લો : આવા લોકોને હેન્ડલ કરવાનો આ પણ એક સારો રસ્તો છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારા વિશે અલગ-અલગ પ્રકારની વાત કરે છે, તો ક્યાંક ને ક્યાંક તે એ પણ જોવા માંગે છે કે તેની તમારા પર શું અસર થઇ રહી છે. પરંતુ જો તમે આવા લોકો, તે શું વાતો કરી રહયા છે તેને અવગણવાનું શીખી જશો, તો તે પીઠ પાછળ વાત કરતા લોકોને ઘણી તકલીફ થાય છે.

બીજો ફાયદો એ છે કે, જ્યારે તમે તેમની અવગણના કરો છો ત્યારે બીજા લોકો પણ તેમની વાતને કોઈ ગંભીરતાથી લેતા નથી અને પછી આવા લોકોની વાતનું કોઈ મહત્વ રહેતું નથી.

તો તમે પણ ઉપર જણાવેલી કેટલીક ટિપ્સની મદદથી પીઠ પાછળ વાતો કરતા લોકોને હેન્ડલ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા